15 વર્ષથી ચુપચાપ કચરા-પોતું કરી રહી હતી વૃદ્ધ બાઈ, પછી ખુલ્યું હચમચાવી દેતું રહસ્ય, જાણીને લોકો થઇ ગયા દંગ

માં બાપ પોતાના બાળકોને ભણાવી ગણાવીને શિક્ષિત અને લાયક બનાવે છે, જેથી તેઓ પોતાના પગ પર ઉભા રહી શકે. પરંતુ જયારે એ જ બાળકો પોતાના માં બાપને ઘડપણમાં એકલા મૂકી દે છે, તો માં બાપે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવી જ મુશ્કેલીનો સામનો એક 61 વર્ષની મહિલાએ કરવો પડ્યો જયારે એમના બે દીકરાઓએ એમની મદદ નહિ કરી.

સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. એના પરથી જાણવા મળે છે કે, એક 61 વર્ષની મહિલા લગભગ 15 વર્ષથી એકલી રહેવા માટે મજબુર છે, અને લોકોના ઘરમાં કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. અને ચકિત કરવા વાળી વાત એ છે કે એમના બંને દીકરા સરકારી વિભાગમાં કામ કરી રહ્યા છે. એક દીકરો પોલીસમાં ઉપનિરીક્ષક છે, તો બીજો દીકરો સરકારી બસ કંડકટર છે. આવો તમને આખી હકીકત જણાવીએ.

હકીકતમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રહેવા વાળી પ્રમીલા નાના પવાર નામની મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. આ વિડીયો સ્ટેશન પર એક યાત્રીએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

વિડીયો વાયરલ થયા પછી પોલીસે એ વૃદ્ધ મહિલાને એમના દીકરા સાથે મળાવવાનું નક્કી કરી દીધું. ઘણા વર્ષોથી મહિલાને એ પણ ખબર ન હતી કે એમના દીકરા ક્યાં રહે છે. પણ વાયરલ થયેલા વિડીયોમાં મહિલાએ જણાવ્યું હતું કે, એમનો એક દીકરો સતીશ પવાર પોલીસમાં ઉપનિરીક્ષક છે, અને બીજો દીકરો મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમમાં કામ કરે છે.

તેમજ વિડીયો જોઈને નાસિકના પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે પોલીસ વિભાગને એમના દીકરા વિષે માહિતી ભેગી કરવા માટે કહ્યું. પરંતુ પોલીસને પોતાના વિભાગમાં એ મહિલાનો દીકરો નહિ મળ્યો. જયારે પોલીસે વધારે તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે એમનો દીકરો વેચાણ કર કાર્યાલયમાં જીએસટી વિભાગમાં છે. મંગળવારે પોલીસ કમિશનરના કાર્યાલયમાં સતીશ પવાર અને એમની માં ને બોલાવીને એમને એકબીજા સાથે મેળવ્યા, અને એમની વચ્ચેની ગેરસમજ દૂર કરી.

હકીકતમાં 1995 માં મહિલાના પતિના મૃત્યુ પછી એમણે પોતાના દીકરાઓને ભણાવવા માટે ઘણી મહેનત કરી. તેમજ એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર થોડી ગેરસમજણને કારણે માં અને દીકરા અલગ થઇ ગયા હતા. પણ પોલીસ કમિશનરના કાર્યાલયમાં એમની વચ્ચેની ગેરસમજ દૂર કરવામાં આવી, પછી દીકરા અને વહુ માતાને પગે પડ્યા અને એક બીજાને મીઠાઈ ખવડાવી, અને એમને પોતાની સાથે ઘરે લઇ ગયા.

એ મહિલા માટે એક યાત્રી દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલો વિડીયો ઘણો મદદગાર સાબિત થયો. એને લીધે જ તે મહિલા 15 વર્ષ પછી પોતાના દીકરાને પાછી મળી શકી છે. એમનો એ વિડીયો નીચે મુકવામાં આવ્યો છે.

વીડિઓ : 1 (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

વિશ્વાસ નાંગરે પાટીલે માતા ને પોતાના બંને દીકરાની ભેટ કરાવી.

વીડિઓ 2 :