સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે Reliance Jio, આ કંપનીઓને આપશે ટક્કર

આ કંપનીઓના પરસેવો છૂટી જશે કરણ કે સસ્તા એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે Jio, જાણો સંપૂર્ણ વિગત.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો ફીચર ફોન પછી સ્માર્ટફોન માર્કેટમાં પગલું ભરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ વર્ષે ડિસેમ્બરમાં સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરશે, જેને ગુગલ સાથે મળીને બનાવવામાં આવશે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો હવે સ્માર્ટફોનના બજારમાં પણ એન્ટ્રી કરવાની છે. સમાચારો અનુસાર જીયો જલ્દી જ 10 કરોડથી વધારે સસ્તા સ્માર્ટફોન લઈને આવી રહી છે. ખાસ વાત એ છે કે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સાથે મોબાઈલ ડેટા પેક્સ પણ આપવામાં આવશે. સૂત્રોનું માનીએ તો જીયો ગુગલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરવાવાળા 10 કરોડથી વધારે સસ્તા સ્માર્ટફોન બનાવવા માંગે છે.

jio smartphone
jio low price best smartphone

ડિસેમ્બરમાં થઈ શકે છે લોન્ચ :

સૂત્રો અનુસાર આ લો બજેટ સ્માર્ટફોનની સાથે મોબાઈલ ડેટા પેક્સ પણ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે, અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેને બજારમાં ઉતારવામાં આવશે. રિલાયન્સ જીયોએ જુલાઈમાં જણાવ્યું હતું કે, ગુગલ તેમના ડિજિટલ યુનિટમાં લગભગ 33,102 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગુગલ એક એવી એન્ડ્રોઇડ સિસ્ટમ બનાવશે, જે રિલાયન્સના ડિઝાઇન કરેલા સસ્તા 4G અને 5G સ્માર્ટફોન પર કામ કરશે.

ચાઈનીઝ કંપનીઓને મળશે ટક્કર :

જીયોના આ સ્માર્ટફોન આવ્યા પછી ચીની સ્માર્ટફોન કંપની શાઓમી, રિયલમી, ઓપ્પો અને વીવો જેવી કંપનીઓને ટક્કર મળશે. જણાવી દઈએ કે, ચીની સ્માર્ટફોન કંપનીઓનો ભારતીય મોબાઈલ બજારમાં મોટો માર્કેટ શેયર છે. ભારતમાં વેચાતા દર 10 માંથી 8 સ્માર્ટફોન આ જ કંપનીઓના હોય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.