ગંદી અને કાટ લાગેલી કિચન ટ્રોલીને આવી રીતે કરો સાફ, અજમાવો આ સિમ્પલ રીત.

જો તમારી કિચન ટ્રોલી મહિનાઓથી ગંદી પડી છે, તો અહિયાં જણાવેલી ટિપ્સ ફોલો કરી ઓછી મહેનતમાં તેને ચકાચક કરી દો.

સ્માર્ટ કિચનમાં ટ્રોલી મુખ્ય ભાગ છે, તેના દ્વારા આપણે વસ્તુને એક જગ્યાએ વ્યવસ્થિત રાખી શકીએ છીએ. ડબ્બા, વાસણ વગેરે જેવી વસ્તુને આપણે કિચન ટ્રોલીના અલગ અલગ ભાગમાં સરળતાથી મૂકી દઈએ છીએ. તેને રોજ સાફ કરવાની જરૂર નથી હોતી, પણ 3 થી 4 મહિને તેને જરૂર સાફ કરવી જોઈએ. એટલું જ નહિ ચોમાસાના સમયમાં તેમાં ફૂગ પણ લાગી જાય છે.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમની કિચન ટ્રોલી ઘણી ગંદી છે અને તેમાં કાટ પણ લાગી રહ્યો છે. તેથી આજે અમે જણાવીશું કેટલીક એવી ટ્રીકો, જેના દ્વારા કિચન ટ્રોલીને મીનીટોમાં સાફ કરી શકાય છે. તેનાથી તમારી કિચન ટ્રોલી એકદમ નવા જેવી ચમકશે, તેની સાથે જ ફૂગ અને કાટ જેવી સમસ્યા પણ દુર થઇ જશે.

મહિનામાં એક વખત કરો કિચન ટ્રોલીની સફાઈ : કિચન ટ્રોલી દર વખતે ભીની ન રહેવી જોઈએ. ઘણી મહિલાઓ વાસણ ધોયા પછી તરત તેને ટ્રોલીમાં શિફ્ટ કરી દે છે, તેનાથી ટ્રોલીમાં કાટ લાગવાની શક્યતા વધારે રહે છે. તે ઉપરાંત ચોમાસામાં ભેજ રહેવાથી ફૂગ પણ લાગી જાય છે. એટલા માટે જરૂરી છે કે મહિનામાં ઓછામાં ઓછું એક વખત તો આ કિચન ટ્રોલીને કાઢીને જરૂર સાફ કરો. તમે ધારો તો એક એક કરી સાફ કરી શકો છો, તેનાથી તમને સુવિધા રહેશે.

આવી રીતે કરો કિચન ટ્રોલીની સફાઈ : કિચન ટ્રોલીની સફાઈ માટે એક બાઉલમાં 1 ચમચી મીઠું, 1 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી ડીશવોશ લીક્વીડ, અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે વાસણ ધોવાના સ્ક્રબરથી તેને ઘસીને સાફ કરી દો. મીઠાને કારણે ફૂગ અને કાટ બંનેની સમસ્યા દુર થશે. સ્ક્રબરને બદલે તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને એક સુકા કપડાથી લુછી લો, જો તમે ધારો તો તેને પાણીથી પણ ધોઈ શકો છો, પણ તેની તરત પછી તડકામાં રાખો. ધ્યાન રાખશો કે કિચન ટ્રોલીમાં પાણીનું એક ટીપુ પણ ન રહેવું જોઈએ, નહિ તો કાટ લાગી શકે છે.

કિચન ટ્રોલી ઉપર લગાવો તેલ : કિચન ટ્રોલી સંપૂર્ણ સાફ થઇ જાય તો તેમાં ચમક લાવવા માટે રૂ માં નારીયેલ તેલ લગાવી તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે રૂ માં નારીયેલના તેલના થોડા ટીપા નાખો અને તેને આખી ટ્રોલી ઉપર લગાવો. તેનાથી કાટ જલ્દી નહિ લાગે અને ટ્રોલીની ચમક પણ વધી જશે. નારીયેલ તેલને બદલે તમે સરસીયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેનો ઉપયોગ કરતી વખતે પ્રમાણનું ખાસ ધ્યાન રાખો. તેલ લગાવ્યા પછી થોડી વાર માટે ટ્રોલીને બહાર જ રહેવા દો અને 1 કલાક પછી તેને બોક્સમાં શિફ્ટ કરો.

આ વાતનું રાખો ખાસ ધ્યાન : ભીના વાસણ સીધા ટ્રોલીમાં ન રાખો, પ્રયત્ન કરો કે વાસણ સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે જ તેને શિફ્ટ કરો. ચોમાસામાં ટ્રોલીને ભેજથી બચાવવા માટે સુકા સુતરાઉ કપડાથી નિયમિત સફાઈ કરો. તેનાથી કાટ નહિ લાગે અને પાણીના ડાઘ પણ નહિ રહે.

જો તમારી પણ કિચન ટ્રોલી મહિનાઓથી ગંદી પડી છે તો આ જણાવેલી રીતો જરૂર અજમાવો. સાથે જ જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક ઉપર શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.