5 મિનિટમાં બનાવો ચોકલેટ લાડુ, મળશે એનર્જી અને સ્વાદનો ડોઝ

આ રીતે ફટાફટ બનાવો એનર્જી અને સ્વાદથી ભરપૂર ચોકલેટ પ્રોટીન લાડુ, જાણો તેની રેસિપી.

બાળકો સાથે જ મોટાને પણ ચોકલેટનો સ્વાદ ઘણો ગમે છે. કોઈને વ્હાઈટ ચોકલેટ પસંદ હોય છે તો કોઈને ડાર્ક ચોકલેટ. કોઈ ફ્રેંચી વેફર વાળી ચોકલેટના દીવાના હોય છે તો કોઈ કેરેમલ વાળી ચોકલેટ ખાય છે. એ તો તમે જાણો જ છો કે ચોકલેટને યોગ્ય પ્રમાણમાં ખાવવામાં આવે તો તે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. શેફ સારાંશ ગોઇલા પાસે જાણો 5 મિનીટમાં પ્રોટીનથી ભરપુર ચોકલેટ લાડુ બનાવવાની રેસીપી

આરોગ્ય માટે ફાયદાકારક છે ચોકલેટ લાડુ :

ચોકલેટ લાડુને ઘણા ઓછા સમયમાં અને સરળતાથી બનાવી શકાય છે. તમે તેને મોટા પ્રમાણમાં પણ બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. નીચે જણાવેલી વસ્તુ માંથી 6 મીડીયમ સાઈઝના ચોકલેટ લાડુ બનાવી શકાય છે. જાણો ઘરે આરોગ્ય અને સ્વાદથી ભરપુર ચોકલેટ લાડુ બનાવવાની રીત.

બનાવવામાં સમય – 5 મિનીટ

ચોકલેટ લાડુ સામગ્રી :

માઈપ્રોટીનનું 30 ગ્રામ વ્હે પ્રોટીન (ચોકલેટ) કે પ્રી પ્રોટીન આઈસોલેટ

10 અખરોટ

10 બદામ

15 ખજુર (બી કાઢી લો)

દોઢ ટેબલસ્પુન પીનટ બટર

1 ટેબલસ્પુન સફેદ તેલ

3 ટેબલસ્પુન પાણી

ચોકલેટ લાડુ બનાવવાની રીત

(1) બધા નટ્સને ડ્રાઈ રોસ્ટ કરો. તેનો રંગ ભૂરો થઇ જવા દો.

(2) સફેદ તલને અલગથી શેકીને એક વાટકીમાં કાઢી લો.

(3) બધા મેવાને ઠંડા થયા પછી ખજુર, પ્રોટીન પાવડર, પાણી અને પીનટ બટર સાથે ગ્રાઈંડ કરી લો. ધ્યાન રાખો કે તેની પેસ્ટ નથી બનાવવાની, બસ લાડુનું કરકરુ મિશ્રણ બની જવા દો.

(4) તૈયાર મિશ્રણને 6 સરખા ભાગમાં વહેચી લો. પછી હથેલીની મદદથી મિશ્રણના લાડુ બનાવી લો.

(5) દરેક લાડુને તળેલા તેલથી કોટ કરી લો.

ચોકલેટ લાડુ તૈયાર છે. તેને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી લો. વર્કઆઉટ યોગ પહેલા/પછી તેનું સેવન કરી લો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.