આ નુસખો કરશે કોલેસ્ટ્રોલ લેવલને કરશે સ્થિર અને રક્તવાહીનીઓની સફાઈ ક્લિક કરી જાણો ઘરેલું ઈલાજ

 

કોલેસ્ટ્રોલ એક એવી બીમારી છે જેનો જ્યાં સુધી ટેસ્ટ ન કરાવવામાં આવે તેનો અણસાર સુદ્ધાં આવતો નથી. કોલેસ્ટ્રોલ એક ચરબીયુક્ત પદાર્થ છે જેની આપણા શરીરમાં જુદા જુદા કર્યો કરવા માટે જરૂરિયાત રહે છે. લોહીમાં કોલેસ્ટ્રોલ નું ખુબ વધુ પ્રમાણ શરીર માટે નુકશાનકારક બની શકે છે અને તેને લીધે હ્રદયરોગ થવાની શક્યતા પણ વધી શકે છે. આ જ કારણ છે કે દરેક પોતાના લોહીના રીપોર્ટમાં કોલેસ્ટ્રોલ ના વધેલા પ્રમાણને જોઇને ડરી જાય છે. અસંતુલિત ખરાબ ખાવા પીવાનું, માનસિક અને શારીરિક તનાવ થી શરીરમાં કોલેસ્ટ્રોલ ના લેવલનું પ્રમાણ વધી જાય છે.

આજે અમે તમને એજ ઘરગથ્થું નુસખા વિષે જણાવીશું જે કોલેસ્ટ્રોલ લેવલ થી લઈને તમારી રક્તવાહિનીઓ સુધીની સફાઈ કરી દેશે. આ નુસખા માં ઉપયોગમાં લેવાનારી વસ્તુ કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરશે અને રક્તવાહિનીઓ (blood Vessels) ની સફાઈ કરશે.

સામગ્રી :

* 1 કપ આદુનું જ્યુસ

* 1 કપ AVC (એપલ સાઇડર વિનેગર)

* 1 કપ લસણનો રસ

* 1 કપ લીંબુનો રસ

રીત :

* પહેલા બધી સામગ્રીને ભેળવીને 30 મિનીટ સુધી ઉકાળવા માટે ધીમા તાપ ઉપર મુકો અને સમયાન્તરે હલાવતા રહો.

* જયારે મિશ્રણ 3 કપ રહે તો તાપ બંધ કરી દો અને વાસણમાં ઢાંકીને ઠંડુ થવા દો.

* જયારે મિશ્રણ ઠંડું થઇ જાય તો તેમાં 3 કપ મધ નાખી દો (ટેસ્ટ માટે) અને સારી રીતે મિક્સ કરી દો અને કાંચની બોટલમાં ભરીને રાખો.

આ મિશ્રણ રોજ એક ચમચી ખાલી પેટ સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ થઇ જશે અને Blood Vessels ને ચોખ્ખું કરી દેશે.