આફ્રિકામાં ખૂંખાર ચિત્તા સાથે લટાર મારતી નજર આવી આ ગુજરાતી ગરબા કવીન, જુઓ ફોટા

આપણા દેશની સાથે સાથે આખી દુનિયામાં ગુજરાતીઓ પોતાની અલગ છબી ધરાવે છે. ગુજરાતી પોતાની મીઠી બોલી, બિઝનેસ સ્કીલ, ચટપટી વાનગીઓ, મોજીલા સ્વભાવ અને ગરબા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વર્તમાન સમયમાં દરેક જગ્યાએ ગુજરાતીઓ છવાયેલા છે. અને આજે અમે તમારી સમક્ષ ગુજરાતની એક ગરબા કવીનના થોડા ફોટા રજુ કરવા જઈ રહ્યા છીએ.

તમે બધા આપણા ગુજરાતની ગરબા કવીન પ્રિયા પટેલને તો ઓળખતા જ હશો. તે પોતાના અલગ અંદાઝ માટે જાણીતી છે. પ્રિયા પટેલ અલગ અલગ જગ્યાએ ગરબાનું પરમોન્સ કરે છે. તેમના શો હોય ત્યારે ગ્રાઉન્ડમાં માનવ મહેરામણ ઉમટી પડે છે, અને નાના મોટા સૌ તેમના ગરબાની તાલે ઝૂમી ઉઠે છે. તે પોતાના મધુર અવાજની સાથે સાથે પોતાની ફેંશન સેન્સ માટે પણ પ્રખ્યાત છે. તે હંમેશા એક અલગ સ્ટાઈલિશ લુકમાં જોવા મળે છે.

પ્રિયા પટેલ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. ત્યાં તેમણે ઈસ્ટ આફ્રિકાના ઝામ્બીયામાં આવેલા એક નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી અને ત્યાં જંગલ સફારી પણ કરી હતી. તે દરમિયાન તેમણે અલગ અલગ જંગલી પ્રાણીઓને જોવાનો લહાવો લીધો હતો. એ સમયે તે ચિત્તાને લઈને ફરતા નજરે પડી હતી, જેના ફોટા ખુબ વાયરલ થઈ રહ્યા છે. આર્ટીકલના અંતમાં તેમનો એક વિડીયો પણ મુકવામાં આવ્યો છે.

તમે એમના ફોટામાં જોઈ શકો છો, કે તે ચિત્તા સાથે ફરવાનો આનંદ લઇ રહી છે. તે સિવાય તેમણે હાથી સાથે પણ મસ્તી કરી હતી અને કુદરતના ખોળે સમય પસાર કર્યો હતો. તે સમયના તેમના ફોટા અને વિડીયો ઘણા વાયરલ થયા છે.

મિત્રો, ઝામ્બીયાની વાત કરીએ તો ત્યાં 30% વિસ્તાર એટલે કે લગભગ 752 614 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વન્યપ્રાણી સૃષ્ટિ માટે અનામત છે. આ દેશમાં 20 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 34 રમત સંચાલન ક્ષેત્ર છે. વિશ્વના શ્રેષ્ઠ રમત ઉદ્યાનોમાં સાઉથ લુઆંગવા, કાફે અને લોઅર ઝામ્બેઝી આવે છે.

લુઆમ્બે અને લુકુસુઝી લિયુવા પ્લેન, પશ્ચિમ લુંગા, સિઓમા ન્ગવેઝી અને ન્યિકા પ્લેટોમાં નોંધપાત્ર વન્યપ્રાણી સૃષ્ટિ છે, પરંતુ તે હજુ અવિકસિત છે. વિક્ટોરિયા ધોધ નજીકના મોસી-ઓએ-તુન્યાને ઝૂઓલોજિકલ પાર્ક તરીકે ગણવામાં આવે છે, કારણ કે તેમાં કાળિયાર, હાથીઓ, જિરાફ અને ગેંડોની સારી વ્યવસ્થાપિત વસ્તી છે, પરંતુ તેમાં કોઈ શિકારી નથી.

પ્રિયા પટેલ કોકિલ કંઠની સાથે સાથે એક સુંદર કાયા પણ ધરાવે છે. દેશમાં તેમના ચાહવાવાળાની અછત નથી. સોશિયલ મીડિયા પર તેમને ઘણા લોકો ફોલો કરે છે. તેમના ફોટા અને વિડીયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે તેમના સુંદર ફોટા આ આર્ટિકલમાં જોઈ શકો છો.

જુઓ વિડીયો :

???make a way for rocky bhai.??

Posted by Priya Patel on Friday, December 13, 2019