ચીનના સૌથી શ્રીમંત વ્યક્તિએ આપ્યો સફળતાનો આ મંત્ર, જેની વિશ્વભરમાં થઇ રહી છે ચર્ચા.

ગરીબી માંથી નીકળીને ચીનના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવા સુધી તેની સફર સરળ ન હતી.

ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જેક મા એક નિવેદન આપીને વિવાદોમાં આવી ગયા છે. તેમણે રવિવારે ૯૯૬ વર્ક કલ્ચર (સવારે ૯ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી અને અઠવાડિયામાં ૬ દિવસ) ની જોરદાર વકીલાત કરી. તેમનો તર્ક છે કે ૯૯૬ પદ્ધતિ ઝનૂની યુવાનો માટે છે. જેમ મા ના જીવનને જોઈએ તો તે પણ ઘણું ઝનુની છે.

એક ગરીબ માણસ માંથી ચીનના સૌથી શ્રીમંત માણસ બનવા સુધીની તેમની આ સફર સરળ ન હતી. તે સ્કુલમાં ઘણી વખત નાપાસ થયા. ૩૦ નોકરીઓમાં રીજેક્ટ થયા, તેની મઝાક ઉડાવી, તેને ઠગ સમજ્યા, ત્યાર પછી તેમનું ઝનુન અને કામ પ્રત્યે તેમની ધગશ જ હતી. જેથી તે દુનિયાના સૌથી મોટા રીટેલર અને ઈ-કોમર્સ કંપનીના માલિક બન્યા.

રૂપિયાના ઠગ સમજતા હતા લોકો :-

જેક મા ની નેટ વર્થ ૪૦.૧ અબજ ડોલર (૨.૭૭ લાખ કરોડ) છે. થોડા સમય પહેલા પ્રકાશિત થયેલી તેમના જીવન ઉપર આધારિત પુસ્તક ‘અલીબાબા: દ હાઉસ જેક મા બિલ્ટ’ માં જણાવવામાં આવ્યું છે કે જયારે જેક એ ૧૯૯૯ માં હાંગઝૂના પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબા કંપનીનું કામકાજ શરુ કર્યું, તો લોકો તેને શંકાની દ્રષ્ટિએ જોતા હતા. તેને લોકો ત્રણ વર્ષ ઠગ જ સમજતા રહ્યા. પછી જઈને લોકોને વિશ્વાસ થયો કે તે તો પોતાના જીવન સરળ કરવા વાળા વ્યક્તિ હતા.

ટીચરની નોકરી છોડી શરુ કરી હતી કંપની :-

બીલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સની જેમ જેક મા પાસે કોમ્પ્યુટર સાયન્સની પણ કોઈ પુષ્ઠભૂમિ ન રહી. બાળપણમાં ક્યારેય તેમણે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો ન હતો, ગણિતના પેપરમાં એક વખત તેમણે ૧૨૦ માંથી માત્ર ૧ માર્ક્સ મળ્યા, તેવામાં સફળતાની કહાની વધુ નવાઈ પમાડે છે.

૧૯૮૦ માં તે પોતાના શહેર માં સ્કુલમાં શિક્ષકની નોકરી કરવા લાગ્યા. ત્રણ વર્ષ પછી તેમણે આ નોકરી છોડી અનુવાદ કરવાની એક કંપની ખોલી.

પછી ધીરે ધીરે એ સફળતાના સોપાન ચડવા લાગ્યા જે અત્યારે આપણે જોઈ શકીએ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.