ચીડિયાપણું અને ભૂલવાની બીમારી છે? તો જરૂર વાંચો આ લેખ, વાંચવા ટચ કરો.

Alzheimer Disease : અલ્ઝાઈમરના ઘણા કારણો હોય છે. તેમાં સૌથી મોટું જોખમ એવા લોકોને હોય છે, જેને પહેલેથી જ ડાયાબીટીસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ અને કોઈ પણ પ્રકારની ક્રોનિક ડીજીજ હોય.

Alzheimer Disease : ગુસ્સો, ચીડિયાપણું અને ધીમે ધીમે રોજીંદી નાની નાની વસ્તુ ભૂલવા લાગવું. બધા અલ્ઝાઈમરના શરુઆતના લક્ષણો હોઈ શકે છે. તમે માઈંડ મેનેજમેન્ટ, હેલ્દી જીવન ધોરણ અને નશાથી દુર રહેવા જેવી કાળજી રાખો છો, તો અલ્ઝાઈમર અને ડિમેન્શિયાથી બચી શકો છો.

અલ્ઝાઈમર્સ ડીજીજ ડિમેન્શિયાનો જ એક પ્રકાર છે. ડિમેન્શિયાની જેમ અલ્ઝાઈમર્સમાં પણ દર્દીને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાને યાદ રાખવામાં તકલીફ અનુભવાય છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં તકલીફ પડે છે. આવો જાણીએ આ દર્દના જુદા જુદા પાસાઓ વિષે.

શું છે અલ્ઝાઈમર?

અલ્ઝાઈમર ભૂલવાની બીમારી છે, તેના લક્ષણોમાં યાદશક્તિમાં ઘટાડો થવો. નિર્ણય ન લઇ શકવો, બોલવામાં તકલીફ થવી વગેરે રહેલા છે. લોહીનું દબાણ, ડાયાબીટીસ, આધુનિક જીવધોરણ અને માથામાં ઈજા લાગી જવાથી આ બીમારી થવાની શક્યતા વધી જાય છે. ૬૦ વર્ષની ઉંમરની આસપાસ થતી આ બીમારીનો હાલમાં કોઈ કાયમી ઈલાજ નથી.

મલ્ટીપલ ડીજીજ પણ એક મોટું કારણ

અલ્ઝાઈમરના ઘણા કારણો હોય છે. તેમાં સૌથી મોટું જોખમ એવા લોકોને હોય છે, જેને પહેલાથી જ ડાયાબીટીસમ હાઈપરટેન્શન, થાઈરોઈડ અને કોઈ પણ પ્રકારના ક્રોનિક ડીજીજ હોય. તે ઉપરાંત અવ્યવસ્થિત જીવનધોરણ જેવા કે દારુ, સિગરેટ, સમયસર ખાવાનું ન ખાવું, તનાવ, પરિવારમાં કોઈને અલ્ઝાઈમર હોવાનો ઈતિહાસ. તે ઉપરાંત પોષણ સંબંધિત ફેક્ટર જેવા કે વિટામીન બી ની ખામી, એકલાપણું, માનસિક રીતે કોઈ બીમારીથી પીડિત હોવું.

ઉંમર વધવા સાથે તમામ લોકોમાં મગજની કોશિકાઓ સંકોચાવા લાગે છે. પરિણામે કોશિકાઓની અંદર થોડા કેમિકલ્સ ઓછા થઇ જાય છે અને થોડા કેમિકલ્સ વધી જાય છે. આ સ્થિતિને મેડીકલ ની ભાષામાં અલ્ઝાઈમર્સ ડીજીજ કહે છે. બીજા કારણોમાં ૩૦ થી ૪૦ ટકા કેસ વારસાગત હોય છે. તે ઉપરાંત ડેડ ઈંજરી, વાયરલ ઇન્ફેકશન અને સ્ટ્રોકમાં પણ અલ્ઝાઈમર જેવા લક્ષણ ઉત્પન થઇ શકે છે, પરંતુ એવા લક્ષણોને અલ્ઝાઈમર્સ ડીજીજ નથી કહી શકાતું.

બ્રેન કેમિકલ્સમાં ઘટાડો

બ્રેન સેલ્સ જે કેમિકલનું નિર્માણ કરે છે, તેને એસીટીલકોલીન કહે છે. જેમ જેમ બ્રેન સેલ્સ સંકોચાઈ જાય છે, તેમ તેમ એસીટીલકોલીનના નિર્માણની પ્રક્રિયા ઓછી થતી જાય છે. દવાઓ દ્વારા એસીટીલકોલીન અને બીજા કેમિકલ ઓછા થવાની પ્રક્રિયાને વધારવામાં આવે છે. વધતી ઉંમર સાથે બ્રેન કેમિકલ્સ ઓછા થઇ જવા એક સ્વાભાવિક શારીરિક પ્રક્રિયા છે પરંતુ અલ્ઝાઈમર્સ ડીજીજમાં આ ન્યુરો કેમિકલ ક્યાંક વધુ ઝડપથી ઓછા થઇ જાય છે.

આ રોગને આપણે ક્યોર (અહિયાં આશય રોગને દુર કરવા સાથે છે) નથી કરી શકતા, પરંતુ દવા આપવાથી રોગીને રાહત જરૂર મળે છે. તપાસ : પોજીટ્રોન ઈમીશન ટોમોગ્રાફી (પી.ઈ.ટી.) તપાસથી આ રોગની જાણ થાય છે. એમઆરઆઈ તપાસ પણ કરવામાં આવે છે.

વાત ઈલાજની

મગજની કોશિકાઓમાં કેમિકલ્સના પ્રમાણને સંતુલિત કરવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દવાઓના સેવનથી રોગીઓની યાદશક્તિ અને તેની શાનભાનમાં સુધારો થાય છે. દવાઓ જેટલી વહેલા શરુ કરવામાં આવે એટલુ જ ફાયદાકારક હોય છે. દવાઓ સાથે સાથે દર્દીઓ અને તેમના કુટુંબીજનોને કાઉંસલિંગની પણ જરૂરિયાત રહે છે. કાઉંસલિંગ હેઠળ દર્દીના લક્ષણોની યોગ્ય ઓળખ કરી તેના કુટુંબીજનોને તેનો સામનો કરવાના સચોટ વ્યવહારિક રીતો જણાવવામાં આવે છે.

અલ્ઝાઈમરના જોખમને ઓછું કરી શકે છે હળદર

ગુણોથી ભરપુર હળદરની એક બીજી ખાસિયત સામે આવી છે. નવી શોધનો દાવો છે કે ભારતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી હળદરથી વધતી ઉંમરમાં યાદશક્તિને સારી કરવા સાથે જ ભૂલવાની બીમારી અલ્ઝાઈમરના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકી શોધકર્તાઓએ ડીમેંશીયા પીડિતોના મગજ ઉપર કરકયુમીન સ્પ્લીમેંટની અસર ઉપર ધ્યાન આપવામાં આવ્યું.

કરકયુમીન હળદરમાં મળી આવતા એક રાસાયણિક કંપાઉંડ છે. પૂર્વના અધ્યયનોમાં આ કંપાઉંડને સોજા વિરોધી અને એંટીઓક્સીડેંટ ગુણો વિષે જાણવા મળ્યું હતું. લગભગ એ કારણ છે કે ભારતના વૃદ્ધોમાં અલ્ઝાઈમરની સમસ્યા ઓછી જોવા મળે છે.

લક્ષણો ઉપર રાખો ધ્યાન

જો કોઈ વ્યક્તિને અલ્ઝાઈમર ડીજીજ સાથે સંબંધિત નીચે જણાવેલા કોઈ લક્ષણનો અહેસાસ હોય, તો તેને તરત જ નિષ્ણાંત ડોકટર (ન્યુરોફીજીશીયન કે ન્યુરો સર્જન) પાસે માર્ગદર્શન લેવું જોઈએ. ડોક્ટર સૌથી પહેલા એ નક્કી કરે છે કે વાસ્તવમાં આ લક્ષણ ડીમેંસીયાના પ્રકાર અલ્ઝાઈમરના છે કે પછી કોઈ બીજા કારણે છે. અલ્ઝાઈમરના મુખ્ય લક્ષણ આ મુજબ છે.

યાદશક્તિમાં ઘટાડાને કારણે પીડિત વ્યક્તિ ઘણી વાતો ભૂલવા લાગે છે. જેમ જે સ્નાન કરવાનું ભૂલી જવું.

નાસ્તો કર્યો છે કે નહિ તે ભૂલી જવું.

દવા ખાધી છે કે નહિ તે ભૂલી જવું.

ઘરના લોકોના નામ ભૂલી જવા કે યાદ ન રાખી શકવા.

વસ્તુઓ કે જગ્યાનું નામ યાદ ન રહેવું. જેવા કે ગ્લાસ છે તો વાટકો કહેવું.

પોતાના ઘરનો રસ્તો ભૂલી જવું.

સંખ્યાને યાદ ન રાખવી.

પોતાની વસ્તુને મૂકીને ભૂલી જવું.

વધુ પડતું ચીડિયાપણુંનો અનુભવ કરવો.

એક જ કામને ઘણી વખત કરવું કે એક જ વાત વારંવાર પૂછતાં રહેવું.

વાત કરતી વખતે દર્દીને સાચા શબ્દ, વિષય અને નામ યાદ નથી રહેતા.

ઈલાજ વિષે

યાદશક્તિમાં ઘટડાની સમસ્યા સાથે ઝઝૂમી રહેલા વ્યક્તિએ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત રીતે દવા લેવી જોઈએ. અલ્ઝાઈમર્સના થોડા કારણોનો ઈલાજ સર્જરીથી સફળતાપૂર્વક કરી શકાય છે. જેમ કે સબડ્યુરલ હિમેટોમા, નોર્મલ પ્રેશર હાઈડ્રોસેફેલ્સ અને બ્રેન ટ્યુમર કે માથાની ઈજા વગેરે કારણોથી જો વ્યક્તિ અલ્ઝાઈમર્સથી પીડિત થઇ જાય છે, ત્યારે અમુક કેસમાં સર્જરીથી સફળતા મળે છે. તે ઉપરાંત દર્દીઓ અને તેના કુટુંબીજનોએ થોડી બીજી વાતો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

કુટુંબીજનો દર્દીને સક્રિય જીવન જીવવા માટે પ્રેરિત કરે. આજુબાજુનું વાતાવરણ ખુશનુમાં બનાવે.

થોડો શારીરિક પરિશ્રમ કરો.

પોતાને કેવી રીતે ખુશ રાખવા છે, તેના વિષે વિચારે .

જો ડાયાબીટીસ કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો પોતાનું ખાવાપીવાનું નિયમિત રાખે અને સમયસર દવાઓ લે.

કુટુંબીજનો આપે ધ્યાન

અલ્ઝાઈમર્સ ડીજીજથી પીડિત દર્દીની સુરક્ષાની બાબત ઘણી મહત્વની છે. જેમ કે

દર્દી હંમેશા ઘરેથી બહાર નીકળી જાય છે અને ભટકી જાય છે. તેમાં દર્દીના ખિસ્સામાં ઓળખકાર્ડ કે તેનો ફોન નંબર લખેલું લોકેટ પહેરાવો.

દર્દી હંમેશા પડી જાય છે અને ઈજાગ્રસ્ત થઇ જાય છે. એટલા માટે દર્દીને મજબુત લાકડી કે વોકર આપો.

દર્દીની દિનચર્યાને સહજ અને નિયમિત રાખવાનો પ્રયાસ કરો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.