છોકરીઓને જરા પણ પસંદ નથી આવતા આ પાંચ પ્રકારના છોકરા, ક્યાંક તમે નથી ને તેમાં ના એક

 

છોકરીઓને નથી ગમતા આ પ્રકારના છોકરાઓ : દરેક છોકરાના જીવનમાં એક છોકરીની જરૂરિયાત રહે છે. આજકાલના દરેક છોકરા એવું ઈચ્છે છે કે તેની એક સુંદર એવી ગર્લફ્રેન્ડ હોય. ઘણા છોકરા તેના માટે પ્રયત્ન પણ કરે છે, પણ તેને સફળતા નથી મળતી. જયારે ઘણી છોકરાઓનું નસીબ ઘણું સારું હોય છે, તેને કોઈ મુશ્કેલી વગર જ ગર્લફ્રેન્ડ મળી જાય છે. હમેશા છોકરીઓને એવા છોકરાઓ ગમે છે જે તંદુરસ્તીનું વધુ ધ્યાન રાખે છે. તેની સાથે જ ઘણા છોકરા થોડી વાતોને ધ્યાન બહાર કરી દે છે, જેને કારણે છોકરીઓ તેને પસંદ કરતી નથી.

 

આરોગ્યનું ધ્યાન ન રાખવાથી આવી શકે છે ઘણી બીમારીઓ

છોકરીઓ કોઈપણ છોકરાને બોયફ્રેન્ડ બનાવતા પહેલા તેની થોડી ટેવો વિષે પહેલાથી જ જાણી લેવા માંગે છે. તેમાંથી સૌથી પહેલી ટેવ છે, ફીટ રહેવાની. હમેશા તમે જોયું હશે કે અમુક લોકો ઘણા આળસુ પ્રકૃતિના હોય છે. તે પોતાના આરોગ્યનું સારી રીતે ધ્યાન નથી રાખી શકતા. તેને કારણે જ તે ઘણી વખત બીમારીઓની ઝપટમાં પણ આવી જાય છે. છોકરીઓ એવા છોકરાને પસંદ કરે છે જે હમેશા ફીટ રહે છે અને દરેક સમયે તેનું ધ્યાન રાખે છે.

આરોગ્ય સબંધી સમસ્યાઓ થી ઘેરાયેલ છોકરાથી દુર ભાગે છે છોકરીઓ:

જાણીતા મનોચિકિત્સક ડૉ. અનામિકા પાપડીવાલા કહે છે કે છોકરાઓની થોડી એવી આરોગ્ય સ્થિતિ હોય છે, જે છોકરીઓ જરાપણ પસંદ નથી કરતી. ઘણી વખત તેમની આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી તેને શરમાવું પડે છે. જો આ સમસ્યાઓને યોગ્ય સમયે ઠીક કરી લેવામાં આવે તો છોકરાને છોકરીઓ પસંદ કરવા લાગે છે. ડૉ. અનામિકા મુજબ છોકરાની આ પાંચ આરોગ્ય સબંધી સમસ્યાઓ ને કારણે છોકરીઓ તેને પસંદ નથી કરતી.

આવા પ્રકારના છોકરા ને નથી પસંદ કરતી છોકરીઓ :

જેનું પેટ નીકળેલ હોય છે :

એવું કહેવામાં આવે છે કે જે છોકરાનું પેટ નીકળેલ હોય છે, તે ઘણા આળસુ હોય છે. તેની આ ટેવને કારણે તેનાથી છોકરીઓ દુર રહેવાનો પ્રયાસ કરે છે.

નસકોરા બોલાવતા છોકરા :

હમેશા આગળ જોયું હશે કે ઘણા લોકો રાત્રે સુતા સમયે નસકોરા બોલાવે છે. ઘણા લોકોના નસકોરા નો અવાજ એટલો વધુ હોય છે કે બાજુના રૂમમાં પણ સંભળાય છે. જે છોકરાઓ નસકોરા બોલાવે છે તેને પણ છોકરીઓ પસંદ નથી કરતી.

જે છોકરાઓના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય :

હમેશા જે લોકો સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા, તેના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. થોડા એવા પણ આળસુ લોકો છે જે ગરમીના દિવસોમાં પણ જલ્દી ન્હાવાનું પસંદ નથી કરતા. જે છોકરાઓના શરીરમાંથી દુર્ગંધ આવે છે, છોકરીઓ તે છોકરાઓથી દુર ભાગે છે.

પીળા દાંત વાળા છોકરા :

જે લોકો પોતાના મોઢાની સાફ સફાઈ નું ધ્યાન નથી આપતા, તેના દાંત ઘણા જલ્દી પીળા પડી જાય છે. જે છોકરાઓના દાંત પીળા હોય છે, તે છોકરાઓને ખુબ ઓછી છોકરીઓ પસંદ કરે છે. છોકરીઓ હમેશા મજબુત અને ચમકદાર દાંત વાળા છોકરા જ સારા લાગે છે.

ખરાબ વાળ વાળા છોકરા :

જે છોકરાઓના વાળ ખરાબ હોય છે, તેને પણ જલ્દી છોકરીઓ પસંદ નથી કરતી. તેથી છોકરાઓએ પોતાના વાળનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે