ચીનનો પડકાર : અમારા J-20ની આગળ ટકી નહિ શકે રાફેલ, ભારતે આપ્યો જોરદાર જવાબ

ચીને જણાવ્યું : અમારા J-20ની આગળ રાફેલ ટકી શકશે નહિ પણ ભારતે આપ્યો આવો જડબાતોડ જવાબ કે ચીન…

ભારતીય વાયુ સેનામાં ફાઇટર વિમાન રફાલની સંડોવણી અંગે ચીની મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પાકિસ્તાને જયારે ભારતને રાફેલ મળ્યા એટલે વિશ્વ સમુદાયને અપીલ કરી છે, જ્યારે ચીની મીડિયા તેની સરખામણી પોતાના લડાયક વિમાનો સાથે કરવામાં લાગી રહ્યું છે. ફ્રાન્સમાં બનેલા આ લડાયક વિમાનો ચીનના J-20 લડાયક વિમાનો કરતા અનેકગણા સારા છે. જો કે, ચીની મીડિયામાં રાફેલને હલકા બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ચીનના સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા લખવામાં આવ્યું, ભારતે તાજેતરમાં જ પાંચ રાફેલ લડાયક વિમાનો મેળવ્યા છે, અને ભારતના ભૂતપૂર્વ એરફોર્સ ચીફ બી.એ. ધનોઆએ તેને ચીનના J-20 કરતા વધુ સારા લડાયક વિમાનો તરીકે વર્ણવ્યું છે. ચીનના J-20 થી વધુ સારા લડાયક વિમાન ગણાવવામાં આવ્યા છે. ચીની નિષ્ણાતોને ટાંકીને સમાચાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાફેલ ત્રીજી પઢીનું લડાયક વિમાનો છે અને ચોથી પેઢીના લડાયક વિમાનો J-20 સામે જરાપણ ટકી શકતું નથી.

ચીનના સેના નિષ્ણાંતે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, રાફેલ સુખોઇ -30 એમકેઆઈ કરતા વધુ સારા છે, જે ભારતીય વાયુ સેનામાં મોટી સંખ્યામાં રહેલા છે. પરંતુ રાફેલ ખૂબ અદ્યતન નથી અને તેની ગુણવત્તામાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ચીનના સેના નિષ્ણાતે કહ્યું “AESA રડાર, આધુનિક શસ્ત્રો અને મર્યાદિત ટેકનીકને કારણે રાફેલની ત્રીજી પેઢીના બીજા લડાયક વિમાનો સાથે સરખામણી કરી શકાય છે, જેનો ઉપયોગ બીજા દેશ પણ કરી રહ્યા છે પરંતુ ચોથી પેઢીના J-20 જેવા વધુ ક્ષમતા વાળા લડાયક વિમાન સાથે સ્પર્ધા કરવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે.

ચીનના નિષ્ણાંતે લખ્યું, તે વાત બધા જાણે છે કે લડાયક વિમાનોમાં પેઢીનો તફાવત ખૂબ મોટો તફાવત હોય છે અને તેની ભરપાઈ કોઈ વ્યૂહરચના અથવા સંખ્યામાં વધારો કરીને નથી કરી શકાતી. ચીનના જે J-20 લડાયક વિમાનો રાફેલ કરતા ઘણી ઉંચી કેટેગરીના છે.

ભારતના ભૂતપૂર્વ એરફોર્સ ચીફ બી.એસ. ધનોઆએ 4.5 પેઢીના રાફેલને ગેમ ચેન્જર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ચીનના લડાયક વિમાનો J-20 તેની નજીક પણ નથી. ચીને આ નિવેદન અંગે ચીનને ગમ્યું નથી અને તેમણે રાફેલની ખામીઓ કાઢવાનું શરૂ કર્યું છે. ધનોઆએ બે પ્રશ્નો સાથે ચીનના દાવાનો જવાબ આપ્યો છે.

ભૂતપૂર્વ એર ચીફ માર્શલે અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે J-20 એટલા મુશ્કેલ છે કે તેને પાંચમી પેઢીના ફાઇટર કહેવામાં આવે કારણ કે કનાર્ડથી લડાયક વિમાનના રડાર સિગ્નેચર વધી જાય છે. તેનાથી આ લોંગ – રેન્જ મીટોર મિસાઈલની પકડમાં આવી જાય છે, જે રાફેલમાં લાગેલી છે.

ધનોઆએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જો J-20 ખરેખર પાંચમી પેઢીનું ફાઇટર છે, જેમ કે તેનું ઉત્પાદક ચંગદુ એરોસ્પેસ કહે છે, તો તે સુપરક્રુઝ કેમ કરી શકતા નથી. સુપરક્રુઝ એ એવી ક્ષમતા છે, જેમાં કોઈ લડાયક વિમાનને 1 મેક (ધ્વનિની ગતિ)ની ગતિથી વગર આફ્ટરબર્નર્સથી ઉડાવી શકાય છે.

ધનોઆએ જણાવ્યું હતું કે, રાફેલમાં સુપરક્રુઝબિલિટી છે અને વિશ્વના શ્રેષ્ઠ લડાયક વિમાનો તેના રડાર સિગ્નેચરની સરખામણી કરી શકાય છે. ધનોઆએ આ અઠવાડિયે ચીનના પ્રોપ્રેગેંડાને ખખડાવતાં કહ્યું હતું કે, જો ચીની શસ્ત્રો અને લડાયક વિમાનો એટલા સારા હોત, તો પાકિસ્તાને 27 ફેબ્રુઆરી 2019 ના રોજ ચીનના જેએફ -17 નો ઉપયોગ હુમલામાં કરવો જોઇતો હતો નહિ કે F-16નો. પરંતુ પાકિસ્તાને ચીનના લડાયક વિમાન JF-17 નો ઉપયોગ માત્ર મિરાજ 3/5 બોમ્બર્સને બચાવવા માટે જ કર્યો હતો.

ધનોઆએ ચીનના સંરક્ષણ ઉપકરણોની ક્ષમતા ઉપર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે ચીનના આયરન બ્રધર (પાકિસ્તાન) ઉત્તરમાં સ્વીડિશ હવાઈ ચેતવણીનો ઉપયોગ શા માટે કરે છે જ્યારે ચીની AWACSને દક્ષિણમાં રાખે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.