આશ્ચર્યજનક – ચીન આવનારા 6 દિવસોમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બનાવશે 1 હજાર બેડ વાળી હોસ્પિટલ

ચીન તંત્ર આવતા ૬ દિવસોમાં કોરોના વાયરસ પીડિતો માટે ૧૦૦૦ પથારીની હોસ્પિટલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતા થઇ રહી છે. વાયરસને લઈને તમામ પ્રકારે એલર્ટ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ૨૬ લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. ચીનમાં આ વાયરસના સૌથી વધુ દર્દી મળી આવ્યા છે. તેનું કેન્દ્ર પણ અહિયાં મળી આવ્યું છે.

આખા ચીનમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, ટુકડીઓ તેને અટકાવવા માટે જોડાઈ ગઈ છે પરંતુ ત્યાર પછી હવે ચીન તેને પહોચી વળવા માટે વધુ પણ તૈયાર કરી રહ્યું છે. ચીન તંત્ર આવતા ૬ દિવસોમાં કોરોના વાયરસથી પીડિતો માટે ૧૦૦૦ પથારીની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે રાત દિવસ કામ કરવામાં આવશે. ડેલીમેલ અને શિન્હુઆ ન્યુઝના જણાવ્યા મુજબ આ કામ ચલાઉ સ્ટ્રકચર હોસ્પિટલ માટે ઝડપથી કામ શરુ કરવામાં આવી ચુક્યું છે.

શનિવારથી શરુ થયું કામ :-

શનિવારની રાત્રે શહેરના કેડીયન જીલ્લાના એક ટુકડા ઉપર આ માટે કામ શરુ કરી દેવામાં આવ્યું. આ જમીન ઉપર ટ્રક અને ખોદકામ કરવા વાળા સાધનો જમા કરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ૨૦૦થી વધુ લોકો અહિયાં જોરશોરથી કામ કરવા લાગી ગયા છે. રાજ્યના બ્રોડકાસ્ટર સીસીટીવી દ્વારા તેની એક કુટેજ પણ બહાર પાડવામાં આવી છે. બહાર પાડવામાં આવેલા કૂટેજમાં બનાવવામાં આવતા સ્થળ ઉપર લાઈનીંગ સામગ્રી રાખવા વાળી લારીઓ દેખાડવામાં આવી છે અને ડઝનો ઉત્ખનન કરવા વાળા પહેલાથી જ માટીનું ખોદકામ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ હોસ્પિટલમાં ઘણા કામચલાઉ બંગલા રહેલા હશે, પરંતુ અધિકારી હજુ પણ તે નક્કી કરી રહ્યા છે કે તે પૂર્વ નિર્મિત ઘટકોનો ઉપયોગ એકઠા કરવા વાળા જહાજનું શીપીંગ કંટેનરથી પરિવર્તિત કરવામાં આવેલા વાર્ડોમાં કરશે. અધિકારી વહેલી તકે જ આ આખી હોસ્પિટલનું એક નમુનો પણ બહાર પાડશે. હાલમાં આ ઈમારતની બિલ્ડીંગ બનાવવા માટે ચાર સરકારી સંચાલિત ફર્મો, ચાઈના કંન્ટ્રકશન થર્ડ એન્જીન્યરીંગ બ્યુરો, બુહાન કન્ટ્રકશન એન્જીનીયરીંગ ગ્રુપ, બુહાન મ્યુનિસિપલ એન્જીનીયરીંગ ડીઝાઈન એંડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને સાથે બુહાન હ્યેન મ્યુનિસિપલ કન્ટ્રકશન ગ્રુપને સોપવામાં આવ્યું છે.

૨૦૦ મશીનો અને ૫૦૦ મજૂરોએ શરુ કર્યું કામ :-

હુબેઈ ડેલીના જણાવ્યા મુજબ ૫૦૦ મજૂરોએ કાલે રાત્રે ૮ વાગ્યે કામ શરુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શનિવારની સવારે અહિયાં લગભગ ૨૦૦ મોટા ભારે વાહન અટક્યા વગર કામ કરી રહ્યા હતા. બુહાન કન્ટ્રકશન એન્જીનીયરીંગ ગ્રુપના ડેપ્યુટી મેનેજરે જણાવ્યું કે કંપની વર્કફોર્સ એકથી કરવાની સંપૂર્ણ તૈયારી કરી રહી છે. ચીન કન્ટ્રકશન થર્ડ એન્જીનીયરીંગ બ્યુરોના એક પ્રવક્તાએ જણાવ્યું કે ફર્મે ૫૦૦થી વધુ મજૂરોને તૈયાર રહેવાની વાત કરી હતી.

ખાસ કરીને ચીની નવા વર્ષ પહેલા અહિયાં કામ કરવા વાળા મજૂરો મોટા શહેરો માંથી બહાર જતા રહે છે, તે કારણે જ હાલના દિવસોમાં થોડી ખામી અનુભવવામાં આવી રહી છે. હોસ્પિટલ એક કામચલાઉ સારવાર કેન્દ્ર ઉપર બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. તેને ૨૦૦૩માં SARSને પહોચી વળવા માટે બીજિંગમાં સાત દિવસમાં બનાવવામાં આવ્યું હતું અને બે મહિનાના સમયગાળા માં દેશના SARS રોગોના સાતમાં ભાગનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

બંધ કરવામાં આવ્યા ઐતિહાસિક સ્થળ :-

કોરોના વાયરસને કારણે ચીને પોતાના ઘણા ઐતિહાસિક સ્થળોને બંધ કરી દીધા છે. હવે આ પર્યટકોનું આવવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. નવા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પર્યટકોનું આકર્ષણ અને સાર્વજનિક પરિવહન પ્રણાલીઓને બંધ કરવાની જાહેરાત કરી છે. હુબેઈ રાજ્યમાં ઓછામાં ઓછા ૨૪ લોકોના મૃત્યુ થઇ ગયા છે. ચીનમાં ગ્રેટ વોલ ઓફ ચાઈના અને ડિજ્નીલેન્ડના ભાગને બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ બુહાન કોરોના વાયરસ ફેલાવાના ડરથી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો કેમ કે ૧૦,૦૦૦ લોકો પહેલા જ વાયરસના ઝપટમાં છે.

ઘરોમાં તાળું લગાવીને જઈ રહ્યા છે લોકો :-

થોડા દિવસોમાં લગભગ ૧૪ શહેરોમાં લગભગ ૪૦ મીલીયન લોકો પોત પોતાના ઘરને છોડી ચુક્યા છે. સ્થિતિ એ છે કે અહિયાં સાર્વજનિક પરિવહન અટક્યો છે અને રોડ બંધ છે. ઇંગ્લેન્ડ, સ્કોટલૅન્ડ અને ફ્લોરીડાના શોધકર્તાઓ દ્વારા લખવામાં આવેલા એક અહેવાલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે ચીન બુહાન શહેરમાં જ માત્ર આ વાયરસથી લગભગ ૩૫૦,૦૦૦ લોકો સંક્રમિત છે.

અમેરિકામાં, વોશિંગ્ટન રાજ્યના એક વ્યક્તિની બીમારીની પુષ્ઠી થયા પછી નજર રાખવામાં આવી રહી છે અને બીજા જોડાયેલી બાબતોનું પરીક્ષણ ફેલીફોર્નીયા અને ટેક્સાસમાં કરવામાં આવી રહ્યું છે. એટલાન્ટીકને પાર, બ્રિટીશ અધિકારીઓએ ૧૪ લોકોનું પરીક્ષણ કર્યું છે પરંતુ હજુ સુધી કોઈ પણ બાબતની પુષ્ટિ થઇ નથી.

શું છે કોરોના વાયરસ?

કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. આ વાયરસ ઊંટ, બિલાડી અને ચામાચીડિયા સહીત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, કોરોના વાયરસ સી-ફૂડ સાથે જોડાયેલો છે.

કયા છે તેના લક્ષણ?

કોરોના વાયરસના દર્દીને શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતના લક્ષણ જોવા મળે છે. તે પછી તે લક્ષણ ન્યુમોનિયામાં ફેરવાય જાય છે અને કિડનીને નુકશાન પહોંચાડે છે. ફેફસામાં ગંભીર પ્રકારનો ચેપ થઈ જાય છે.

અત્યાર સુધી આ વાયરસથી છુટકારો મેળવવા માટે કોઈ રસી બનાવાઈ નથી. પણ એના લક્ષણના આધાર પર જ ચિકિત્સક તેના ઈલાજમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે હવે તેની દવા પણ શોધવામાં આવી રહી છે.

આ છે બચવાના ઉપાય :

પોતાના હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ યુક્ત હેન્ડ રબથી સાફ કરો.

ખાંસી અને છીંક આવે ત્યારે પોતાના નાક અને મોં ને ટીશ્યુ, રૂમાલ અથવા વાળેલી કોણીથી ઢાંક।

જેમને શરદી અથવા ફલૂ જેવા લક્ષણ છે, તેમની સાથે નજીકના સંપર્ક બનવવાથી બચો.

તેના સિવાય ખોરાકને સારી રીતે પકવો, માંસ અને ઈંડાને પણ પકવીને ખાવ. પ્રાણીઓના સંપર્કમાં ઓછા આવો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.