છોકરાને ઘણા દિવસો સુધી હતો પેટમાં દુ:ખાવો… એક દિવસ ટોયલેટ કરતા પેટ માંથી નીકળ્યું 5.5 ફૂટ લાંબી આ વસ્તુ.

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં રહેવા વાળો એક વ્યક્તિ એક દિવસ હોસ્પિટલ પહોંચ્યો, એણે પોતાના હાથમાં એક પોલીથીન બેગ પકડી હતી, જેની અંદર ટોયલેટ પેપર રોલ મૂક્યું હતું. ત્યાં હાજર ડોકટરે જયારે એ રોલ બહાર કાઢ્યો તો એને જોઈને તે ચોંકી ગયા.

હકીકતમાં એ વ્યક્તિ એ રોલ પર એક ઘણો મોટો ટેપવોર્મ લપેટીને લાવ્યો હતો., જે એના પેટની અંદરથી નીકળ્યો હતો. એની લંબાઈ 5.5 ફૂટ હતી, જેને જોયા પછી ડોક્ટર પોતે ચોંકી ગયા. ટેપવોર્મ એક પ્રકારનો પેરાસાઈટ કીડો (કૃમિ) હોય છે, જે અડધા પાકેલા માંસમાં મળી આવે છે. આ સ્ટોરી અમેરિકાના ફ્રેસ્નો શહેરમાં રહેવા વાળા એક વ્યક્તિની છે, જે ઓગસ્ટ 2017 માં ફ્રેસ્નોના કમ્યુનિટી રિજનલ મેડિકલ સેન્ટરમાં ઈલાજ કરાવવા માટે પહોંચ્યો હતો.

હોસ્પિટલના ડોક્ટર કૈની બેનએ એક દર્દીની વાર્તા ‘વોંટ હર્ટ અ બિટ’ નામની એક સિરીઝમાં જણાવી હતી. ડોક્ટર અનુસાર એ વ્યક્તિ ડાયરિયાને કારણે પેટમાં દુ:ખાવો અને પેટમાં મરડાવાની પીડા સામે લડી રહ્યો હતો. એક દિવસ એ હોસ્પિટલ આવ્યો અને મને પેટના કૃમિનો ઈલાજ કરવા માટે કહેવા લાગ્યો. ત્યાર બાદ એ વ્યક્તિએ જે કર્યુ એ જોઈને ડોક્ટર કૈની ચકિત રહી ગયા.

પોતાની સમસ્યા જણાવતા દરમ્યાન એ વ્યક્તિએ ડોકટરના હાથમાં એક પોલીથીન બેગ આપી. જેમાં એક ખાલી ટોયલેટ રોલ મુક્યો હતો, જેની ઉપર કંઈક લપેટેલું હતું. જયારે ડોક્ટરે એને બહાર કાઢીને જોયું તો તે ચકિત રહી ગયા. કારણ કે એની ઉપર એક ઘણો મોટો ટેપવોર્મ કૃમિ લપેટેલો હતો. જે દર્દીના પેટ માંથી નીકળયો હતો.

દર્દીએ જણાવ્યું, કે એક દિવસ પેટમાં ભયંકર દુઃખાવો થવા પર જયારે તે ફ્રેશ થવા માટે ટોયલેટમાં ગયો, તો એને પોતાના પેટ માંથી કંઈકે નીકળતું દેખાયું, જેને જોઈને પહેલા તો તે ડરી ગયો. પણ થોડી હિમ્મત દાખવીને જયારે એણે એને ખેંચાવાનું શરુ કર્યુ, તો એ વસ્તુ ઘણા સમય સુધી બહાર નીકળતી જ રહી. એ એક પ્રકારનો કૃમિ હતો અને હલી રહ્યો હતો. વ્યક્તિના પેટમાંથી નીકળેલ પેરાસાઈટ વોર્મ (પરજીવી કૃમિ) 5 ફૂટ 6 ઈંચ એટલે કે સાડા 5 ફૂટનો હતો.

ડોક્ટર બેનની સહયોગી ડોક્ટર મેસનએ જણાવ્યું કે ટેપવોર્મ 40 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે. એ પરજીવી કૃમિ દર્દીના પેટમાં જ મોટા થતા રહે છે. એ દરમ્યાન જો એ કૃમિ મળદ્વાર સુધી પહોંચી જાય તો એના બહાર નીકળવાની સંભાવના વધી જાય છે. પેટમાંથી નીકળેલા એ વિચિત્ર કૃમિને એ વ્યક્તિ ખાલી ટોયલેટ રોલમાં લપેટીને ડોક્ટર પાસે લઈ આવ્યો હતો. એ મરી ગયેલા કૃમિને જોયા પછી ડોક્ટરે જણાવ્યું કે તે એક ટેપવોર્મ હતો, જે મોટાભાગે માંસમાં મળી આવે છે. આ પરજીવી પ્રાણીઓ અને મનુષ્યના પાચનતંત્રને નુકશાન પહોંચાડે છે.

દર્દીએ ડોક્ટરને જણાવ્યું કે એને સાલ્મન માછલી માંથી બનવા વાળી, સાશિમી નામની એક જાપાની ડીશ ખાવાની પસંદ છે, જે કાચા માંસ માંથી બને છે. દર્દીને લાગ્યું કે એ જ ડિશને કારણે એ કૃમિ એના પેટમાં પહોંચ્યો હશે. પરંતુ ડોક્ટરે જણાવ્યું કે એ ફક્ત માંસ જ નહિ પણ એને કઈ રીતે પકવવામાં આવે છે એના પર પણ નિર્ભર કરે છે. ડોક્ટર અનુસાર આ પેરાસાઈટ વોર્મ મનુષ્યને વધારે નુકશાન નથી પહોંચાડતા, પરંતુ એના કારણે પેટમાં દુઃખાવો, પેટમાં મરડાવાની પીડા , ઉલ્ટી અને ડાયરિયા જેવી બીમારી થઈ શકે છે. જે દવાઓથી સારું થઈ જાય છે.