નીચે થી દોસ્તરે કહ્યું ”રુક જા તેરી વિડીયો બનાતા હું” અને બની ગઈ બાળક ની છેલ્લી વિડીયો

 

વરસાદી સીઝન માં ગામે ગામ મોટા જળાશયો માં પાણી ભરાયા હોય ત્યારે સહેજે જ લોકો તેમાં નહાવા ની લાલચ રે અને ખાસ કરી ને બાળકો કિશોર યુવા માં આ એક શોખ બની જાય.

નહાવા જતા બાળકો કિશોરો એકબીજા થી વધુ ખતરનાક સ્ટંટ કરવા માં જીવ ખોઈ બેસતા હોય છે. કેટલાય કિસ્સા એવા બને છે જેમાં નદી માં નહાવા જતા કિશોર કે બાળકો નાં મૃત્યુ થતા હોય છે.

પહેલા નાં સમય માં ખાલી આનંદ માણવા નદી માં તરવા જતા જ્યારે હવે વિડીયો બનાવા માટે જતા હોય છે જેમાં ખતરનાક સ્ટંટ કરી ને એમના ગાંડાવેડા ને બહાદુરી ગર્વ માં ભાન ભૂલે છે. આવું કરવા માં કેટલાય લોકો નાં જાન જતા હોય છે ને હવે એની વિડીયો પણ બનાવતા હોય છે એટલે તમે એ લોકો ને મૃત્યુ પામતા પણ જોઈ શકો છો.

આ વિડીયો ઉત્તરપ્રદેશ નાં બિજનોર નો છે જેમાં સાહિલ નામ નો બાળક એના દોસ્તો સાથે સ્ટંટ કરે છે જેમાં તેના ત્રણ મિત્રો પહેલા ધીમે ધીમે પગ નીચે નાખી ને કુદે છે જ્યારે આ સાહિલ વધુ પડતા સ્ટન્ટ બતાવા ના ચક્કર માં એક પાળી પરથી નીચે માથું કરી ને કૂદકો લગાવે છે. કુદતા પહેલા નીચે થી એનો મિત્ર કહે છે ”રુક જા તેરી વિડીયો બનાતા હું” વિડીયો ચાલુ થાય છે ત્યારે એને નીચે કૂદતો વિડીયો જોઈ શકો છો।

સાહિલ જે જગ્યાએ કૂદયો ત્યાં પાણી ઓછું હતું જેના કારણે તેનું માથું નીચે પટકાયું અને મણકા માં ફેક્ચર થઇ ગયું અને ત્યાંજ એના પગ કામ કરતા બંધ થઇ ગયા હતા.ત્યારબાદ તેનું મૃત્યુ થયું છે.

વરસાદી સીઝન માં ઠેર ઠેર તળાવો સરોવરો ભરાયેલા હોય ત્યારે આજુબાજુ માંથી ભુસકા માર્યા વિના શાંતિ થી સેફટી પૂર્વક મજા લેવી જોઈએ। કોઈ બતાવી દેવાના કે બીજા થી વધુ ખતરનાક સ્ટંટ કરવા ના ચક્કર માં ના પડવું જોઈએ। ને ખાસ મોબાઈલ માં વિડીયો પાડવા તો નાજ કરતા.

વિડીયો 

https://youtu.be/VC8Jt-36Lj8


Posted

in

,

by