50 હજારની ટીવી 10 હજારમાં, 10 ગણી ઓછી કિંમતમાં અહીંથી ખરીદો ઇલેક્ટ્રોનિક સામાન

સસ્તા ભાવે સામાન ખરીદવો કોને પસંદ ન હોય. ઘણીવાર આપણે આપણી જરૂરિયાત અનુસાર સેકેંડ હેંડ આઈટમ એટલે કે જૂની અને વપરાયેલી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. એવામાં જો અમે તમને એમ કહીએ કે કાળા બજારમાં 50 હજારની ટીવી ફક્ત 10 હજારમાં મળે છે, તો તમે કદાચ વિશ્વાસ નહિ કરો. પરંતુ આ સાચું છે કે દિલ્લીમાં એક એવું બજાર છે જ્યાં તમે 10 ગણી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી શકો છો. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

સૌથી પહેલા દિલ્લીના આ બજારનું નામ જણાવી દઈએ. આ બજારનું નામ મૌજપુર છે. જે પૂર્વ દિલ્લીમાં આવેલું છે. આ બજારમાં તમે ટીવી, ફ્રીઝ, એયર કંડિશનર જેવા સામાન 10 ગણા ઓછા ભાવે ખરીદી શકો છો.

હવે પ્રશ્ન એ થાય છે કે આ બજારમાં જવું ક્યાંથી. તો તમને જણાવી દઈએ કે તમે દિલ્લી મેટ્રોથી આ બજારમાં જવા માંગો છો તો મૌજપુર પિંક લાઈનમાં છે. એના માટે તમારે રાજીવ ચૌકથી કશ્મીરી ગેટ જઈને મેટ્રો બદલવી પડશે. ત્યારબાદ રેડ લાઈનથી વેલકમ સુધી જવું પડશે. ત્યારબાદ પિંક લાઈનથી તમે મૌજપુર પહોંચી શકો છો.

દિલ્લીના મૌજપુર બજારમાં એ ટીવી 10 હજાર રૂપિયામાં મળે છે જેની કિંમત બજારમાં 50 હજાર રૂપિયા સુધી હોય છે. તેમજ 32 ઇંચની એલઇડી ટીવી તમે ફક્ત 5 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. એના સિવાય 43 ઈંચની ટીવી 15 હજાર રૂપિયા સુધીમાં ખરીદી શકાય છે.

હવે અહીં બીજો એક પ્રશ્ન એ થાય છે કે, આ બજારમાં વસ્તુઓ આટલી સસ્તી કેવી રીતે મળે છે? અને આ વસ્તુઓની કોઈ ગેરંટી હોય છે? તો તમને જણાવી દઈએ કે આ બજારમાં મળતી વસ્તુઓ સેકેંડ હેંડ હોય છે. પરંતુ એની બોડીને બદલીને એને નવા જેવી કરી દેવામાં આવે છે. આ બજારમાં વેચાતા સામાન પર વધુમાં વધુ ત્રણ મહિનાની ગેરંટી મળી શકે છે.

આ બજારમાં તમને માઇક્રોવેવ ફક્ત 2 હજાર રૂપિયામાં મળી જશે. તેમજ તમે ફૂલ સાઈઝ વોશિંગ મશીન 4 હજાર રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ બજારમાં એ વસ્તુઓની કિંમત ઘણી ઓછી હોય છે જેનો ઉપયોગ વધારે સમય સુધી કરવામાં આવ્યો હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.