ક્રન્ચી ‘ચોખાની ચિપ્સ’ બનાવવાની સરળ અને ઝડપી રેસિપી જાણો Gujarati Recipe

હવે ઘરે બનાવો એકદમ સરળ રીતે ચોખાની ક્રન્ચી ચિપ્સ, જાણો તેની ખાસ રેસિપી. થોડા દિવસમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે અને તમામ ઘરમાં આ તહેવાર ઉપર નવા નવા પકવાન બનાવવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ક્યાંક બટેટાના પાપડ બનાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક બટેટાની ચિપ્સ, આ સીઝનમાં ઘરના બનેલા આ પકવાનોનો સ્વાદ લેવાની મજા જ કાંઈક અલગ હોય છે.

ઘણા ઘરોમાં ચોખાના પાપડ અને ચિપ્સ પણ બનાવવામાં આવે છે. તે ખાવામાં ઘણા ટેસ્ટી હોય છે અને ઘણી જ ઓછી વસ્તુ અને સમયમાં બનીને તૈયાર પણ થઇ જાય છે. બધાના ચોખાના પાપડ અને ચિપ્સ બનાવવાની રીત અલગ હોય છે.

આજે અમે તમને ચોખાની ચિપ્સ બનાવવાની સૌથી અલગ રીત જણાવવા જઈ રહ્યા છીએ. આ રીત અપનાવીને તમે માત્ર 20 મિનીટમાં જ કુરકુરે હોમમેડ ચોખાની ચિપ્સ તૈયાર કરી શકો છો.

સામગ્રી

1 કપ ચોખાનો લોટ

1 કપ ગરમ પાણી

1 નાની ચમચી લાલ મરચું પાવડર

1 નાની ચમચી ચાટ મસાલા

1 નાની ચમચી કાળું મીઠું

1 નાની ચમચી સફેદ મીઠું

તળવા માટે તેલ

તો આવો જાણીએ ઘરે ચોખાની ચિપ્સ બનાવવાની સૌથી સરળ રીત

રીત

સૌથી પહેલા એક કડાઈને ગેસ ઉપર ચડાવો અને તેમાં 1 કપ પાણી નાખીને ગરમ કરો. જયારે પાણી ગરમ થઇ જાય તો તેમાં 1 ચમચી મીઠું નાખો અને ચોખાનો લોટ નાખો.

હવે ચોખાના લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરો. જયારે તે મિક્સ થઇ જાય તો તેને એક મોટા વાસણમાં કાઢી લો.

હવે ગરમા ગરમ હોય ત્યારેજ ચોખાના લોટને ઘઉંના લોટની જેમ ગુંદો અને ચીકણો કરી લો. જો તમને લાગે કે લોટ હાથમાં ચોટી રહ્યો છે તો તેમાં થોડો ચોખાનો લોટ વધુ ભેળવી લો.

હવે આ લોટની નાની અને ગોળ લુઈઓ બનાવો અને 5 મિનીટ માટે ઢાંકીને મૂકી દો. 5 મિનીટ પછી લુઈઓને રોટલીની જેમ ગોળ વણી લો.

જો લોટ વેલણમાં ચોટે તો તમે થોડો એવો લોટ જ પાથરીને તેની ઉપર લગાવી શકો છો. જયારે લુઈઓ રોટલી જેવી પાતળી વણાઈ જાય તો તમે તેને કટરથી ઈચ્છા મુજબના આકારમાં કાપી શકો છો. તમે ધારો તો ગોળ ચિપ્સ બનાવી શકો છો કે પછી ચિપ્સને અલગ અલગ પ્રકારના તમારા મનપસંદ શેપ આપી શકો છો.

જયારે ચિપ્સ કપાઈ જાય તો પછી બધાને કાંટાદાર ચમચી ની મદદથી નાના નાના છિદ્ર (કાણા) કરી લો.

હવે ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ કર્યા પછી તેમાં ચિપ્સ નાખો અને તેને તળો.

તમારે કડાઈમાં એક સાથે વધુ ચિપ્સ નથી નાખવાની અને ઘણો વધુ સમય અને વધુ તાપમાં તેને નથી તળવાની.

જયારે બધી ચિપ્સ તળાઈ જાય તો તેને એક બાઉલમાં મીઠું, ચાટ મસાલા, કાળા મરી લો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને તમે ચોખાની ચિપ્સ ઉપર નાખી શકો છો. તમારી ટેસ્ટી હોમમેડ ચોખાની ચિપ્સ તૈયાર થઇ જશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.