ચિંત્રકુટનો તે ખેડૂત, જેણે સરકારની મદદ લીધા વિના એકલા એજ બનાવી દીધું 40 હજાર વૃક્ષો નું ભરાવદાર જંગલ

યુપીના બુંદેલગઢ વિસ્તારની ગણતરી સુકા વિસ્તાર તરીકે કરવામાં આવે છે, પાણીની તંગીને લીધે અહિયાંથી લોકો બીજે પલાયન કરવા લાગ્યા છે. પાણી માટે સૌથી મહત્વની વસ્તુ છે ઝાડ, જો ઝાડ હોય તો આ વિસ્તાર પાણીની તંગી સામે લડી શકે છે. ઉત્તર પ્રદેશનો ચિત્રકૂટ વિસ્તાર પણ તેમાંથી એક છે. આ વિસ્તારને પોતાની તાકાત ઉપર લીલું છમ બનાવવામાં લાગ્યા છે બાબા ભૈયારામ યાદવ. આ વિસ્તારમાં ટ્રી-મેનના નામથી પ્રસિદ્ધ ભાયારામ યાદવે પોતાની તાકાત ઉપર જ ૪૦ હજાર સુધીના ઝાડનું ગાઢ જંગલ તૈયાર કરી લોકો સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ચિત્રકૂટથી લગભગ ૨૦ કી.મી. દુર એક ગામ છે ભરતપુર, અહિયાં પહોચતા જ તમને આ પહાડીના દર્શન થશે જ્યાં ભૈયારામ યાદવે દિવસ રાત એક કરી એક ગાઢ જંગલ તૈયાર કર્યું છે. ગરમીમાં જયારે આખો વિસ્તાર તપે છે, ત્યારે ભૈયારામ યાદવ દ્વારા ઉભું કરવામાં આવેલુ આ વન લોકોને અને અહિયાં રહેતા પશુ-પક્ષીઓને રાહત અપાવે છે. ભૈયારામ યાદવ વર્ષ ૨૦૦૭થી જ આ કાર્યમાં લાગેલા છે. તે વૃક્ષોને પોતાના બાળકની જેમ સંભાળ રાખે છે.

ભૈયારામ યાદવની કહાની ઘણી જ પ્રેરણાદાયક છે. તેમણે NDTV ને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે આ કાર્યની શરુઆત તેમણે કેવી રીતે કરી, ખાસ કરીને વર્ષ ૨૦૦૧માં બાળકને જન્મ આપતી વખતે તેની પત્નીનું અવસાન થઇ ગયું હતું. તેના થોડા વર્ષ પછી બીમારીને કારણે બાળક પણ ગુજરી ગયો. ત્યારે ભૈયારામ યાદવે પોતાને ઘણા એકલા અનુભવ્યા. તેના જીવનનો કોઈ હેતુ ન હતો. ત્યારે તેમને પોતાના પિતાની વાત યાદ આવી કે માણસે પોતાના જીવનમાં ઓછામાં ઓછા પાંચ ઝાડ જરૂર ઉગાડવા જોઈએ.

ત્યારપછી તેમણે નક્કી કરી લીધું કે તેઓ ઝાડનો ઉછેર કરશે અને તેની જાળવણી પણ રાખશે જેથી તે વૃક્ષ બની જાય. પછી તો શું હતું ભૈયારામ યાદવજી વન વિભાગ માંથી છોડ લાવતા રહ્યા અને તેમના ગામની પાસે ખાલી પડેલી જમીન ઉપર ઉગાડતા રહ્યા. વન વિભાગની જમીન ઉપર ઉગાડવામાં આવેલા છોડને પાણી આપવા માટે ઘણા કી.મી. દુરથી પાણી ભરીને લાવતા હતા.

તેમની સખત મહેતનનું પરિણામ છે કે બુંદેલખંડની ૫૦ એકર જમીન ઉપર આજે ગાઢ જંગલ ઉભું છે. ઝાડનું રક્ષણ કરવા માટે તેમણે જંગલમાં જ ઝુપડી બનાવી લીધી છે. તેમની પાસે આવકનું કાંઈ જ સાધન નથી, તે જંગલમાં ઉગાડેલા ઝાડના ફળ અને અનાજની મદદથી જીવી રહ્યા છે. ભૈયારામ યાદવનું કહેવું છે કે સરકાર દર વર્ષે પર્યાવરણ દિવસ ઉપર દરેક જીલ્લામાં વૃક્ષ ઉછેર અભિયાન ચલાવે છે. લાખો ઝાડ પણ ઉગાડે છે, પણ તેનું રક્ષણ કોઈ કરતું નથી.

એક વખત ઝાડ ઉગાડ્યાં પછી લોકો તેને ભૂલી જાય છે. આ રીતે સરકાર પૈસા પણ વેડફી રહી છે અને વૃક્ષ પણ ઓછા થઇ રહ્યા છે. સરકારે એવા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ જે વૃક્ષારોપણ માં લાગેલા છે. ભૈયારામ યાદવની ઈચ્છા છે કે તેમના દ્વારા ઉગાડવામાં આવેલા ઝાડોની સંખ્યા ૪૦ લાખ સુધી પહોચી જાય, તેમનું કહેવું છે કે તે છેલ્લા શ્વાસ સુધી ઝાડ ઉગાડતા રહેશે અને તેનું રક્ષણ કરતા રહેશે.

યુપી સરકારે આ વર્ષે ૯ ઓગસ્ટના રોજ ૨૨ કરોડ વૃક્ષ ઉગાડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ સરકારના આટલા પ્રયાસો છતાં પણ વન ક્ષેત્રમાં ઘટાડો થઇ રહ્યો છે. કેમ કે સરકારનું ધ્યાન માત્ર વૃક્ષારોપણ ઉપર છે, તેને બચાવવા ઉપર નથી. સરકારે તેની તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.