ચૂંટણી ખર્ચમાં દુનિયામાં નંબર વન બની ગયું ભારત, ₹60,000 કરોડ ખર્ચ થયાની શક્યતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયો હતો ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ જયારે ભારતનો…

લોકશાહીના સૌથી મહાન ઉત્સવ ઉપર ખર્ચ કરવામાં ભારતે દુનિયાના તમામ દેશોને પાછળ રાખી દીધા છે. ખાનગી સંગઠન સેન્ટર ફોર મીડિયા સંશોધને હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયાનું માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૬ માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. તે જોતા વર્ષ ૨૦૧૯ની ભારતીય ચૂંટણી દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી બની ગઈ છે. ૧૯ મે ના છેલ્લા તબક્કાનું મતદાન થશે.

૩,૦૦૦ કરોડ રૂપિયા પકડાયા :-

ચૂંટણીમાં ગેરકાયેસર રીતે પણ ઘણા પૈસા વહેચવામાં આવ્યા. તે વાતની પૂર્તતા ચૂંટણી આયોગ તરફથી પકડાયેલા રૂપિયાથી કરવામાં આવી શકે છે. ચૂંટણી આયોગે ગેરકાયેસર રીતે વહેચવા માટે કે ચૂંટણીમાં ખોટી રીતે ઉપયોગ કરવા માટે લાવવામાં આવેલા ૩,૦૦૦ કરોડથી વધુ રૂપિયા જપ્ત કર્યા છે. ગઈ ૬ મે સુધીના આંકડાઓ મુજબ સૌથી વધુ ૯૪૪.૮૭ કરોડ રૂપિયા તમિલનાડુમાંથી પકડવામાં આવ્યા. ગુજરાત માંથી ૫૪૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.

દેશના પાટનગર દિલ્હી જ્યાં લોકસભા માટે માત્ર ૭ સીટો છે, ત્યાંથી ચૂંટણી આયોગે ૪૧૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા. પંજાબ માંથી ૨૭૬ કરોડ રૂપિયા તો આંધ્રપ્રદેશમાંથી ૨૨૫ કરોડ રૂપિયા જપ્ત કર્યા. મજાની વાત છે કે ચૂંટણી પહેલા જપ્ત કરાયેલી મોટાભાગની રકમ પાછી આપવામાં આવે છે. ડીસેમ્બર ૨૦૧૮માં તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં ૫૫.૬ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.

તેમાંથી ૬ કરોડ સિવાય બીજા બધા રૂપિયા પાછા આપી દીધા. ઘણી વખત એ વાતને સાબિત કરવી અઘરી બની જાય છે. જપ્ત કરાયેલી રકમનો ઉપયોગ ચૂંટણીમાં વોટ ખરીદવા કે વોટરને મનાવવા માટે કરવામાં આવે તેમ હતા. પરંતુ ખરેખર એવું નથી હોતું.

આવી રીતે લાગે છે રેલીમાં ખર્ચનો અંદાઝ :-

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ એક સરેરાશ પ્રકારની રેલીના આયોજન ઉપર ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચ થવાનો અંદાઝ લગાવવામાં આવ્યો છે. જો રેલી એક લાખની મેદની વાળી છે, તો તેના માટે એક કરોડ રૂપિયા સુધી ખર્ચ થઇ શકે છે. ચાર્ટર વિમાનનું ભાડું ૧.૫ લાખ રૂપિયા કલાકના દરેથી લઈને ૩.૫ લાખ પ્રતિ કલાક ગણાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવતા એસયુવીનું ભાડું ૧૦,૦૦૦ રૂપિયા રોજના હિસાબે ચાલી રહ્યું છે. હવે તમે જ ગણતરી કરી લો. કોણે કોણે કેટલી રેલી કરી કેટલા લોકોને ભેગા કર્યા. આ બાબતમાં તમારા વિચાર ચોક્કસ જણાવજો. કે આ ખર્ચ કેટલા અનિવાર્ય છે? કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.