ચીકનગુનિયા નાં મચ્છર દિવસે કરડે છે જાણો ચીકનગુનિયા નો ઈલાજ અને સાવચેતી

ડેન્ગ્યું જેવો જ આ રોગ દિવસે મચ્છર કરડવાથી થતો આ રોગ ચીકનગુનિયા છે એ વાહકજન્ય રોગ છે. ચીકનગુનિયા એ માદા એડીસ ઈજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ શરીરના વિવિધ અવયવોને સખત દુઃખાવો પહોચાડે છે જે સંધિવા આર્થરાઇટિસ જેવા જ સાંધાના દુખાવા કરે છે. મચ્છરોની વધુ ઉત્પત્તિ થવાને કારણે આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગને અટકાવવા વિવિધ મચ્છર નિયંત્રણ કાયક્રમોનો યોગ્ય અમલ થવાથી આ રોગને નિયંત્રીત કરી શકાય છે.

(અમરીત રસ પણ ડેન્ગ્યું, ચીકનગુનિયા માં ખુબ અસરકારક છે નીચે જુઓ ફોટા માં ડીટેલ  )

ચીકનગુનિયા રોગની વધુ પ્રમાણમાં ઉત્પત્તિ વર્ષાઋતુમાં ભરાઈ રહેલું પાણી ખાસ ભાગ ભજવે છે. આથી સોસાયટી કે મહોલ્લા કે તમારી આજુબાજુ ગલી કે ઘર માં ક્યાય પણ પાણી ભરાયેલું નાં રાખો. દરેક ભાગોને સ્વચ્છ રાખવા અને તેવા સ્થાનોનો નાશ કરવો. જેનાથી આ રોગ સામે આપણે તેમજ આપના પરિવાર અને સમાજને બચાવી શકાય.

લક્ષણો / ચિન્હો

ચેપી મચ્છરના કરડવાથી ૪ થી ૭ દિવસમાં રોગના ચિન્હો જોવા મળે છે.

અચાનક સખત તાવ આવે, ઠંડી લાગે. ભૂખ ન લાગે. શ્વાસ લેવામાં તકલીફ થવી. વારે વારે ચકર આવવા, પગમાં ધ્રુજારી આવે. સ્નાયુ અને સાંધાનો દુઃખાવો થવો.

ફેલાવો

ચીકનગુનિયા એડીસ ઈજીપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ઘરમાં અને ઘરની આસપાસ ભરાઈ રહેલા સ્વચ્છ પાણીમાં આ મચ્છરો પેદા થાય છે.

ધાબા ઉપર તેમજ અન્ડર ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા પાત્રો જેવા કે, ટાંકા – ટાંકી, ડબલાં, ટાયરો, બાટલીઓ, ફૂલદાની વગેરેમાં આ મચ્છરો પેદા થાય છે.

વરસાદમાં ભરાઈ રહેલા સ્વચ્છ પાણીમાં આ મચ્છરો પેદા થાય છે.

તમે એડીસ ઈજીપ્તી મચ્છર ની ઓળખ એના પોરા સાપોલિયાની માફક પાણીમાં સરકે છે જે ઉપર થી કરી શકો છો.

અટકાયત

આ મચ્છર દિવસે કરડતા હોવાથી જેનાથી આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડા પહેરવા.

પાણી ભરવાના પાત્રો જેવા કે, માટલા, અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીના ટાંકા-ટાંકી વગેરેને હવા ચુસ્ત ઢાંકીને રાખવા.

મોટા વરસાદી ખાડાઓમાં પોરા ભક્ષક માછલી મુકવી. (ગપ્પી માછલી)

ઘરની આસપાસ રહેલા ખાડા-ખાબોચિયાં પૂરી દો અથવા તેમાં કેરોસીન કે બળેલુ ઓઈલ નાખો.

મચ્છરના કરડવાથી બચવા મચ્છરદાની, મચ્છર અગરબતી, કે પછી લીંબડા નો ધુમાડો કે લીંબડા નું તેલ અને કપૂર નો દીવો કરી રાખો વગેરેનો ઉપયોગ કરો. સંધ્યા સમયેથી મકાનોના બારી બારણા બંધ રાખવા.

ઘરના બારી બારણામાં મચ્છરદાની મુકવી.

લોકોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ લાવવી અને બચાવ અંગે સમજણ આપવી.

લક્ષણો જણાતા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર કે દવાખાનામાં સારવાર લેવી.

આ રોગની સારવાર સરકારી હોસ્પીટલમા વિના મુલ્યે ઉપલબ્ધ છે. બીજા ઉપાય નીચે બાબા રામદેવ નાં વિડીયો માં સાંભળો

ગળો જેને હિન્દી માં ગીલોઈ કહે છે તેને પીસીને પીવાથી મચ્છર કરડશે તો પણ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા જેવા રોગો થશે નહીં. અને કદાચ મચ્છર કરડી ગયું તો ગિલોયનો ઉકાળો પી લો અથવા માર્કેટમાં મળતી તેની દવાઓમાં બાળકો ને એક એક અનો મોટા લોકો ને બે ગોળી દવા ખાઇ લેવી જોઇએ. આ ઉપરાંત સામાન્ય રીતે પણ હવામાન ફેરફાર થાય ત્યારે પણ તમે ગિલોયનો રસ પીસો તો એક દિવસમાં 25 હજાર સુધી પ્લેટલેટ્સ વધી શકે છે.

ગિલોય, પપૈયું, એલોવીરા, દાડમ, ઘઉંના જ્વારા આ પાંચ વસ્તુઓનો જ્યુસ બનાવો અને બે બે કલાકના સમયગાળામાં પીવો. એક જ દિવસમાં ડેન્ગ્યૂ દર્દી મરવાથી બચી શકે છે. નહિ તો તમે ફક્ત કાચું પપૈયું પણ ખાઈ શકો કે ગળો નો રસ દરોરજ પી શકો છો.