છગન : શું થયું મગન? આજે મૂડમાં નથી લાગતો. મગન : અરે યાર શું વાત કરું? ગઈ કાલે…

જોક્સ :

સમાજ સેવિકા ટીના બહેન ડારુંબંધીના પ્રચાર માટે દરરોજ એક ડારુંના અડ્ડાના દરવાજા પાસે ઉભા રહી અંદર જવા વાળાને રોકીને ડારું ના પીવા માટે સમજાવતા.

એક દિવસ પપ્પુ અડ્ડામાં દાખલ થતો હતો તો ટીના એ તેને રોક્યો.

ટીના : તમે અહીં રોજ આવો છો?

પપ્પુ : રોજ તો નહીં પણ ઘણીવાર આવું છું.

ટીના : મારે તમને ડારું પીવાથી શું નુકશાન થાય એના વિશે વાત કરવી છે.

પપ્પુ : તમે કોઈ દિવસ ડારું પીધો છે?

ટીના : તમે કેવી વાત કરી રહ્યા છો!

પપ્પુ : તમે કોઈ દિવસ ડારું પીધો જ નથી તો તમને ડારું પીવાથી શું નુકશાન થાય એ કહેવાનો અધિકાર નથી.

ટીના : તો મારે શું કરવું?

પપ્પુ : તમે મારી સાથે અંદર ચાલો અને મારી સાથે બે પેગ ડારું પીવો પછી આપણે ચર્ચા કરીશું.

ટીના : તમારી વાત સાચી, પણ હું અંદર આવું તો મારી ઈજ્જતના ધજાગરા થાય, અને બહાર પણ કોઈ મારા હાથમાં ગ્લાસ જોવે તો મારું નામ ખરાબ થાય.

પપ્પુ : તો શું કરવું જોઈએ?

ટીના : તમે એક કામ કરો, અંદરથી સ્ટીલના ગ્લાસમાં બે પેગ ડારું તૈયાર કરીને મને આપો. હું એ પ્રયોગ કરવા તૈયાર છું.

પપ્પુ અંદર ગયો અને ઓર્ડર આપ્યો એટલે અડ્ડાવાળાએ આસિસ્ટન્ટને બૂમ મારી,

“સ્ટીલના ગ્લાસમાં બે પેગ વ્હિસ્કી બનાવ બહાર સમાજ સેવિકા બહેન આવી ગયા લાગે છે.”

પપ્પુને એ દિવસે ડારુંનો નશો ચડ્યો જ નહીં.

જોક્સ :

છગન : શું થયું મગન? આજે મૂડમાં નથી લાગતો.

મગન : અરે યાર શું વાત કરું? ગઈ કાલે હું થાકીને ઘરે પહોંચ્યો ત્યાં તારી ભાભીએ ફિલ્મ જોવા જવા કહ્યું.

મેં એને બહુ સમજાવી કે આજે ઓફિસમાં બહુ કામ હતું. તેમાં વળી ફેટકરીમાં કારીગરોએ હડતાળ ઉપર જવાની ધમકી આપી છે એનું ટેન્શન.

મેં તેને કહ્યું કે બેંકવાળા પણ ઓવરડ્રાફ્ટ ભરી દેવાનું દબાણ કરે છે, એટલે બધે ઉઘરાણી કરવા લોકલ ટ્રેનમાં બેસી છેક વાપી ગયો અને ચાર કલાકે હડદોલા ખાતો હમણાં પાછો આવું છું. અને આ બધા ટેન્શનથી મારું માથું ફાટે છે, એટલે ઊંઘની ગોળી લઈને સુઈ જવું છે.

છગને વચ્ચે વાત અટકાવીને પૂછ્યું : એ બધી વાત છોડ પછી કંઈ ફિલ્મ જોવા ગયા.

જોક્સ :

પપ્પુ : ભાઈ તારા હાથ પગ કઈ રીતે તૂટી ગયા?

ગપ્પુ : છોકરીના ફોન રિચાર્જનાં ચક્કરમાં.

પપ્પુ : કેમ ભાઈ? રિચાર્જના પૈસા નહિ આપ્યા કે?

ગપ્પુ : અરે ભાઈ જે દુકાન પર રિચાર્જ કરાવવા ગયો હતો,

તે દુકાનદાર છોકરીનો ભાઈ નીકળ્યો.

જોક્સ :

પપ્પુને રસ્તામાં સ્કુલમાં સાથે ભણતી એક છોકરી દેખાઈ.

પપ્પુએ પૂછ્યું : તને યાદ છે આપણે સાથે ભણતા હતા?

છોકરીએ જવાબ આપ્યો : ભણતી તો હું હતી, તું તો મરઘો બનતો હતો.

જોક્સ :

સંતા : સવાર સવારમાં પાડોશી બોલી રહી હતી,

મારા પેટમાં ઉંદર દોડી રહ્યા છે.

બંતા : તો પછી તે શું કર્યું?

સંતા : મેં એને ઉંદર મારવાની દવા ખવડાવી દીધી.

2 કલાકથી ઊંઘી રહી છે, થેંક્યુ પણ ના બોલી.

જોક્સ :

પરમ સત્ય જ્ઞાન…..

સર્વશ્રેષ્ઠ યોગાસન : પત્ની કાંઈ કહે તો ગરદન બે વાર ઉપર નીચે કરો.

ફાયદો : એનાથી તમારું જીવન ખુશહાલ રહેશે.

ધ્યાન રહે – ભૂલથી પણ ગરદન ડાબે-જમણે ન કરવી,

આ જીવલેણ હોઈ શકે છે.

જોક્સ :

પત્ની : જયારે હું લગ્ન કરીને અહીં આવી હતી, ત્યારે ઘરમાં ઘણા મચ્છર હતા,

હવે તો જરા પણ મચ્છર નથી. એવું કેમ?

પતિ : આપણા લગ્ન થયા પછી મચ્છરોએ એ કહીને મારું ઘર છોડ્યું કે,

હવે તો પરમનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે,

અમારા માટે તો કાંઈ બચશે જ નહિ.

જોક્સ :

કુંવારા લોકોની એક મોટી સમસ્યા છે કે,

જયારે પણ કોઈ લગ્નમાં જાય છે,

તો દરેક વખતે કોઈને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જ જાય છે.