છૂટી ગઈ છે ટ્રેન કે ખોવાઈ ગઈ છે ટિકિટ, તો જાણો કેવી રીતે મળશે તમને રિફંડ અને બીજી ટિકિટ?

તમારી ટ્રેન છૂટી ગઈ અથવા તો તમારી ટિકિટ ખોવાઈ ગઈ હોય તો જાણો કેવી રીતે મળી શકાય રીફંડ અથવા બીજી ટિકિટ, ખોવાઈ ગઈ છે તમારી ટિકિટ? તો આવી રીતે મેળવી શકો છો આપની ડુપ્લીકેટ ટિકિટ.

ભારત એક એવો દેશ છે. જ્યાં આજે પણ દેશની મોટાભાગની વસ્તી ટ્રેનથી મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી ઘણા લોકો કરે છે, પરંતુ તેમની સાથે જોડાયેલી ઘણી એવી જાણકારી છે. જેના વિષે બધા લોકો નથી જાણતા અને આ જ જાણકારીના અભાવના કારણે લોકોને ઘણાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે આપને જણાવીએ છીએ કે રેલ્વે મુસાફરોની મુસાફરી સુવ્યવસ્થિત બને તે માટેના વિવિધ પ્રકારના નિયમો બનાવે છે, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે છે.

ઘણી વાર એવું થાય છે કે તમે તમારી ટ્રેનની ટિકિટ સાથે લાવવાનું ભૂલી ગયા અથવા તો તમારી રિઝર્વેશનની ટિકિટ તમારાથી ખોવાઈ જાય છે, તો આવામાં શું તમે તમારી ટ્રેન છોડી દેશો? કારણ કે તમે વગર ટિકિટે મુસાફરી નહી કરી શકો? એટલું નહી પણ જો તમે ભૂલથી તમારી ટિકિટ ઘર પર જ ભૂલી ગયા હોવ અથવા તો તમારી ટ્રેન કોઈ કારણ સર છૂટી જાય તો પછી શું?

તમારા પૈસા ડૂબી ગયા અથવા તો તમારી ટિકિટ જે સ્ટેશન સુધીની છે એના કરતા તમારે આગળના સ્ટેશને જવું હોય તો આવામાં તમે શું કરો છો? ભાગ્યે જ તમને જાણ હશે કે, આ બધા બાબતોને લગતા રેલ્વેમાં ઘણા નિયમો બનાવેલા છે. પરંતુ તે વિશેની માહિતી ન હોવાને કારણે તમે તમારૂ નુકસાન કરાવી લો છો. તો અમે તમને જણાવીએ છીએ કે તમારી ટ્રેન છૂટી ગયા પછી પણ તમે તમારી ટિકિટ ના પૈસા પરત મેળવી શકો છો.

આજે અમે તમને રેલવેના એવા જ ખાસ નિયમો વિશે જણાવીશું જેનાથી તમે તમારી સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકો. જો તમારાથી તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય, તો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, આવા સમયે તમે શું કરી શકો છો? તે અમે તમને જણાવીએ છીએ. જો તમારી ટિકિટ તમારાથી ખોવાઈ જાય તો માત્ર થોડા પૈસા ખર્ચ કરી તમે તમારી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો.

1) ડુપ્લિકેટ ટિકિટ મેળવવા માટેની અરજી આ રીતે કરવી.

ભારતીય રેલ્વે પોર્ટલ indianrail. gov. in માં આપવામાં આવેલ માહિતી મુજબ, જો તમારી ટિકિટ ખોવાઇ જાય અને તમારે તમારી ડુપ્લીકેટ ટિકિટ મેળવવા માટે રેલ્વે મુસાફરોની યાદી બનવાતા પહેલાં અરજી કરવાની જરૂર છે, જેના માટે તમારે 50 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. ત્યાર બાદ તમે તમારી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકશો. જણાવવાનું કે 50 રૂપિયા અરજી ફી, સ્લિપર ક્લાસની છે. જો તમારી ટિકિટ એસી ક્લાસની છે તો તમારી અરજીની ફી વધી જશે. જો તમે રેલ્વે મુસાફરોની યાદી બની ગયા પછી ડુપ્લીકેટ ટિકિટ મેળવવા માટે અરજી કરેલ હોય, તો તમારે તમારી ટિકિટની કિંમતની અડધી કિંમત ચૂકવી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો.

૨) ડુપ્લીકેટ ટિકિટ પરત થઇ શકે છે.

જો રેલ્વે મુસાફરોની યાદીમાં આપનું નામ વેટિંગ લિસ્ટમાં હોય અને એવામાં તમારાથી તમારી ટિકિટ ખોવાઇ જાય તો તમને તમારી ડુપ્લીકેટ ટિકિટ કાઢી આપવામાં આવશે નહી. જે મુસાફરોની આર.એ.એસી.સી.ની ટિકિટ હોય છે, તેમને પણ ડુપ્લીકેટ ટિકિટ આપવામાં આવતી નથી. જો તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ કઢાવી લીધી હોય અને પછીથી તમને તમારી ઓરિજિનલ ટિકિટ મળી જાય, તો તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ પાછી જમા કરાવી શકો છો. જણાવાનું કે તમારી મુસાફરી શરૂ થતા પહેલાં તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ જમા કરાવી શકો છો અને તમારી અરજી ફી પરત મેળવી શકો છો, પરંતુ યાદ રાખો કે તમે ભરેલ અરજી ફીના 5 ટકા કાપી લેવામાં આવે છે.

૩) ટ્રેન છૂટી જાય તો પાછા મળી શકે છે ટિકિટના પૈસા :-

જો તમારાથી ટ્રેન છૂટી જાય તો તમે તમારી ટિકિટના પૈસા પરત મેળવી શકો છો. તેના માટે તમારે જલ્દીથી ટીડીઆર ભરી દેવાનું રહેશે, આમ કરવાથી તમને તમારી ટિકિટની 50 ટકા જેટલી રકમ રિફંડ તરીકે પરત મળી શકે છે.

૪) તમે લીધેલ સ્ટેશન કરતા આગળ સુધી મુસાફરી કરવી હોય :-

ક્યારેક એવું થાય છે કે તમે તમારી ટિકિટ જે સ્ટેશન સુધીની લીધી હોય તેની કરતા આગળના સ્ટેશનની મુસાફરી કરવાની જરૂર જણાય, તો આવા સંજોગોમાં રેલ્વે તમને તમારી મુસાફરી દરમિયાન જ તમે જે સ્ટેશન સુધીની ટિકિટ લિધી હોય તેના આગળના સ્ટેશનને મુસાફરી કરવાની સુવિધા આપે છે.