આ હોળી પર રાશિ અનુસાર પસંદ કરો પોતાનો લક્કી રંગ, ખુલશે નશીબ અને મળશે ઘણી બધી ખુશીઓ.

તહેવારની સાથે પોતાના નસીબને પણ ચમકાવો, પોતાની રાશિ અનુસાર પસંદ કરો રંગ

હોળી રંગ અને ખુશીઓની તહેવાર હોય છે, દર વર્ષે તે પર્વ દેશમાં ખુબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે ૯ માર્ચના રોજ હોળી દહન છે, જયારે ૧૦ તારીખે હોળી રમવામાં આવશે. તેવામાં લોકોએ આ દિવસની અત્યારથી તૈયારીઓ કરવાનું શરુ કરી દીધું છે. આ દિવસે ઘરના બધા લોકો રંગોથી હોળી રમે છે.

બુરા ન માનો હોલી હે, કહીને રંગ લગાવવા આવે છે અને તેની સાથે જ એકબીજા સાથે અણબનાવ પણ આ દિવસે દુર થઇ જાય છે. હોળીનો આ રંગ ઉત્સાહ, ઉર્જા, શક્તિ અને પ્રેમનું પ્રતિક હોય છે, તેવામાં તમારે આ દિવસે ક્યા રંગનો ઉપયોગ કરવો જોઈએ તેની પસંદગી રાશી દ્વારા કરવામાં આવી શકે છે. આ હોળી જો તમે તમારી રાશી મુજબ શુભ રંગોથી હોળી રમશો, તો તમારો દિવસ ઘણો સારો પસાર થશે.

મેષ : આ રાશીના વ્યક્તિઓએ હોળીના દિવસે લાલ અને પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ. તે તમારા માટે ઘણું શુભ રહેશે.

વૃષભ : આ રાશી વાળા નારંગી અને જાંબુડીયા રંગોથી હોળી રમશો, તો તેના જીવનમાં આનંદ જળવાઈ રહેશે, તે બંને જ રંગ વૃષભ રાશી વાળા માટે શુભ છે.

મિથુન : બ્લુ અને લીલો રંગ મિથુન રાશી વાળા માટે લકી સાબિત થશે. હોળી ઉપર આ રંગોનો ઉપયોગ કરવાથી તમારા ભાગ્યના તાળા ખુલી જશે. ભાગ્ય તમને સાથ આપશે.

કર્ક : તેને વાદળી અને લીલા રંગથી હોળી રમવું જોઈએ, આ બંને રંગ તેના જીવનને આનંદ ભરવાનું કામ કરશે, તેનાથી તમારા બગડેલા કામ પણ સુધરી જશે.

સિંહ : આ રાશી વાળાને ગોલ્ડન અને પીળો રંગ ખરીદવો જોઈએ, આ રંગ તેના માટે ન માત્ર લકી રહેશે પરંતુ ઘણો શુભ પણ રહેશે.

કન્યા : તેના માટે હોળી ઉપર નારંગી અને પીળો રંગ યોગ્ય રહેશે. તેનાથી તમારા સંબંધો મજબુત બનશે, સંબંધિઓથી ભવિષ્યમાં લાભ મળશે.

તુલા : આ રાશીના લોકો હોળી ઉપર ગુલાબી અને લાલ રંગનો ઉપયોગ કરી શકે છે. તે તેનું ભાગ્ય ચમકાવવામાં મદદ કરશે.

વૃશ્ચિક : આ લોકો લાલ, પીળો કે લીલા રંગનો ઉપયોગ કરી શકે છે, આ ત્રણે જ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે શુભ છે.

ધન : આ હોળી ધન રાશી વાળા પીળા અને લાલ રંગનો જરૂર ઉપયોગ કરે, તે તમારા માટે સફળતાના દ્વારા ખોલી દેશે.

મકર : તેને ગુલાબી અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેને ધન લાભમાં મદદ મળશે,

કુંભ : આ લોકો ગુલાબી અને લાલ રંગથી હોળી રમે, તમને વહેલી તકે શુભ સમાચાર પ્રાપ્ત થશે.

મીન : તેમના માટે લીલો અને નારંગી રંગ ભાગ્યશાળી સાબિત થશે.

તમે જાણી ગયા હશો કે તમારે તમારી રાશી મુજબ કયો રંગ પસંદ કરવો જોઈએ, તમે હોળી ઉપર તે રંગનો ઉપયોગ કરો, તે તમારા માટે શુભ રહેશે. એક બીજી સલાહ એ છે કે તમે હોળી માત્ર કુદરતી કલરોથી જ રમો. પાકા રંગોનો ઉપયોગ ન કરો. તેમાં રહેલા રસાયણ તમારી સ્કીનને નુકશાન પહોચાડી શકે છે. સ્કીન ફ્રેંડલી ગુલાલથી જ હોળીનો આનંદ લો. તેનાથી તમે સુરક્ષિત પણ રહેશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.