ચીકનગુનિયા ના સાંધાનો દુઃખાવો દુર કરવા માટે વિશેષ આયુર્વેદિક ચટણી ક્લિક કરી જાણો બનાવા ની રીત

ખાસ કરીને ઉત્તર ભારત અને તેની સાથે જોડાયેલ રાજ્યોમાં છેલ્લા થોડા મહિના પહેલા ડેન્ગ્યું અને ચીકનગુનિયા ના તાવે ખુબ કહેર વરસાવ્યો અને જતા જતા આ તાવ લોકોને સાંધા માં દુઃખાવો આપતો ગયો. દુઃખાવો એટલો ભયંકર પ્રકારનો હોય કે હષ્ટ પુષ્ટ માણસ પણ સહારો લઈને ચાલવા મજબુર થઇ ગયા. આ દુખાવાથી રાહત માટે એક ખુબ જ અસરકારક ઈલાજ અમે તમને આ પોસ્ટ માં પ્રકાશિત આયુર્વેદ ના સોજન્ય થી જણાવી રહ્યા છીએ. ધ્યાનથી વાચો અને તમારા આડોશ પાડોશના લોકોને જરૂર જણાવો.

આ પ્રયોગ માટે તમારે નીચે જણાવેલ વસ્તુની જરૂર પડશે :

(1) લસણની 2 કળી

(2) પારિજાત ના 5 પાંદડા

(3) તુલસીના 5 પાંદડા

(4) જંગલી અજમો કે અજમો 1 ગ્રામ

ઉપર લખેલ બધી વસ્તુ લઈને એક નાની ખાંડણી માં ખાંડી લો જેથી તે બધાની ચટણી જેવું બની જાય. બસ આ તમારી દવા તૈયાર છે. આ દવાને દિવસમાં બે વખત સેવન કરવાની છે, સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલા. તેની સાથે હુંફાળું પાણી અથવા દૂધ નું સેવન કરી શકાય છે.

ધ્યાન રાખશો કે દરેક સમયે તાજી ચટણી બનાવીને સેવન કરવાથી ખુબ સારો ફાયદો થશે. દુઃખાવા વાળા સાંધા ઉપર આ ચટણીનું માલીશ પણ કરી શકાય છે. આ ચટણી ના સેવન થી આપણે આપણા રોગીઓને 8-10 દિવસમાં ખુબ સારો ફાયદો થતો જોયેલ છે તેથી તમારા ફાયદા મારે અહિયાં પણ પોસ્ટ કરી આપેલ છે.