ચેન્નાઈનું અષ્ટલક્ષ્મી મંદિર, દર્શન માત્રથી દેવી કરે છે ધનનો વરસાદ.

ભારત ધર્મ અને પરંપરાઓ પ્રદર્શિત કરતો એક મહાન દેશ છે. અહિયાં અસંખ્ય ધાર્મિક સ્થળ છે. દરેક ધાર્મિક સ્થળ એક ઇતિહાસ અને તેની સાથે જોડાયેલુ મહત્વ અને માન્યતા પ્રદર્શિત કરે છે. આ સ્થળો સાથે લોકોની ભાવનાઓ એટલી વધુ જોડાયેલી હોય છે કે, તેને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે.

હિન્દુ, શિખ, મુસ્લિમ, ઇસાઇ દરેક ધર્મને ભારત મહત્તા પાપ્ત થાય છે. આ ધર્મો સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનું પણ તેમના મહત્વને કારણે દૂર દૂરથી લોકો જોવા આવે છે. વિદેશો સુધી આ ધાર્મિક સ્થળો જાણીતા છે.

માતા અષ્ટલક્ષ્મી મંદિર :-

આ સ્થળો માંથી એક છે ચેન્નઈમાં આવેલા ‘માતા અષ્ટલક્ષ્મી મંદિર’. ચેન્નઈમાં આવનારા દરેક પ્રવાસીઓ, પછી ભલે તે ભારતથી જ હોય કે પછી વિદેશી હોય આ મંદિરમાં દર્શન કરવા જરુર આવે છે.

આ મંદિર ચેન્નઈની આડયાર સમુદ્ર કિનારે આવેલું છે. આ મંદિરની ખાસિયત અહીં વિરાજમાન માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો જ છે, તેથી આ મંદિર અષ્ટલક્ષ્મીના નામથી જાણીતું છે. માન્યતા છે કે અહીં અષ્ટલક્ષ્મીના દર્શનથી ભક્તોને પૈસા, વિદ્યા, સમૃદ્ધિ, શક્તિ અને સુખ પ્રાપ્ત થાય છે.

બહારથી મંદિર અત્યંત સુંદર છે. દક્ષિણ ભારતના અન્ય મંદિરોની જેમ, આ મંદિર પણ વિશાળ ઘુમ્મટ વાળું છે. મંદિર દેવી લક્ષ્મીની આઠ મૂર્તિઓ જુદા જુદા સ્થળ ઉપર સ્થાપિત છે.

અહીં આદિ લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, ગજ લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, વિજયા લક્ષ્મી, સંતના લક્ષ્મી અને ધન લક્ષ્મીના દર્શન થાય છે. બધા મંદિરો ઘડિયાળના કાંટાઓની જેમ આગળ વધતા જોવા મળે છે.

મંદિરોની આ લાંબી લાઈનમાં એકદમ છેલ્લે નવમું મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું છે. દાંપત્ય જીવનનું સુખ માગતા ભક્ત આ મંદિરના દર્શન કર્યા વગર જતા નથી.

ઇતિહાસ મુજબ મંદિરનું બાંધકામ 1974 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ સ્થળ વરદચેરીયારની આગેવાનીમાં બનેલી સમિતિએ કરાવ્યુ હતું. 5 એપ્રિલ 1976 થી આ મંદિરમાં વિધિસર પૂજા-અર્ચના શરૂ થઇ હતી.

મંદિર પર બનેલી કળાકૃતિ અને તેના આકારને જોઈને વિદેશી ઘણા ખુશ અને ચકિત બની જાય છે. મંદિરની ડિઝાઇન ૐ ના આકારનું છે. આ મંદિર 65 ફૂટ લાંબુ અને 45 ફૂટ પહોળું છે.

મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ઈચ્છા મુજબ ચડાવો ચડાવે છે. દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ઘણું પ્રિય છે, તેથી અહીંયા આવનારા મોટાભાગના બધા ભક્ત માતા માટે કમળનું ફૂલ જરૂર અર્પણ કરે છે.

અહીંયા આઠ કમળનાં ફૂલો ચડાવવાનો રીવાજ છે. કારણ કે મંદિરમાં માતા લક્ષ્મીના આઠ સ્વરૂપ બિરાજમાન છે, તેથી ભક્ત પ્રત્યેક સ્વરૂપને ચડાવવા માટે અલગ અલગ કમળના ફૂલો લઈ આવે છે.

મંદિર અંદરથી પણ અત્યંત સુંદર છે. આ ત્રણ માળનું મંદિર છે, જેની ચારે બાજુ વિશાળ આંગણું છે. મંદિર સંકુલમાં પૂજા સામ્રાગીની દુકાનો પણ છે.

મંદિરના કપાટ દર્શન માટે સવારે ૬.૩૦ વાગ્યે ખુલી જાય છે. કપાટ બપોર 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહે છે અને પછી ખુલ્લું થયા પછી રાત્રે 9 વાગે જ બંધ થાય છે.

મંદિર સુધી પહોંચવાની રીત ખૂબ સરળ છે. આ મંદિર ચેન્નઈના બેસેંટ નગરમાં આવેલું છે. ચેન્નાઈ સેન્ટ્રલ અથવા શહેરના દરેક ખૂણેથી બેસેંટ નગર માટે બસો સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. મંદિર બસ સ્ટોપથી પગપાળા રસ્તા ઉપર આવેલું છે.