છોકરી ગુજરી ગયા પછી જમાઈએ ખોલી મૌસમી ચેટર્જીની પોલ, જણાવ્યું : તેણે પોતાની દીકરીનો ચહેરો પણ….

હાલમાં જ મૌસમી ચેટર્જીની દીકરી પાયલનું અવસાન થયું છે. મૌસમી ચેટર્જી ૭૦ના દશકની ઉત્તમ હિરોઈન હતી. પાયલ છેલ્લા થોડા વર્ષોથી બીમાર રહેતી હતી અને કોમામાં હતી. તેનો વર્ષ ૨૦૧૭થી ઈલાજ ચાલી રહ્યો હતો. પાયલ જુવેનાઈલ ડાયાબીટીસથી પીડિત હતી, જેને લીધે તેનું અવસાન થઇ ગયું.

ગયા વર્ષે નવેમ્બરમાં મૌસમી ચેટર્જીએ પોતાના જમાઈ ઉપર તે ઘણો હેરાન કરે છે તેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. મૌસમી ચેટર્જીના આ આરોપો સાંભળીને દરેક આશ્ચર્યચકિત રહી ગયા હતા, સાથે જ મૌસમી ચેટર્જીએ પોતાના જમાઈ અને તેના ઘરવાળા ઉપર કેસ પણ કર્યો હતો.

મૌસમી ચેટર્જીએ પોતાની દીકરી પાયલના લગ્ન વર્ષ ૨૦૧૦માં બિઝનેસમેન ડીકી સિંહ સાથે કર્યા હતા. મૌસમી ચેટર્જીના પતિ જયંત, દીકરી પાયલ અને જમાઈ ડીકી એક જ કંપનીના ડાયરેક્ટર હતા. વર્ષ ૨૦૧૬થી ત્રણે વચ્ચે વિવાદ શરુ થયો અને ધીમે ધીમે તેમની વચ્ચે સંબંધ બગડતા ગયા.

હાલમાં જ મૌસમી ચેટર્જીએ પોતાના જમાઈ ડીકી ઉપર આરોપ લગાવ્યા હતા કે તે અને તેના કુટુંબ વાળા તેને પોતાની દીકરી પાયલને મળવા દેતા ન હતા અને ન તો તેની સંભાળ લેવા દેતા હતા. થોડા દિવસો પહેલા મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં પાયલે દુનિયા માંથી વિદાય લઇ લીધી.

જમાઈએ લગાવ્યા મૌસમી ચેટર્જી ઉપર આરોપ

તેવામાં હવે ડીકીએ પોતાની વાત રજુ કરી છે, ડીકીએ મૌસમી ચેટર્જીને લઈને થોડી એવી વાતો જણાવી છે જે ખરેખર આશ્ચર્યચકિત કરી દે તેવી છે. ડીકીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મૌસમી ચેટર્જી ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે, મને મારી પત્ની સાથે કોઈ વાંધો ન હતો. મારી પત્ની છેલ્લા શ્વાસ સુધી મારી સાથે હતી. મારી ઉપર તો બેદરકારીના આરોપ લગાવીને કેસ કરવામાં આવ્યો હતો તે પણ મેં જીતી લીધો હતો. મૌસમી ચેટર્જીએ મારી પત્નીના મૃત્યુ પછી તેનો ચહેરો સુદ્ધાં જોયો નથી. તે તેના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન થઇ.

કહ્યું – બીમારીને બનાવ્યો મુદ્દો

ડીકીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું – પાયલના પિતા અને તેની બહેન મેઘા જરૂર અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. મૌસમી ચેટર્જીએ પાયલની બીમારીનો મુદ્દો બનાવી દીધો હતો. જયારે પાયલની સંભાળને લઈને અમુક બાબતોમાં મારી પ્રસંશા પણ કરવામાં આવી હતી. મૌસમી ચેટર્જી તરફથી જ લડાઈ શરુ થઇ જે સાર્વજનિક થઇ ગઈ, ડીકીએ એ પણ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી પાયલની તબિયત વધુ ખરાબ થઇ હતી.

તેમણે કહ્યું છેલ્લા ૨ મહિનાથી પાયલ હોસ્પિટલમાં હતી પરંતુ મૌસમી ચેટર્જી માત્ર ૫-૫ મિનીટ માટે માત્ર ૫ વખત હોસ્પિટલ આવી. મારી પાસે સાબિતીની રેકોડીંગ છે. મેં તેને ક્યારેય પણ પાયલને મળવાની મનાઈ કરી ન હતી.

મૌસમી ચેટર્જીએ ડીકી ઉપર બેદરકારીના પણ આરોપ લગાવ્યો હતો. ડીકીનું નિવેદન તો કાંઈક અલગ જ કહાની દર્શાવે છે, તેવામાં સત્ય માત્ર મૌસમી ચેટર્જી અને ડીકીના ઘરવાળા જ જાણે છે. ડીકીએ ઈન્ટરવ્યુ સ્પોટબોયને આપ્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.