છાનામાના વાંચી લો આ લેખ, ટોપર બની જશો, સ્કૂલ અને કોલેજમાં ટોપર બનવાનું સિક્રેટ.

ટોપર બનવા માટે તમારે શું જોઈએ, ટોપર બનવા માટે અભ્યાસ કરવાની રીત આવડવી જોઈએ, તમે વિચાર શો એ છોકરો કે છોકરી એટલે મોડે સુધી કેવી રીતે અભ્યાસ કરી શકે છે? અને હું પાંચ મોનીટ બેસું છું, તો ઉઠીને ભાગવાનું મન થાય છે, અને હજારો વાતો મગજમાં આવતી રહે છે અને વાચવાને બદલે આ કરી લઉં મજા આવશે, તમારી ટેવો અને ડીસીપ્લીનને એવી બનાવો જેથી અભ્યાસમાં ધ્યાન આપી શકાય, પરંતુ ટેવો અને ડીસીપ્લીન બનાવવામાં ઘણો સમય લાગી શકે છે.

આ માહિતી શેયર કરવા જેવી છે, તો જરૂર કરજો.

અહિયાં અમે તમને એવી વસ્તુ નથી જણાવવામાં જે તમને લાંબા સમય પછી ફાયદો આપી શકે છે, કેમ કે તેનો ફાયદો લાંબા સમય પછી મળે છે, અને તમારી પરીક્ષા નજીક આવી રહી છે, તે વખતે જલ્દી તમે શુ કરી શકશો? ટૂંકો રસ્તો, તે હું તમને જણાવીશ.

જો તમારું મન વાંચવામાં નથી લાગતું અને તમારું મોટીવેશન એકદમ ઝીરો છે, તો તમને વાંચવામાં મન લાગવા લાગશે, બહાર જાવ અને થોડા ફરીને આવો, જયારે પણ આપને વાંચતી વખતે એવું લાગે કે યાર શું આ વાંચવાનું, જરાપણ વાંચવામાં મન ન લાગે તો થોડી વાર માટે ઉઠો અને તમારા ઘરના ધાબા ઉપર ફરવા લાગો. તમને લાગશે કે આમ બહાર જઈને ફરવું સમય બરબાદ કરવા જેવું છે, પરંતુ એવું નથી, ૧૫ મિનીટ ફરવું તમારી મોટીવેશનના લેવલને વધારી દેશે.

વાંચતી વખતે તમને માથું ભારે લાગે છે, તે એકદમ હળવું થઇ જશે, તમારું મગજ એકદમ સ્વચ્છ થઇ જશે અને આ માત્ર આનુભવ જ નહિ પણ સાયન્સએ પણ સાબિત કર્યું છે, એક નહિ ઘણા રીસર્ચમાં જાણવા મળ્યું છે, જયારે તમે ખુલ્લી જગ્યામાં જાવ છો, તો તમારા મગજનો થાક ઓછો થઇ જાય છે, ૧૫ મિનીટ બહાર ફર્યા પછી તમે જયારે ફરી વખત વાચવા બેસશો તો, તમને તમારી એનર્જીમાં ફરક જોવા મળશે.

જયારે ફરતી વખતે તમારા શરીરનું એક રસાયણ જેનું નામ છે, cortisol તે ઓછું થાય છે અને તેથી ફરતી વખતે સારું અનુભવો છો, અને ફરવામાં તમે સારું અનુભવશો, તો વાચવામાં તો તમને આપો આપ જ લાગવા લાગશે.

અને તમારા વાંચવાના ટેબલ ઉપર જરૂર સિવાયની વધારાની વસ્તુ રાખશો તો તેની અસર તમારા મગજ ઉપર પડે છે અને તમારું મન વાંચવામાં લાગશે જ નહિ, અને વારંવાર ધ્યાન ભટકશે, અને જયારે તમારું મગજ સ્વચ્છ જગ્યા જુવે છે, તો તમારું મગજ એકદમ રીલેક્સ રહે છે, તેને કારણે તે વધુ ઝડપથી કામ કરે છે, જ્યાં વાચી રહ્યા છો, ત્યાં એ વસ્તુ રાખો, તેની સાથે જોડાયેલી હોય. જે તમે વાચી રહ્યા છો, એટલા માટે બીજી વસ્તુઓને ક્યાંક બીજે દુર રાખો એટલે કે વાચવાની જગ્યાને સ્વચ્છ રાખો.

દરેક માણસ હંમેશા બે પ્રકારની સ્થિતિમાં રહી શકે છે, high power pose અને low power pose,

જયારે પણ તમે પરીક્ષા આપવા જાવ, ત્યાર પહેલા તમે આવી રીતે power pose માં રહો એટલે કે તમે વોશ રૂમમાં પણ પરીક્ષાના બરોબર પહેલા રહો, તમે નોંધ કરજો કે તમારો ડર એકદમ દુર થઇ જશે, તમે એકદમ રીલેક્સ ફિલ કરશો, ખરેખરમાં તમે આવી રીતે ઉભા રહો છો, કે બેસો છો તો એ તમારા મગજને એક સ્પેશ્યલ સિગ્નલ મોકલે છે, જયારે તમે power pose માં રહો છો.

ક્યારે તમે વિચાર્યું છે કે રેલના પાટા પાસે પથ્થર કેમ રાખવામાં આવે છે, ટ્રેનની પાછળ X કેમ લખવામાં આવે છે, કોલ્ડ ડ્રીંકના ઢાકણા ઉપર અંદરના ભાગમાં પ્લાસ્ટિકની ડીસ કેમ હોય છે?

અભ્યાસમાં રસ ઉભો કરો એક જાદુઈ રીતથી :-

અભ્યાસને તમારે થોડો પણ રસ પડે તેવો બનાવવો છે, તો તમારે અભ્યાસ પ્રત્યે રસ ઉભો કરવો ઘણું જરૂરી છે, એટલે અભ્યાસ પ્રત્યે રસ ઉભો કરો, એટલે એક પ્રશ્ન ઉભો થાય છે કે અભ્યાસમાં રસ કેવી રીતે ઉભો કરવો? સીધા અભ્યાસમાં ઉતરી જશો, તો તમને અભ્યાસમાં મજા નહિ આવે, તમે જે વિષય વાચવા જઈ રહ્યા છો, તેને ઊંડાણ વાચવાને બદલે તેના મુખ્ય ભાગને વાચવા જરૂરી છે, ત્યારે તમારી અંદર એનર્જી આવશે, અને તમને કંટાળાજનક નહિ લાગે.

જો તમને કહેવામાં આવે કે કોમ્પ્યુટરમાં c++ વિષે વાંચવાનું કહેવામાં આવે તો તમને મજા નહિ આવે પરંતુ તમને કહેવામાં આવે છે કે પબજી ગેમ c++ ઉપરથી બનાવવામાં આવી છે, તો તમને વાંચવામાં રસ પડશે, અને તમે કેટલું પણ ઊંડાણ પૂર્વક વાચો, તો પણ તમને કંટાળાજનક નહિ લાગે, કેમ કે તમને ખબર છે કે મસ્ત મસ્ત ગેમ તેના દ્વારા બનાવી શકાય છે.

એટલે કે પુસ્તકની અંદર જવા માટે તેના મુખ્ય ભાવને જોઈ લો, જયારે પણ તમે સાયન્સનું પુસ્તક વાચી રહ્યા છો, તો પહેલા તમારે તેના દ્વારા બનેલી વસ્તુ જેવી કે પંખા, મોટર સાયકલ, વગેરેને ધ્યાનમાં રાખીને વાંચશો, તો તમને તેમાં રસ પડશે અને વાંચતી વખતે વચ્ચે વચ્ચે તમે તમારા ભાવને તેની સાથે જોડતા રહેશો.

વાચ્યા પછી તમે જાતે જ તમને ગીફ્ટ આપો, જેમ કે તમે અભ્યાસ પછી મન ગમતી ગેમ રમો અને પછી મન થાય છે થોડું ખાઈ લેવાનું, અને પછી મોબાઈલ ચેક કરશો અને પછી એક સાંકળ બનતી જશે અને પાછા અભ્યાસ ઉપર આવવામાં તકલીફ થાય છે, અને આ વસ્તુ મોટાભાગના વિદ્યાર્થીઓ સાથે બને છે, એટલા માટે જયારે પણ આવું બને તો તમારે તરત પાછા અભ્યાસ ઉપર આવી જવાનું છે અને નક્કી કરવાનું છે કે દુનિયા આમથી તેમ થઇ જાય મારે આ વાંચવાનું પૂરું જ કરવું છે.

અને એક ટાર્ગેટ નક્કી કરો અને તેની ઉપર ફોકસ કરો, જેમ કે ૧ ચેપ્ટર વાંચવું છે તો ૧ ઉપર જ ધ્યાન આપો બીજા ઉપર ધ્યાન ન આપો, અને તમે એક વસ્તુ ઉપર જ ફોકસ કરો છો, તો તમારી એકાગ્રતા વધી જાય છે, ઘણા વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરે છે. એકાગ્રતા વધારવાની ટીપ્સ ઉપર, પરંતુ એકાગ્રતા વધારવા માટે એક જ ટીપ્સ છે કે કોઈ પણ એક વસ્તુ ઉપર ફોકસ કરો. આપો આપ એકાગ્રતા વધી જશે. એક સમયે હજારો વસ્તુ ઉપર ધ્યાન ન આપો એક જ વસ્તુ ઉપર ધ્યાન આપો, નહિ તો એક પણ સારી રીતે નહિ સમજી શકો. માટે ૧ ટાઈમ ૧ ચેપ્ટર.

ધીમે ધીમે વધો એટલે કે તમે ૧ કલાક વાચો છો, તો એક કલાક ૨ મિનીટ કે એક કલાક ૫ મિનીટ વાચો અને બીજા દિવસે વધુ પાંચ મિનીટ વધારો આમ કરતા કરતા તમારા મગજને એક સાથે દબાણ નહિ પડે, પાચ મિનીટ વધારતા રહેવાથી થોડા દિવસોમાં કલાકોમાં બદલાઈ જશે, અને તમને ખબર પણ નહિ પડે, આ એક પ્રેક્ટીકલ પદ્ધતિ છે, જે તમારા માટે કામ જરૂર કરશે.

એકાંતમાં વાચો :-

એકલા વાંચવાથી સારી બીજી પદ્ધતિ નથી હોતી ઘણા લોકો ગ્રુપમાં જ વાચતા હોય છે, તમે તમારા આત્માને પૂછો કે ગ્રુપમાં વાંચવાથી તમે મજાક મસ્તી જ કરો છો ને, જાદુઈ આઈડિયા એકાંતમાં જ આવે છે, અને આજની દુનિયા ડીઝીટલ દુનિયા છે એટલે એકાંતમાં પણ સ્માર્ટ ફોન દ્વારા મિત્રો સાથે રહેતા હોઈએ છીએ, તો વાંચતી વખતે ફોનને પણ દુર રાખશો.

બે પ્રકારના લોકો હોય છે ૧ એવું સમજે છે કે આપણે આનાથી વધુ આગળ વધી શકતા નથી અને બીજા એવું માને છે કે પ્રયાસ કરતા કરતા આગળ વધી જઈશું. અને જે એવું માને છે કે પોતાનો અઈક્યુ વધી શકે છે, તો તેનો ખરેખર અઈક્યુ વધે છે અને તે અભ્યાસમાં વધુ આગળ વધતા રહે છે, એક વખત વાંચે છે, તે તેમણે ઘણા દિવસો સુધી યાદ રહે છે, એટલે સકારાત્મક મગજના રહો કે તમારો અઈક્યુ વધી શકે છે. તે જન્મથી ફિક્સ નથી હોતું, જે માત્ર મગજની ઉપજ છે.

વારંવાર વાંચવું તે પણ જરૂરી નથી અને તમે એવું વિચારો કે ટોપર કેવી રીતે યાદ રાખે છે? અને તમે એક વખત વાચીને ચેક કરો કે તમને યાદ રહી ગયું કે નહિ, અને ઘણા અભ્યાસમાં એ સાબિત થયું છે. આ રીતે તમારું મગજ હંમેશા તૈયાર રહે છે અને બ્રેઈન પાવર વધવા લાગે છે અને શરુઆતમાં એક વખત નહિ તો ત્રણ ચાર વખતમાં યાદ રહેશે અને પ્રયાસ કરવાથી એક વખત એવો આવશે કે તમને એક વખતમાં જ યાદ રહી જશે.

આ માહિતી જરૂર શેયર કરજો. જય હિન્દ…