ઓરિસ્સાની પ્રખ્યાત મીઠાઈ “છેના પોડા” બનાવવાની સરળ રીત, ભગવાન જગન્નાથને ધરવામાં આવે છે આ મીઠાઈ.

મિત્રો, આજે આપણે ઓરિસ્સા ની પ્રખ્યાત મીઠાઈ એવી છેના પોડા બનાવીશું. બેકડ ચિઝ કેક ના નામ થઈ પણ ઓળખાય છે.

ભગવાન જગન્નાથ ને પણ છેના પોડા ધરવામાં આવે છે. તેનો સ્વાદ ખૂબ જ લાજવાબ છે.

અને જ્યારે ભગવાન જગન્નાથ ને ધરાવામાં આવેલ પ્રસાદ હોય પછી વાત જ શું હોય. મેં આ છેના પોડા ને કેક મોલ્ડ માં બનાવેલ છે.

રેસીપી નું નામ – છેના પોડા

૧ લીટર દૂધ

૧ લીંબુ

૧૦૦ ગ્રામ ખાંડ

૩ ચમચી રવો

૧ ચમચી મેંદો

૧/૨ ચમચી બેકીંગ પાઉડર

૧ ચમચી ટુકડા કાજુ

૧ ચમચી ધી

રીત :

સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી ઉભરો આવે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરવો.

દૂધ ફાટી જાય એટલે તેને ગળણી માં કાઢી લેવું.

હવે પનીર ને બાઉલ માં લઇ બરાબર મિક્સ કરી લેવું.

તેમાં મેંદો, રવો, બેકીંગ પાઉડર, ઘી ઉમેરી મિક્સ કરી લેવુ.

હવે તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર અને કાજુ ઉમેરી બરાબર મિક્સ કરવુ.

ગ્રીસ કરેલ વાસણ માં આ મિક્સર સેટ કરવું.

હવે કુકર માં મીઠું નાખી તેના પર રિંગ મૂકી ૩૦ થી ૩૫ મિનિટ બેક કરવુ. કૂકરના ઢાંકણ ની રિંગ અને સીટી નીકાળી દેવી.

– સૌજન્ય ભુવનસુંદરી રાધાદેવીદાસી.