ચિલગોઝા એક સુકોમેવો છે જે સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે. પોતાના અનન્ય આકાર અને સ્વાદ ની સાથે સાથે ઘણાં બધા સ્વાસ્થ્ય લાભોથી ભરેલા છે. આ લેખમાં અમે પ્રકાશિત આયુર્વેદ ક્લીનિક, મેરઠના સૌજન્યથી આપને જણાવી રહ્યાં છીએ કે ચિલગોઝા ખાવાથી આપને કયા કયા સ્વાસ્થ્ય લાભ મળે છે.
1. ચિલગોઝા ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
ચિલગોઝા ઓછા પ્રમાણમા ખાવાથી જ તેનું પર્યાપ્ત પોષણ મળે છે અને ભૂખ ઓછી લાગે છે. એટલા માટે કે ચિલગોઝા ખાવાથી પેટ ભારે લાગે છે જેના કારણે ભૂખની અનુભૂતિ નથી થતી.એટલા માટે જે લોકો વજન ઓછું કરવા માટે ડાયેટિંગ કરવાનું વિચારતા હોય તો તેમણે ચિલગોઝાને જરૂર સામેલ કરવા પડે. ચિલગોઝા ખાવાથી પોષણ પણ પૂરું મળશે અને તમે વધુ પડતી કેલેરી ખાવાથી પણ બચી જશો.
2. ચિલગોઝા ખાવાથી તબિયત વધારે સારી થાય છે.
ચિલગોઝા ખાવાથી શરીરને ચિલગોઝામાં રહેલું પ્રાકૃતિક એંટીઓક્સિડંટ તત્વ મળે છે જેના કારણે શરીર સંભવિત રોગોથી લડવા માટે સક્ષમ બને છે. હકીકતમાં ચિલગોઝા ના સેવનથી સંપૂર્ણ શરીરને સ્વસ્થ્ય મળે છે અને મગજને પણ યોગ્ય પોષણ મળતા તે ઝડપી બને છે.
3. ચિલગોઝા ખાવાથી તાકાત મળે છે.
ચિલગોઝા ખાવાથી શરીરને તરત ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને આ ઉર્જા લાંબા સમય સુધી અનુભવાય છે. એટલે કે ચિલગોઝાના સેવનથી પ્રાપ્ત થયેલી ઉર્જા શરીરમાં લાંબા સમય સુધી રહે છે. જે લોકોનું કામ મહેનતનુ હોય છે તેઓએ સવારના નાસ્તામાં 20-30 ગ્રામ ચિલગોઝાનું સેવન કરે તો તેમના માટે અત્યંત લાભકારી રહેશે.
4. ચિલગોઝા ખાવાથી આંખોને મળે છે મદદ.
ચિલગોઝાની અંદર બીટા-કેરોટિન નામનું તત્વ હોય છે જે આંખો માટે વધારે લાભદાયી હોય છે. આ બીટા કેરોટિન આંખો પર સૂર્યના તેજ પ્રકાશથી થવાવાળી અસરથી રક્ષા કરે છે. જે લોકો તડકામાં કામ કરતાં હોય તેમણે દરરોજ 10 ગ્રામ ચિલગોઝા જરૂર ખાવા જોઈએ.
5. ચિલગોઝા ખાવાથી શરીરમાં રહેલી લોહીની ઉણપ દૂર થાય છે.
ચિલગોઝા ખાવાથી એ લોકોને વધારે ફાયદો થાય છે જેમના શરીરમાં લોહીની ઉણપ હોય.ચિલગોઝામાં આયર્ન વિપુલ પ્રમાણમા હોય છે અને ચિલગોઝાનું આયર્ન શરીરને બહુ જલ્દી અસર કરે છે. એટલે જે રોગીઓના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે દરરોજ 10 ગ્રામ ચિલગોઝા જરૂર ખાવા જોઈએ.
6. ચિલગોઝા ખાવાથી હ્રદયને તાકાત મળે છે.
ચિલગોઝા ખાવાથી શરીરને મોનો-સેચૂરેટડ ફેટની પ્રાપ્તિ થાય છે. ચિલગોઝાની અંદર આ મોનો-સેચૂરેટડ ફેટ વિપુલ માત્રામાં હોય છે અને આ ફેટ હ્રદયની તાકાત વધારી તેને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તદુપરાંત ચિલગોઝાની અંદર વિટામીન ઇ અને વિટામીન કે પણ હોય છે. આ બંને તત્વો પણ હ્રદય માટે લાભકારી હોય છે અને કોલેસ્ટ્રોલ વધવાની સંભાવનાને પણ ઓછી કરે છે.
7. ચિલગોઝા ખાવાથી વધતી ઉમરના લક્ષણો નજરે નથી આવતા.
ચિલગોઝાના સેવનના કારણે એક વધારે લાભ એ પણ થાય છે કે વધતી ઉમરના લક્ષણ રોકાઈ જાય છે. ચિલગોઝામાં રહેલું વિટામીન ઇ અને એંટીઓક્સિડંટ નામનું તત્વ સૌથી વધારે યોગ્ય મનાય છે. વિટામીન ઇ ચામડીમાં પડતી નાની રેખાઓ અને કરચલીઓને રોકવાનું કામ કરે છે અને એંટીઓક્સિડંટ શરીરમાં ઘરડી થતી કોશિકાઓના રીપેરીંગનું કામ કરે છે.
8. ચિલગોઝા ખાવાથી ત્વચાની સુંદરતા કાયમ રહે છે.
ચિલગોઝા ખાવાથી ત્વચાની કોમળતા પ્રાકૃતિક રૂપે સંતુલિત રહે છે જેના કારણે ત્વચા સૂકી અને બરછટ નથી થતી. એમાં રહેલું વિટામીન ઇ નો ભંડાર તો જાણે કોશિકાઓ માટે જાણે એક વરદાન હોય. જે લોકોને ત્વચા સંબંધીત હેરાનગતિ હોય તેમના માટે ચિલગોઝાનું સેવન વધુ લાભકારી સિધ્ધ થઈ શકે છે.
ચિલગોઝા ખાવાથી શરીરને મળતી સ્વાસ્થય લાભોની જાણકારીવાળા આ લેખમાં આપેલી બધી જાણકારી અમારી સમજ પ્રમાણે પૂરી રીતે હાનિરહિત છે. તેમ છતાય આપના આયુર્વેદ ચિકિત્સકની સલાહ બાદ આનું સેવન કરવાની અમે આપને સલાહ આપીએ છીએ.ધ્યાન રાખો કે આપનો ચિકિત્સક તમારા આરોગ્યને વધારે જાણે છે અને તેના પરામર્શનો કોઈ વિકલ્પ નથી.
પ્રકાશિત આયુર્વેદ ક્લીનિક, મેરઠના સૌજન્યથી ચિલગોઝાના સેવનથી મળતી સ્વાસ્થય લાભોની જાણકારીવાળો આ લેખ તમને સારો અને લાભકારી લાગ્યો હોય તો કૃપા કરી લાઈક અને શેર કરજો. તમારા એક શેરથી કોઈ જરૂરિયાતમંદ સુધી સાચી જાણકારી પહોંચી શકે છે અને અમને પણ વધારે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે.
આ લેખ સંબંધિત તમારૂ કોઈ સૂચન હોય તો કૃપા કરી કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તમારા સૂચનની મદદથી અમે અમારા લેખોને આપના માટે વધારે સારા બનાવી શકીએ.