મીનીટોમાં ગંદુ મીક્ષર લાગવા લાગશે નવું, બસ આ રીતે કરો તેની સફાઈ, જાણો શું કરવાનું છે?

મીક્ષર ઉપર જામેલી ગંદકી મીનીટોમાં સાફ કરવી છે તો આ સરળ રીતો અજમાવો, તમારું મીક્ષર એકદમ નવું દેખાવા લાગશે.

રસોડામાં કેટલીક એવી વસ્તુ હોય છે, જે ઘણી જરૂરી હોય છે. તેમાંથી એક છે મીક્ષર, જેનો ઉપયોગ દરેક નાના મોટા કામ માટે કરવામાં આવે છે. તેની સફાઈનું ધ્યાન ઘણા ઓછા લોકો રાખે છે. જારમાં મસાલા, દાળ કે બીજી વસ્તુ પિસ્યા પછી આપણે તેને ધોઈને મૂકી દઈએ છીએ, પણ મીક્ષરની સફાઈ રોજ કરવાને બદલે મહિનામાં એક વખત કરીએ છે. આથી તેની સફાઈ સંપૂર્ણ રીતે નથી થઇ શકતી અને તેની ઉપર જામેલી ગંદકી ખાવાની વસ્તુમાં જવાનો ડર રહે છે.

મિક્સરના જારનો ઉપયોગ કર્યા પછી તેને દરવખતે અંદરથી સાફ કરી દેવામાં આવે છે, પણ તેની પાછળના ભાગને ગંદુ છોડી દેવામાં આવે છે. જો તમે પણ એવું કરો છો, તો તમારી આ ટેવ જલ્દી બદલો. આજે અમે જણાવીશું કેટલીક એવી ટીપ્સ જેની મદદથી ન માત્ર મીક્ષર પણ જારની પાછળના ભાગને પણ સરળતાથી સાફ કરી શકાય છે. આ રીતે તમે તમારા મીક્ષરને એકદમ નવા જેવું ચમકાવી શકો છો, આવો જાણીએ કેવી રીતે.

ડીટર્જેંટ અને વિનેગરનો ઉપયોગ :

મીક્ષર ગ્રાઈન્ડરની બહારના ભાગને સાફ કરવા માટે તમે ડીટર્જેંટ અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો તેને ટુથ પેસ્ટથી પણ સાફ કરે છે, પણ જો તે વધુ ગંદુ છે અને તેને જલ્દી સાફ કરવા માંગો છો તો વિનેગર અને ડીટર્જેંટનો ઉપયોગ કરો. એક બાઉલમાં 1 ચમચી ડીટર્જેંટ લો અને તેમાં બે ચમચી વિનેગર નાખો. હવે તેમાં ટુથબ્રશ કે પછી સુતરાઉ કપડુ પલાળી તેની મદદથી મીક્ષરને ભીનું કરી દો. હવે તેને બ્રશથી ઘસીને સાફ કરો અને સુકા કપડાથી લુછી લો. ધ્યાન રાખશો કે અંદર એટલે જ્યાં જાર ફિટ કરવામાં આવે છે ત્યાં બ્રશની મદદથી સાફ ન કરો, એમ કરવાથી પાણી અંદર જઈ શકે છે, તેથી તેના ખરાબ થવાનો ડર રહે છે.

ઈયરબડસની મદદથી કરો સફાઈ :

મીક્ષરમાં જ્યાં જાર લગાવવામાં આવે છે, તે ભાગને સાફ કરવા માટે ઈયરબડસનો ઉપયોગ કરો. તે સ્થાન ઉપર ગંદકી વધુ જામી જાય છે, તેને સાફ કરવા માટે 1 ચમચી બેકિંગ સોડા, ડીશ વોશ લીક્વીડ અને મીઠાનો ઉપયોગ કરી મિશ્રણ તૈયાર કરો. પહેલા સુતરાઉ કપડાને તે મિશ્રણથી ભીનું કરી લૂછો અને જ્યાં આંગળીઓ નથી પહોંચી શકતી, ત્યાં તમે ઈયરબડસની મદદથી સફાઈ કરો. ખાસ કરીને આ ભાગને બ્રશથી સાફ નથી કરી શકાતું, કેમ કે સ્પેસ ઓછી હોય છે અને પાણી અંદર જવાનો ડર પણ રહે છે. સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે પાણીથી તેને વધુ ભીનું ન કરો.

મીક્ષર જારની પાછળના ભાગને કેવી રીતે સાફ કરવો :

મીક્ષર જારનો ઉપયોગ કર્યા પછી આપણે હંમેશા તેને અંદરથી સાફ કરી દઈએ છીએ, પણ તેની પાછળનો ભાગ એમ જ છોડી દઈએ છીએ. ધીમે ધીમે ત્યાં ગંદકી જામવા લાગે છે. જો તમને લાગે છે કે તે સાફ નથી કરી શકાતું તો તમે ખોટા છો. અમે તમને એક સિમ્પલ રીત જણાવીશું જેની મદદથી મીક્ષર જારની પાછળની સાઈડને તમે મીનીટોમાં સાફ કરી શકો છો. તેના માટે મીઠું, બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરો અને તેને મીક્ષર જારની પાછળની સાઈડમાં લગાવી બે મિનીટ માટે રહેવા દો. હવે તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. તેની ઉપર જામેલી ગંદકી એકદમ દુર થઇ જશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.