પનીર લવર્સ માટે ચીલી પનીર બનાવવાની સૌથી સરળ સિક્રેટ ટ્રીક.

આ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરેન્ટ જેવું ચીલી પનીર, લોકો તમારા ખુબ વખાણ કરશે.

લોકડાઉને બહાર ખાવા જવાના આપણા બધાના પ્લાનને કેન્સલ કરી દીધો છે. ઓર્ડર કરવું એક વિકલ્પ છે, પણ તે ટકાઉ નથી, ખાસ કરીને તમે દરરોજ કંઈક સ્વાદિષ્ટ વાનગીની શોધમાં રહો છો ત્યારે તે વિકલ્પ વધારે ઉપયોગી નથી. પણ તમે ઘરે જ પોતાની મનપસંદ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ રેસિપી બનાવી શકો છો. પણ શરત એ છે કે તમારી પાસે યોગ્ય રેસિપી અને અમુક સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ હોય.

આ લોકડાઉનમાં પોતાના માટે રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ચીલી પનીર બનાવો. તેના માટે ફૂડ બ્લોગર અને યુટ્યુબર પારુલ એક રેસિપી જણાવે છે, જેને તમે જરૂર પસંદ કરશો. ફટાફટ અને સરળતાથી ઉપલબ્ધ સામગ્રીઓ સાથે આ રેસિપી તૈયાર કરી શકાય છે.

અહીં જાણો કેવી રીતે બનાવવા ચીલી પનીર :

પનીરને નાના, મીડીયમ આકારના ટુકડામાં કાપો અને તેને અલગ મૂકી દો.

એક વાટકામાં કોર્નસ્ટાર્ચ અને મેંદો નાખો, પછી બધા પનીરના ટુકડા નાખ્યા પછી તેના પર કોર્નસ્ટાર્ચ છાંટો. જો તમારી પાસે કોર્નસ્ટાર્ચ નથી, તો તમે મેંદા અને ચોખાના લોટનું કોમ્બિનેશન લઈ શકો છો.

પછી સ્વાદઅનુસાર મીઠું નાખો, ત્યારબાદ લાલ મરચું પાવડર નાખો અને બધું ધીરે ધીરે મિક્સ કરો. તે ચકાસી લો કે બધા પનીરના ટુકડા આ મિશ્રણથી સારી રીતે કોટ થઈ ગયા છે કે નહિ, એટલે કે બધા પનીર પર મિશ્રણ સારી રીતે ચોંટી ગયું છે કે નહિ.

પનીરને ક્રિસ્પી બનાવવા માટે પનીરના ટુકડાને મધ્યમ આંચ પર ફ્રાય કરો.

ચમચી કે અન્ય વસ્તુનો ઉપયોગ કરીને પનીરને ફેરવતા રહો, તે સુનિશ્ચિત કરો કે તમારું પનીર સમાન રૂપથી તલાયેલું હોય.

પનીરને એક પ્લેટમાં કાઢો.

ક્ડાઈમાંથી થોડું તેલ બીજા વાટકામાં કાઢી લો અને કડાઈમાં માત્ર 3 ચમચા તેલ રહેવા દો.

કડાઈને ફેરવો અને ચારેય તરફથી સારી રીતે ગ્રીસ કરી લો.

હવે તેમાં સમારેલી ડુંગળી, લાલ અને લીલા શિમલા મરચા, લીલું મરચું અને પીસેલું લસણ નાખો. ડુંગળી, લસણ અને લીલા મરચાંથી શરૂઆત કરો, બધું તેજ આંચ પર શેકો, પછી બધું નાખીને સારી રીતે મિક્સ કરો.

મીઠુ અને કાળામરીનો પાવડર સાવચેતીથી નાખો, પછી ક્રંચ માટે થોડી લીલી ડુંગળી નાખો.

આંચને મીડીયમ-હાઈ કરી દો, સોયા સોસ નાખો, ત્યારબાદ લાલ મરચાનો સોસ અને ટોમેટો કેચપ નાખી બધું મિક્સ કરો.

સફેદ વિનેગર મિક્સ કરો (વૈકલ્પિક).

થોડું લાલ મરચું પાવડર લો અને તેને પાણી સાથે મિક્સ કરો, આ મિશ્રણને શાકભાજીમાં નાખો અને તેજ આંચ પર પકવો.

પછી તેમાં ધીરે ધીરે કોર્નફ્લોરનું મિશ્રણ નાખો અને બધું મિક્સ કરો. (કોર્નફ્લોરમાં થોડું પાણી નાખીને મિશ્રણ તૈયાર કરવું.)

અંતમાં બધા ક્રિસ્પી પનીરને તૈયાર થયેલા સોસમાં નાખો. તેને ત્યાં સુધી સારી રીતે ટૉસ કરો, જ્યાં સુધી બધા પનીર સારી રીતે કવર ન થઈ જાય. ગેસ બંધ કરો, ગાર્નિશ માટે લીલી ડુંગળી નાખો અને સર્વ કરો.

જુઓ વિડીયો :

આ માહિતી ફૂડ એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.