ચિંતા અને ઘબરાટ ને મિનિટો માં જ દૂર કરવાના માટે રામબાણ ઉપાય

ઘણા લોકો એ નથી જાણતા કે એન્જાઈટી એટલે ગભરાટ મેટલ ડીસઓર્ડરનો જ એક વિકાર છે. તેનાથી ધીમે ધીમે તમારું જીવન પ્રભાવિત થઇ શકે છે. એટલું જ નહિ તેને કારણે તમને તમારું રોજનું કામ પણ મુશ્કેલ બની શકે છે. ગભરાટ ના લક્ષણોને ઓછા કરવા માટે આ સાત વસ્તુ જરૂર ખાવ.

બદામ અને અખરોટ – આ વિટામીન ઈ, જીંક, મેગ્નેશિયમ અને બિ ૧૨ નો સારો સ્ત્રોત છે અને ચિંતા કે તનાવ દરમિયાન ઈમ્યુન સીસ્ટમને બચાવે છે. તેથી રોજના ત્રણ થી ચાર બદામ કે અખરોટ ખાવ.

કોળા ના બીજ – તેમાં એમીનો એસીડ હોય છે, જે એલ ટ્રેપટોફેન તરીકે ઓળખવામાં આવે છે. તે મગજ માં સેરોટોનીન ના લેવલ ફેરવવામાં ઉપયોગી છે. સેરોટોનીન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે મુડને બેલેન્સ રાખે છે.

ફર્મેન્ટસ ફૂડસ – અધ્યયન મુજબ ફર્મેન્ટડ ફૂડસમાં પ્રોબાયોટીકસ હોય છે, જેને કારણે તે ચિંતાને ઓછી કરવામાં મદદગાર છે. તેથી તમને દહીં, ઢોકળા, ઈડલી અને ઢોંસા જેવી વસ્તુ ખાવી જોઈએ.

મેગ્નેશિયમ વાળી વસ્તુ – મેગ્નેશિયમ મગજમાં કોર્ટીસોલ ના લેવલને નિયમિત કરવામાં ઉપયોગી છે. કોર્ટીસોલ તનાવ ઓછું કરે છે જેથી તમે સારૂ અનુભવ કરો છો. તેના માટે તમે પાલક, કેળા જેવી વસ્તુ ખાવ.

ઓમેગા -૩ ફેટી એસીડ – અધ્યયનો મુજબ ઓમેગા ૩ ફેટી એસીડ થી તનાવ અને ચિંતાને ઓછી કરવામાં મદદ મળે છે. તેના માટે  અળસી (ફ્લેકસસીડ), સેમન, , ચીયા સીડ્સ અને સોયાબીન, ટેટી નાં બીજ  ખાવ.

સંતરા – વિટામીન સી ની ઉણપ ને કારણે એન્જાઈટી ડીસઓર્ડર થઇ શકે છે. તેથી તમારા ખોરાકમાં સંતરા, કીવી, ટમેટા, બ્રોકલી અને બીજા વિટામીન સી વાળા ખાદ્ય પદાર્થ ઉમેરો કરો.

કેમોમાઈલ ટી – અધ્યયનો મુજબ કેમોમાઈલ ટી ચિંતા ના ઈલાજ માટે અસરકારક કુદરતી રેમેડી છે.