ઉત્તરાયણ નજીક આવી રહી છે સૌની ફેવરેટ કેડબરી થી વધુ ટેસ્ટી સીંગની ચીક્કી બનાવવાની રીત

આજે આપણે બનાવીશું સિંગની ચીક્કી. સિંગની ચીક્કી ઘરે બનાવવી ખુબજ સરળ છે. એને બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે આપણે આજે આ રેસિપીમાં જોઈ લઈશું. તો ચાલો સિંગની ચીકી કેવી રીતે બનાવવું તે શરુ કરીયે.

સામગ્રી

1 કપ સીંગદાણા

1 કપ ગોળ

રીત

સૌ પ્રથમ સિંગદાણાને સેકી લઈશું. સિંગદાણાને ધીમા ગેસ ઉપર સેકવાના છે. અને તેને શેકવા માટે જાડા તળિયા વાળું વાસણ કે નોન સ્ટિક નું વાસણ નું ઉપયોગ કરવાનું છે.તેનાથી તે સરસ શેકાશે, થોડી થોડી વારે તેને હલાવતા રહેવાનું છે. તમે ચાહોતો હો સિંગદાણાને માઇક્રોવેવ માં પણ રોસ્ટ કરી શકો છો. દર ત્રણ ચાર મિનિટે તેને હલાવતા રહેવાનું છે. તેની સ્કિન અલગ થાય ત્યાં સુંધી તેને સેકવાના છે. આ લગભગ 4 થી 5 મિનિટ માં સેકાય જાય છે સેકાય ગયા બાદ ગેસ બંધ કરી તેને ઠંડા થવા દઈશું. ઠંડા થાય ત્યારે તેને છોલીને તેના બે ટુકડા કરી લેવાના છે.

હવે એક નોનસ્ટિકની અથવા જાડા તળિયા વાળી કઢાઈમાં ગોળ એડ કરવાનું છે. ગેસને મીડીયમ રાખીશું, ગોળને હમેશા સમારીને કે જીણો ભુક્કો કરીને એડ કરવાનું જેથી તે જલ્દી ઓગણી જાય, અને એનો પાયો પણ પ્રોપર થશે, જો નાના મોટા ટુકડા હોય તેને ઓગળતા અલગ અલગ સમય લાગે છે. ગોળ ઓગણી ગયા બાદ તેને સતત 3 થી 4 મિનિટ હલાવતા રહેવાનું છે, 3-4 મિનિટ પછી તેનો કલર બદલાતો જશે, ચિક્કીનો પ્રોપર ટેસ્ટ અને ટેક્ષયર તમે એનો પાયો કેવો બનાવો છો તેના ઉપર આધાર રાખે છે. જો પાયો પ્રોપર ન બને તો ચીકી માંથી ટાર થાય અને ચવડ પણ બને તેનો કલર ડાર્ક થઇ જાય ત્યાર પછી તેમાં વસ્તુ એડ કરવાની છે અને તે ગોળ ને સતત હલાવતા રહેવાનું છે. અથવા તો એક ડીસમાં ગોળનું એક ટીપું એકદમ સરસ ડીસ માંથી ઉકલી જાય એનો મતલબ પાયો પ્રોપર બન્યો છે.

હવે મગફળી ના દાણા એડ કરવાનું છે અને ગેસને ધીમો રાખવાનો છે. અને તેને હલાવવા લાગો તેને બધી બાજુથી મિક્ષ કરતા રહેવાનું છે. અને એને મિક્ષ થતા થોડી વાર લાગશે એટલે બને તેટલું સરસ તેને મિક્ષ કરી લો. તેને જો સિંગના અર્ધ કચરો કરી ને એડ કરવા હોય તો તમે કરી શકો છે પણ હમણાં આપણે એક સીંગ ના બે ફાળા કર્યા છે. જે માર્કેટમાં મળે છે તે રીતે બનાવ્યું છે. તે સારી રીતે મિક્ષ થઇ ગયા બાદ ગેસને બંધ કરી નાખવાનો છે. હવે આને કિચન પ્લેટફોર્મ ઉપર સર્વ કરી દેવાનું છે. પહેલા પ્લેટફોર્મ ને સાફ કરી લેવું અને તેની ઉપર થોડું ઘી લગાવી દેવું. ત્યારબાદ એક વાટકી લઇ તેની પાછળ પણ થોડું ઘી લગાવી દેવાનું છે.

અને વાટકીના મદદથી એને થોડું સ્પ્રેડ કરી દો. ખુબજ ગરમ હોય એટલે બને ત્યાં સુધી તેને વાટકીથી પોહળુ કરવું. થોડું સ્પ્રેડ થાય ત્યાર બાદ વેલણ થી તેને રોટલી જેવો અથવા તમે જે ચાહો તેવો આકાર આપી દો. અને ચાકુની મદદથી તેને ઉપર નીચે કરી શકો છો. અને આ પ્રક્રિયા બને તેટલીઝડપથી કરવાની છે જેથી તે બને એટલી પાતળી બને. જે દરરોજ વેલણ નો ઉપયોગ કરીને તેના કારણે થોડી પ્રોબ્લેમ થાય એટલે ચીક્કી બનાવવા જે વેલણ આવે તેને ઉપયોગ કરવો. જયારે આ થોડી ગરમ હોય ત્યારેજ તેને ચાકુ વધે એના ઉપર નિશાન લગાડી દેવાનું છે. તમારે જેવું કટ કરવા હોય તેમ કરી શકો છો ચોરસ, લંબચોરસ વગેરે. જો તમને ગોળ આકારની ચીક્કી બનાવવી હોય તો ડબ્બાનું ઢાંકણું ના ઉપયોગથી બનાવી શકો છો. કટ કર્યા બાદ તેને ઠંડુ થવા મૂકી દો. ઠંડી થયા પછી તેના ટુકડા થઇ જાય છે તો તૈયાર છે તમારી સીંગ ની ચીક્કી

નોંધ : ગરમ હોય ત્યારે તેના ઉપર કટ મારી દેવાના છે. જો તમે ઠંડી થયા બાદ તેને કટ કરવા જશો તો તેના બરાબર ટુકડા નહિ થતા. તમારે એનો પાયો બનાવવામાં વધારે ધ્યાન રાખવાનો છે જો પાયો પ્રોપર ન બને તો તેમને ચિક્કીનું રિજલ્ટ સારું નહિ મળે. ગોળ તમે સારો અને નરમ હોય તેવો લેવાનો છે. અને જયારે પણ આપણે ચીક્કીને વળીને બનાવતા હોય ત્યારે એને થોડું થોડું માપ લઈને બનાવવું. કેમકે જો તમે વધારે લેશો તો તે બને એટલી પાતળી નથી બનતી અને જે દરરોજ ઉપયોગ કરનારા વેલણ થી બનાવવામાં આવે ત્યારે બને એટલી પાતળી નથી બનતી, એટલે વીડિયોમાં બતાવેલા વેલણ નો ઉપયોગ કરવો. આવી રીતે તમે સીંગ ની ચીક્કી ઘરે બનાવી શકો છો.

વિડીયો