ગામડા અને શહેરોમાં પણ ઘણીવાર વીજળીની તકલીફથી લાચાર થવું પડે છે. તેવા માં, ચીરવા ગામના રહેવાસી ગોવર્ધને પોતાની રીતે આ તકલીફનો એક ઉપાય શોધી કાઢ્યો છે. જણાવી દઈએ કે 8મુ પાસ રૂપસાગર ઘર ઉપર જ વીજળીનું ઉત્પાદન કરીને પોતામાં ઘરમાં પહોચાડે છે. ઘર માટે વીજળી પણ બનાવે છે અને કુટુંબને નિભાવે છે. તેની પાસે ન તો એન્જીનીયરની ડીગ્રી છે, ન તો ડીપ્લોમાં. પણ તેણે ઘરમાં પ્રયત્ન કરીને એક એવું સાધન બનાવ્યું છે જે એન્જીનીયરોના જ્ઞાનને ટક્કર આપવા માટે પુરતું છે.
જુઓ કેવી રીતે કામ કરે છે
એક મીડિયા રીપોર્ટ મુજબ ઉદયપુર (રાજસ્થાન) ના ચીરવા ગામમાં ચા ની દુકાન ચલાવવાવાળા ગોવર્ધન નામના યુવાને એક એવા ચૂલો બનાવ્યો છે જે ચુલાનું કામ કરવાની સાથે સાથે વીજળી પણ બનાવે છે. તેણે એક એવો થ્રી ઇન વન ચૂલો બનાવ્યો છે જેનાથી ઘરમાં ખાવાનું બને છે, દુકાને ચા પણ બને છે અને વીજળી પણ બને છે મફતમાં.
આ ચૂલામાં એટલી વીજળી બની રહી છે કે ગોવર્ધનનો મોબાઈલ ચાર્જ થતો રહે છે અને ઘરની લાઈટ પણ ચાલુ રહે છે. આ સાધનમાં કોઈલ સાથે નાનું પાવર જનરેટર લગાડેલ છે જે હીટ અને ધુમાડાના દબાણ થી કામ કરે છે, જેવું લાકડા કે છાણ ને ઉપરના ચૂલામાં નાખીને સળગાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને ગરમીના દબાણથી સાધન કામ કરવાનું શરુ કરી દે છે. ચૂલામાં પ્લગ બોર્ડથી સાધનની અંદર ઉત્પન થયેલી વીજળીને ઉપયોગમાં લઇ શકાય છે.
કારખાનામાં કામ કરતા કરતા આવ્યો મગજમાં વિચાર આવ્યો અને બની ગયો એન્જીનીયર :
* 8માં ધોરણ સુધીનો અભ્યાસ કરીને પછી સ્કુલ છોડી ચૂકેલ ગોવર્ધનું મગજ કોઈ એન્જીનીયર કરતા ઓછું નથી.
* તે જણાવે છે કે કોઈ પંખાની ફેકટરીમાં કામ કરતા કરતા તેને આ વિચાર આવ્યો. શહેરથી થોડી વસ્તુ લાવીને તેમણે જાતે બનાવીને હાઈટેક ચૂલો બનાવ્યો.
* ચૂલો ભલે લાકડા કે છાણથી સળગતો હોય પણ તેના કામ ઘણા છે. ચુલાથી પહેલું કામ ચા બનાવવાનું છે. ચા બનાવતા બનાવતા તેની અંદર રહેલા સાધનોથી પાવર ઉત્પન કરવાની સાથે લાઈટ પણ સળગાવી શકો છો.
વીજળી ન મળી તો જાતે વીજળી તૈયાર કરવાનો આવ્યો વિચાર :
* ગોવર્ધન જણાવે છે કે તેના ગામમાં વીજળી વ્યવસ્થિત નથી મળતી. લોકો મોબાઈલ ચાર્જ કરવા માટે આમ તેમ ફરતા રહેતા હોય છે.
* ગામમાં છ કી.મી. દુર જઈને મોબાઈલ ચાર્જ કરવો પડે છે.
* વીજળીના કારણે થતી તકલીફોથી પરેશાન થઈને કારખાનામાં કામ કરતા કરતા છેવટે તેને આ ચૂલો તૈયાર કરવાનો વિચાર આવ્યો.
પહેલા ન મળી સફળતા, પણ તે હિમ્મત ન હારી અને મહેનત ફળી. :
* તેને બનાવ્યા પછી બે મહિના વીતી ગયા પછી પણ તે કામ ન કર્યું તો ગોવર્ધનને લાગ્યું કે અટકવાની વાત નથી પણ વારંવાર મશીનને જોડવું અને આમ તેમ ચાલુ કરીને જોયા પછી છેવટે લાઈટ ચાલુ થઇ ગઈ. તે સાથે જ તેની મહેનત ફળી.
* તે જણાવે છે કે સરકાર પણ આ સાધનને બનાવવાનું કામ કરી રહી છે. થોડા સમયમાં ગામમાં, જ્યાં વીજળીની સમસ્યા વધુ છે ત્યાં તેનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂલામાં કોઈલ સાથે નાનું જનરેટર જોડેલું હોય છે જે હિટ અને ધુમાડાના દબાણ ઉપર કામ કરે છે :
* ગોવર્ધનના જણાવ્યા મુજબ ચૂલાની અંદર કોઈલ સાથે નાનું પાવર જનરેટર જોડેલું હોય છે જે હિટ અને ધુમાડાના દબાણ ઉપર કામ કરે છે.
* જેવું જ લાકડા અને છાણની ઉપરના ચૂલામાં નાખીને માચીસથી સળગાવવામાં આવે છે તેમાંથી નીકળતા ધીમાડો અને ગરમીના દબાણથી સાધન કામ કરવાનું શરુ કરી દે છે.
* ઉપર સામાન્ય ચુલા જેવો ખુલ્લો ભાગ છે જેમાં આગ લગાવ્યા પછી ખાવાનું કે ચા બની શકે છે. તેની પાસે જ વીજળીનું પ્લગ બોર્ડ છે જેનાથી આપણે ચાર્જર કે લાઈટનું પ્લગ જોડી શકીએ છીએ.