છોકરીઓના રૂમમાં હતા હિડન(છુપા) કેમેરા, મકાન માલિક બનાવતો હતો વિડિઓ.

પોલીસે એ ગુપ્ત કેમેરો જપ્ત કરી લીધો છે જેને આરોપી એ પોતાના મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરેલો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી મકાન માલિક ચાર રૂમના ફ્લેટમાં પોતાના ઘરડા માતા પિતા સાથે રહે છે.

દક્ષીણ મુંબઈમાં એક મકાન માલિક પોતાના ઘરમાં ગુપ્ત કેમેરાથી પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી ત્રણ છોકરીઓનો વિડીયો બનાવતો હતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જયારે મકાન માલિક છોકરીઓની વાતચીતને દોહરાવી રહ્યો હતો. છોકરીઓને જયારે શંકા ગઈ તો તેમણે પોતાના રૂમની તપાસ કરી. રૂમમાં તેમને એક ઇલેક્ટ્રોનીક એડેપ્ટર મળ્યું. ત્યાર પછી તે ખુલાસો થયો કે મકાન માલિક તેનો વિડીયો બનાવતો હતો.

આ ઘટના ૧૯ ડીસેમ્બરની છે, પરંતુ હવે મીડિયામાં સામે આવી, પોલીસ એ ગુપ્ત કેમેરો લગાવવાના આરોપમાં ૪૭ વર્ષના મકાન માલિકની ધરપકડ કરી છે. ડીબી માર્ગ પોલીસે આરોપી ઉપર આઈટી એક્ટ અને મહિલાનું અંગત ખુલ્લું પાડવાની કલમમાં કેસ દાખલ કર્યો છે.

હાલમાં તેને શરતી જામીન મળી ગયા છે. પોલીસ એ તે ગુપ્ત કેમેરાને જપ્ત કરી લીધો છે. જેને આરોપીએ પોતાના મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરેલો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી મકાન માલિક ચાર રૂમના ફ્લેટમાં પોતાના ઘરડા માતા પિતા સાથે રહે છે.

તેણે ત્રણ છોકરીઓને ઘરનો જ એક રૂમ ભાડે રહેવા માટે આપેલ હતો. એક દિવસ છોકરીઓને શંકા ગઈ કે મકાન માલિક તેની વાતો રેકોર્ડ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન એક છોકરીને રૂમમાં ઇલેક્ટ્રિક એડેપ્ટર લાગેલું મળ્યું. તેને તેને એક કપડાથી છુપાવી રાખ્યું હતું. જયારે છોકરીઓ એ ઇલેક્ટ્રિક એડેપ્ટર ઉપર પ્રશ્ન કર્યો તો તેને વાત ટાળી દીધી અને કહ્યું કે આ એક એન્ટેના બુસ્ટર છે.

તેની ઉપર છોકરીઓ એ એડેપ્ટરનો એક ફોટો પાડીને ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું ત્યારે જઈને રહસ્ય ખુલ્યું કે આ એક ગુપ્ત કેમેરો હતો. તેમણે તાત્કાલિક તેના વિષે પોલીસને જાણ કરી અને કેસ દાખલ કરાવ્યો. હાલમાં પોલીસ કેસની તપાસ કરી રહી છે. જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક આ વિડીયો કુટેજ કોઈ બીજાને તો નથી શેર કરી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.