છૂટાછેડાના 5 વર્ષ પછી સુઝેને ખોલ્યું રહસ્ય, જણાવ્યું ઋતિક સાથે પહેલી મુલાકાત સમયે શું થયું હતું

ઘણી વખત લોકો પોતાના જીવનમાં હંમેશા માટે નથી આવતા, પરંતુ તે જેટલા સમય માટે આવ્યા છે, એક યાદગાર પળ પાછળ છોડી જાય છે. કાંઈક એવું જ ઋત્વિક રોશન અને સુજેન ખાનના સંબંધમાં પણ થયું. ઋત્વિક અને સુજેને વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી બે વ્હાલા દીકરા પણ થયા આમ તો જયારે ૨૦૧૩માં તે બંને અલગ થયા તો દરેક આશ્ચર્યચકિત રહી ગયા.

ત્યાર પછી ૨૦૧૪માં બંનેના છૂટાછેડા પણ લઇ લીધા. છૂટાછેડા થયા પછી સામાન્ય રીતે પતિ પત્ની એક બીજાનું મોઢું પણ જોવાનું પસંદ નથી કરતા, આમ તો ઋત્વિક અને સુજેનની બાબતમાં કહાની થોડી અલગ છે. તે બંને છૂટાછેડાના પાંચ વર્ષ પસાર થઇ ગયા પછી પણ એક સારા દોસ્ત છે. ત્યાં સુધી કે છૂટાછેડા પછી પણ હંમેશા એક બીજાને મળતા રહે છે.

આ કારણે થયા હતા છૂટાછેડા :-

જયારે ઋત્વિક અને સુજેનના છૂટાછેડા થયા હતા, તો બધાના મનમાં બસ એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે ખરેખર આ બંને વચ્ચે એવું શું થયું? જે તેમનું સુખી લગ્ન જીવન તૂટી ગયું. તેવામાં એક ઈન્ટરવ્યુંમાં સુજેને છૂટાછેડાનું સાચું કારણ પણ જણાવતી હતી. સુજેને કહ્યું હતું કે અમે બંને અમારા જીવનના એ સ્ટેજ ઉપર પહોચી ગયા હતા. જ્યાં એક બીજાની સાથે રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું.

છતાં પણ અમે નિર્ણય લોધો કે બંનેની ખુશી માટે સારું છે કે અમે અલગ થઇ જઈએ. અમારા માટે તે જરૂરી હતું કે અમે તે વાતનો સ્વીકાર કરીએ કે અમારા સંબંધ સફળ નથી થઇ રહ્યા. અમે પોતાને આશ્વાસન આપીને આ સંબંધને આગળ નથી નિભાવી શકતા. આમ તો અલગ હોવા છતાં પણ અને બંને એક બીજાથી ઘણા નજીક છીએ અને સારા દોસ્ત પણ છીએ.

કાંઈક આવી હતી પહેલી મલાકાત :-

હાલમાં જ સુજેન નેહા ધૂપિયાના શો ‘BFF’s With Vogue’ માં આવી હતી. અહિયાં તેમણે પોતાના પહેલા પ્રેમ ઋત્વિક અને તેની સાથે ૯૦ના દશકમાં પહેલી મુલાકાત વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે જયારે હું અમેરિકાથી અભ્યાસ કરી ભારત આવી હતી, ત્યારે મારી મુલાકાત આ (ઋત્વિક) સુપરસ્ટાર સાથે થઇ હતી. તે સમયે તેમણે કોઈ ફિલ્મ કરી ન હતી અને તે સુપરસ્ટાર ન હતા, આમ તો મારી નજરમાં હીરો બની ગયા હતા.

મને યાદ છે કે મને ફિલ્મોમાં ક્યારે પણ રસ ન હતો પરંતુ કદાચ મારા નસીબમાં એ (ઋત્વિક) લખાયો હતો. ઋત્વિકે હંમેશા મને સપોર્ટ કરી. લગ્ન નહિ પરંતુ અમારી વચ્ચેની જે દોસ્તી હતી, તે મારા માટે ખાસ અને પવિત્ર બની ગઈ. તે કારણે જ મને આજે પણ એકલી કે દુઃખી અનુભવતી નથી.

ટ્રાફિક સિગ્નલ ઉપર જોતા જ થયો હતો પ્રેમ :-

ઋત્વિક અને સુજેનની લવ સ્ટોરીને લઈને એક બીજી કહાની પ્રસિદ્ધ છે. ખાસ કરીને એક વખત ઋત્વિક અને સુજેન બંનેની ગાડીઓ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભી હતી. તે દરમિયાન જેવી જ ઋત્વિકની નજર સુજેન ઉપર પડી તેને અહેસાસ થઇ ગયો કે તે એ છોકરી છે. જેની સાથે તે પોતાનું આખું જીવન પસાર કરવાનું પસંદ કરશે.

એવું કહેવામાં આવે છે કે ‘કહો ના પ્યાર હે’ ફિલ્મમાં ઋત્વિક અને અમીષા પટેલ વચ્ચે ટ્રાફિક સિગ્નલ વાળો સીન પણ આ ઘટના ઉપરથી પ્રેરિત હતો. પાછળથી સુજેન ઋત્વિકની બહેનની બર્થ ડે પાર્ટીમાં ગેસ્ટ તરીકે પણ આવી હતી. ત્યાં બંનેની દોસ્તી થઇ જે પાછળથી પ્રેમમાં બદલાઈ ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.