ગ્રહ અનુસાર કરો ભોજનની પસંદગી, અહીં જાણો કયું ભોજન છે તમારા માટે બેસ્ટ.

લાઇફસ્ટાઇલમાં સકારાત્મકતા લાવવા માટે ગ્રહ અનુસાર કરો ભોજનની પસંદગી, અપનાવો આ ફૂડ ટિપ્સ. ભોજન આરોગ્યનો મૂળમંત્ર છે. કહેવામાં આવે છે કે માણસ પેટ માટે કાંઈ પણ કરે છે. લોકો પોતાની રસોઈમાં જાત જાતની ટેસ્ટી વાનગીઓ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો? કે કુંડળી મુજબ ખાદ્ય પદાર્થોની પસંદગી કરવાથી તમે ખાવાની ઘણી જ વધુ મજા લઇ શકો છો. ગ્રહ મુજબ ભોજન પસંદ કરીને તમે તમારી રસોઈ અને આરોગ્ય બંને ઉપર સકારત્મક અસર જોશો.

ગ્રહ મુજબ કરો ફૂડ સિલેકશન : ગ્રહ મુજબ ખાવા પીવાની પસંદગીથી તમારી લાઈફસ્ટાઇલમાં સકારાત્મક અસર જોવા મળશે. તે જીવનના દરેક ક્ષેત્રમાં અસરકારક હોય છે. યોગ્ય ખાવા પીવાની પસંદગી તમારા આરોગ્યને વધુ પોઝેટીવ રાખે છે. તો આવો જાણીએ ક્યા ગ્રહ મુજબ કઈ વસ્તુ ખાવી જોઈએ.

બુધ ગ્રહનું સ્વામિત્વ : ગ્રહો મુજબ ફૂડસની પસંદગી કરવા માટે તે જાણવું જરૂરી છે કે તમારી કુંડળીમાં કયા ગ્રહનું સ્વામિત્વ છે. એવા લોકો જેમની કુંડળીમાં બુધ ગ્રહનું સ્વામિત્વ છે. તેમણે લીલા શાકભાજી અને ફળને પ્રાથમિકતા આપવી જોઈએ.

શુક્ર ગ્રહનું સ્વામિત્વ : જેમની કુંડળીમાં શુક્ર ગ્રહનું સ્વામિત્વ વધુ છે તેમણે ડેરી પ્રોડક્ટ ભોજનમાં ઉમેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાટા મીઠા અને રસવાળા પદાર્થ પણ એવા લોકો માટે આરોગ્યને અનુકુળ છે.

ગુરુનું સ્વામિત્વ : ગુરુ સ્વામિત્વ વાળા વ્યક્તિએ પીળા પદાર્થને પ્રાથમિકતા આપવી જોઈએ. તમારે ફળનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ. સુકા મેવાને પલાળીને ઉપયોગમાં લેવા જોઈએ. તમે સાકરને બદલે બીજા ગળ્યા પદાર્થની પસંદગી કરો.

શનિ ગ્રહનું સ્વામિત્વ : શનિના સ્વામિત્વ વાળા લોકોએ કાળા અને લીલા પદાર્થોની પસંદગી કરવી જોઈએ. તલ, અડદ અને લીલા શાકભાજી ઉત્તમ રહેશે. તલનો ઉપયોગ પણ શનિના સ્વામિત્વ વાળા લોકો વધુ કરે છે. તે ખાવાથી તમારી ઉપર કુંડળી ગુરુનું સ્વામિત્વ જળવાઈ રહેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.