૧૧ વર્ષ ની કિંજલ નાં પોગ્રામ માં ગરબે રમતા લોકો ”ઝીણા ઝીણા મોતી વેરાવો માં નાં ચોક માં”

જાણો કિંજલ દવે વિષે અને નીચે વિડીયો માં જુયો કિંજલ ૧૧ વર્ષ ની હતી ત્યારે કરેલા એક પોગ્રામ ની રેર વિડીયો

કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળા ગીતને કારણે ભલે દેશ-વિદેશમાં નામના મળી હોય, પણ તેના ૧૦૦ જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના અનેક આલ્બમ હિટ પણ થયા છે.

કિંજલે ની કારકિર્દીના ઘડતરમાં અને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં કોઇનો ફાળો હોય તો તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઇ રબારીનો છે. મનુભાઇ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટુ નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ચાર-ચાર બંગડીવાળુ ગીત પણ તેમણે જ લખ્યું છે.

કિંજલે નાં પિતા પહેલે થી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.

કિંજલે ગુજરાતી ગાયન ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી લીધી છે છતાં પણ તેણે ભણતર છોડ્યું નથી. કિંજલની ઇચ્છા હવે ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાની અને ફિલ્મોમાં અભિનય કરવાની પણ છે. માતાજીની દયાથી પોતાની અભિનય કરવાની ઇચ્છા તો પરિપૂર્ણ થઇ રહી છે. આગામી દિવસોમાં કિંજલ ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે.

જુઓ વીડિઓ

https://youtu.be/EbBdDQi47lk

માત્ર અઢાર વર્ષની ઉમરે જ જેના સો જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ચાર-ચાર બંગડી વાળી ગાડી…ગીતને કારણે જે ઘર-ઘરમાં અબાળ-વૃધ્ધ સોૈ ગુજરાતીઓમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.

પહેલા તેમની હાલત ખુબ ખરાબ હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથો તેમનો સંગીતનો, ગાવાનો શોખ પણ પુરો કરતાં હતાં. પહેલા માત્ર ઘર ચલાવવા ગાતા હતાં. પણ સંઘર્ષ કરતાં-કરતાં નામના કયારે મળી ગઇ તેની ખબર જ ન પડી. એક સમય એવો આવ્યો હતો કે હીરાઘસુઓ બેકાર થઇ ગયા હતાં.

કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. તેમના પપ્પાના મિત્ર મનુભાઇ રબારી કે જે ઉત્તર ગુજરાતના ખુબ સારા ગીત લેખક છે અને તેમણે સારા-સારા નામી કલાકારો માટે ગીતો લખ્યા છે.

તેમણે અને કિંજલ નાં પિતા એ સોૈ પહેલા ‘જાનડીયો’ નામનું લગ્ન ગીતોનું આલ્બમ બનાવ્યું અને ત્યારબાદ એક પછી એક આલ્બમો આપતા ગયા અને આગળ વધતા ગયા.

પણ ચાર-ચાર બંગડીવાળી ગાડી…એ ગીતે જ કીજલ તેમના પિતા તથા તેમના મિત્ર મનુભાઇને સફળતા અપાવી છે.

નીચે વિડીયો માં જુયો કિંજલ દવે ની ૧૧ વર્ષ ની હતી ત્યાર નો સ્ટેજ પોગ્રામ માં ગરબે રમતા લોકો

વિડીયો 

https://youtu.be/JmpM2zM8hus

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.