ચીકુ ખાવાના જોરદાર ફાયદા, શું તમે જાણો છો? ધણી બધી બીમારીનો ઈલાજ ચીકુ ખાવાથી થઇ શકે છે

ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે, અને ખુબ જ સ્વાદિષ્ઠ પણ હોય છે. ભોજન પછી જો ચીકુનું સેવન કરવામાં આવે તો જરૂરથી ફાયદો પૂરો પાડે છે.

ચીકુના ફળમાં ૭૧ ટકા પાણી, ૧.૫ ટકા પ્રોટીન, ૧.૫ ટકા ચરબી અને ૨૫.૫  ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. તેમાં વિટામીન એ અને વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે.

ચીકુના ફળમાં ૧૪ ટકા સાકર પણ હોય છે. તેમાં ફોસ્ફરસ અને લોહ પણ ઘણા પ્રમાણમાં હોય છે અને ક્ષારના પણ થોડા અંશ હોય છે.

ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળે છે અને ખુબ જ સ્વાદિષ્ઠ પણ હોય છે. ભોજન પછી જો ચીકુનું સેવન કરવામાં આવે તો જરૂરથી ફાયદો પૂરો પડે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ચીકુ ખાવાના થોડા એવા જ ફાયદા વિષે.

ચીકુ ખાવાના ફાયદા :

૧. ચીકુમાં વધુ પ્રમાણમાં વિટામીન એ મળી આવે છે જે આપણી આંખો માટે ફાયદાકારક છે. તે ખાવાથી આંખોની તકલીફમાંથી છુટકારો મળી જાય છે. તમારા બાળકોને ખવડાવો ચીકુ તો ચશ્માંથી બચવી શકશો તમારા બાળકને.

૨. ચીકુ હાડકા માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. ચીકુમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન મળી આવે છે જે હાડકા માટે ખુબ ફાયદાકારક છે. તે ખાવાથી આપણા શરીરના હાડકા મજબુત અને વધે પણ છે. તમારા બાળકને ખવડાવો ચીકુ અને બનાવો મજબુત.

૩. જો તમારે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવું છે? તો ચીકુનું સેવન કરો. કેમ કે તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ, ફાઈબર અને બીજા પોષક તત્વની સાથે વિટામીન એ અને સી પણ મળી આવે છે. વિટામીન એ ફેફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે. ખાવો ચીકુ અને બચો કેન્સરથી.

૪. ચીકુ ગર્ભવસ્થા દરમિયાન ખાવાથી ફાયદો થાય છે. તેનાથી તે સમયે ખાવાથી નબળાઈ અને ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફ ઉત્પન થતી નથી. કેમ કે તેમાં વધુ પ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. જેથી ગર્ભવતી અને સ્તનપાન કરાવનાર મહિલાઓ માટે ફાયદાકારક છે. ગર્ભવતી સ્ત્રીઓ ખાઓ ચીકુ.

૫. ચીકુ શરીરના ચેપ સામે લડવાની શક્તિ પૂરી પડે છે. તેમાં એન્ટી વાયરસ અને એન્ટી બેક્ટેરીયલ, પોલીફેનોલિક એન્ટીઓક્સીડેંટ ગુણ મળી આવે છે. એન્ટીઓક્સીડેંટ હોવાને કારણે તે શરીરમાં બેક્ટેરિયાને આવતા અટકાવે છે. વિટામીન સી નુકશાનકારક મુક્ત કણનો નાશ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખાઓ ચીકુ.

૬. ચીકુમાં હેમોસટાટીક પ્રોપર્ટીઝના ગુણ પણ મળી આવે છે, એટલે કે શરીરમાં થતા લોહીને નુકશાનીથી પણ બચાવે છે. તેથી જ ચીકુ હરસ અને ઈજાને પણ જલ્દી સારા કરી દે છે. અને તેના બીજને વાટીને તેને કીડાના કરડવાની જગ્યાએ પણ લગાવી શકાય છે. તેનાથી તમને ઘણી રાહત મળે છે. હરસ મસાથી બચવા ખાઓ ચીકુ.

૭. તે તમારી ચામડી માટે ખુબ ફાયદાકારક છે, કેમ કે ચીકુ માં વિટામીન ઈ મળી આવે છે જે તમારી ત્વચાને નમી આપે છે. જેથી ત્વચા સ્વસ્થ અને સુંદર થઇ જાય છે, સાથે જ તે તમારા વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તેના બીજનું તેલ માથાની ચામડીને સ્વસ્થ બનાવે છે અને વાળને વધવામાં પણ મદદ કરે છે. ચીકુના બીજને એરંડીયા સાથે ભેળવીને માથાની સ્કેલ્પ ઉપર લગાવવાથી વાળ ચમકદાર અને ડેન્ડ્રફ ફ્રી થઇ જાય છે. વાળ અને ચામડીની તંદુરતી માટે ખાઓ ચીકુ.

8. જો તમને કફની તકલીફ છે, તો ચીકુ તમારા માટે ઘણા ફાયદાકારક રહેશે. ચીકુમાં એક પ્રકારનું ખાસ તત્વ મળી આવે છે જેનાથી શ્વસનતંત્રમાંથી કફ અને બલગમ કાઢીને તે જૂની ખાંસીમાં રાહત આપે છે. આવી રીતે આ શરદી અને ખાંસીથી બચાવે છે. શ્વસનતંત્રના રોગોથી બચવા ખાઓ ચીકુ.

૯. પથરીના દર્દીઓ માટે ચીકુ ઘણા સારા રહે છે. સાથે જ તેમાં તમારા વજનમાં પણ ઘણો ફાયદો થશે. તે મગજની તંત્રિકાઓને પણ શાંત અને તનાવને ઓછો કરવામાં મદદ કરે છે.

૧૦. ચીકુમાં એન્ટીઓક્સીડેંટ સારા પ્રમાણમાં મળી આવે છે. તેથી તે ઉંમર વધવાની પ્રક્રિયાને અટકાવવામાં ઉપયોગી છે કેમ કે તે ફ્રી રેડીકલ્સને ખલાશ કરી નાખે છે. અને તે કરચલી પણ ઓછી કરી દે છે. યુવાન દેખાવું હોય જો તમારે તો ખાઓ ચીકુ.

નોંધ :- ચીકુની ખેતીમાં તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાથી બરાબર ધોઈને જ તેનો ખાવામાં ઉપયોગ કરવો.