બાળપણથી લઈને આજ સુધી આપણે અસંખ્ય હિન્દી/ઈંગ્લીશ ફિલ્મો જોઈ હશે. ઘણી વખત ફિલ્મોમાં કોઈ સુટીંગ ના દ્રશ્યમાં તમે તે જરૂર જોયું હશે કે નિર્દેશક દ્વારા, હીરો ને “એક્શન” (એટલે કામ શરુ) બોલતા પહેલા એક વ્યક્તિ હીરોના ચહેરા ની સામે એક લાકડાનું પાટિયું લઈને ઉભો હોય છે, જેની ઉપરના ભાગમાં એક પાતળી પટ્ટી જુદી જ ફીટ કરેલ હોય છે.
આ લાકડાના બોર્ડ ઉપર ઘણી બધી વસ્તુ લખેલી હોય છે. જેની તરફ તમારું ક્યારેય ધ્યાન નહી ગયું હોય. જયારે નિર્દેશક હીરોને એક્શન કહે છે ત્યાર પછી તે વ્યક્તિ હીરોના ચહેરા સામે લાકડાના આ બોર્ડને પકડીને જોરથી કઈક બોલે છે, અને બોર્ડની ઉપર લાગેલી પાતળી પટ્ટીને તે બોર્ડ ઉપર જોરથી પછાડે છે અને એક સેકન્ડમાં તે કેમેરાની રેંજ માંથી બહાર નીકળી જાય છે.
ઉદાહરણ તરીકે ગોવિંદા ના અભિનયમાં બનેલ ફિલ્મ “સ્વર્ગ” ના એક મહત્વના દ્રશ્યમાં ફ્લીપબોર્ડ નો આ ઉપયોગ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલ છે. તે પાટિયા ઉપર “ઠક” જેવો અવાજ અને તે વ્યક્તિનું બુમ મારીને બોલવા પછી જ હીરો પોતાની એક્ટિંગ શરુ કરે છે. આ લાકડાના પાટિયા ને જ “કલીપ બોર્ડ” કહે છે, અને આ નાનું એવું દેખાતું લાકડાના પાટિયા, ફિલ્મ નિર્માણ નું એક ખુબ મહત્વનું અંગ છે. આ ફ્લીપ બોર્ડ શું કામમાં આવે છે?
હકીકતમાં જ્યારે કોઈ ફિલ્મ બનાવવામાં આવે છે તો તે અસંખ્ય ટુકડા અને દ્રશ્યો નું શુટિંગ ને ભેળવીને જ બનાવવામાં આવે છે. ફિલ્મ નિર્માણ કોઈ મંચ ઉપર ભજવવામાં આવતું નાટક નથી કે તે “શરુ થી અંત સુધી” જ ગોઠવી શકાય. ફિલ્મોમાં ઘણી વખત કલાઈમેક્સ (છેલ્લું દ્રશ્ય) ના શુટિંગ પહેલા કરી લેવામાં આવે છે. આવી રીતે નિર્દેશક ની સુવિધા, હીરો-હિરોઈન ની તારીખો, જરૂરિયાત, ઋતુ વગેરે ને ધ્યાનમાં રાખીને આઉટડોર શુટિંગ ના ઘણા ભાગ પહેલા જ દેશ-વિદેશના જુદાજુદા ભાગોમાં શૂટ કરી લેવામાં આવે છે.
જો નિર્માતાએ ફિલ્મ માટે કોઈ હવેલી કે હોટલ ને ભાડે લઇ રાખી છે, તો તે હવેલીમાં ફિલ્માવવામાં આવતા તમામ દ્રશ્ય નું સૌથી પહેલા શુટિંગ કરવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે ફિલ્મની પટકથા મુજબ જુદા જુદા દ્રશ્ય, જુદા જુદા લોકેશનો ઉપર, જુદો જુદો સમય અને સ્થળ ઉપર ચિત્રિત કરવામાં આવે છે. તેવામાં જયારે શુટિંગ પૂરું થઇ જાય છે ત્યારે નિર્દેશક પાસે લાખો ફૂટની ફિલ્મના રીલો ભેગા થઇ ગઈ હોય છે (આજકાલ ડીઝીટલ નો જમાનો છે, તો તેને આપણે લાખો દ્રશ્ય માની લઈએ છીએ) હવે ફિલ્મના આ સેકડો ટુકડાને વ્યવસ્થિત રીતે આગળ પાછળ જોડીને આખી ફિલ્મ સ્ટીક જેવી બનાવવી સૌથી મોટો પડકાર બની રહેતો હોય છે. અહિયાં ઉપર આ ફ્લીપ બોર્ડનો ફાયદો શરુ થાય છે.
લાકડાના આ ફ્લીપ બોર્ડ ઉપર ફિલ્મનું નામ, તારીખ, સમય, પટકથા મુજબ દ્રશ્ય નો નંબર લખવામાં આવે છે. આવી રીતે એક સીરીઝ ચાલતી રહે છે. જો કોઈ દ્રશ્ય ખરાબ શૂટ થયું હોય, અથવા એકદમ સારું ન પણ થયું હોય ત્યારે પણ ફ્લીપ બોર્ડ ઉપર આ દ્રશ્ય માટે ૧,૨,૩,૪ નમ્બર લખતા રહેતા હોય છે. તેનો ફાયદો એ થાય છે કે બધા દ્રશ્યો ફિલ્માવી લેવામાં આવે છે, ત્યારે છેલ્લે નિર્દેશક પોતાના સમ્પાદન ના ટેબલ ઉપર એક એક કરીને આખી ફિલ્મના હજારો ટુકડાનું માત્ર પહેલું દ્રશ્ય જુવે છે. તે દ્રશ્યમાં તેને ખબર પડી જાય છે કે ફ્લીપ બોર્ડ ઉપર લખેલું દ્રશ્ય ફિલ્મમાં કઈ જગ્યાએ આવશે, તે મુજબ તે આ રીલોના ટુકડાઓને ક્રમસર ગોઠવવામાં લાગી જાય છે. આ ફ્લીપ બોર્ડને લીધે જ નિર્દેશક ને લાખો ફૂટની ફિલ્મના સેકડો હજારો ટુકડાઓને પુરા જોવા પડતા નથી, તે માત્ર રીલને ઉઠાવીને પ્રકાશની દિશામાં રાખીને જાણી લે છે કે આ ટુકડો ક્યાં જોડવાનો છે.
આ તો થયું ફ્લીપ બોર્ડનું પહેલું મહત્વનું કાર્ય, પણ ફ્લીપ બોર્ડનું એક બીજું પણ મહત્વનું કામ પણ છે અને તે છે સાઉન્ડ, ડાયલોગ અને ફિલ્મમાં તેનું મેચિંગ માટે તેનો ઉપયોગ. જેમ કે બધા જ જાણે છે અશોકકુમાર અને દેવિકા રાની વાળા જમાનામાં ફિલ્મોનું શુટિંગ અને ડાયલોગ નું રેકોડીંગ એક સાથે કરવામાં આવતું હતું. એટલે અહિયાં દ્રશ્ય શરુ થયું અને ત્યાં કેમેરામાં દેવિકા રાની કે સોહરાબ મોદી ના અભિનય સાથે તેમનો અવાજ પણ રેકોર્ડ કરવામાં આવતો હતો. તેના લીધે સ્ટુડિયોમાં શાંતિ રાખવી જરૂરી હતી. પણ પચાસ ના દશકા થી જ “ડબિંગ” ની સુવિધા શરુ થવાથી અભિનેતાઓ અને નિર્દેશકોનો માથાનો દુખાવો ઘણો ઓછો થઇ ગયો અને ફિલ્મ રીલોનું નુકશાન પણ ઓછું થવા લાગ્યું. હવે તો અભિનેતા પોતાનું દ્રશ્ય શુટિંગ કરીને સંવાદ બોલીને નીકળી જાય છે, પછી ભલે તેમાં ખર ખર જેવો અવાજ આવે કે કોઈ ટેબલ સરકાવતા વાસણ પડવા નો. આ બધા અવાજોને ફિલ્મ પૂરી થયા પછી “સાઉન્ડ ડબિંગ” સમયે દુર કરી દેવામાં આવે છે.
આવા સમયે આવીને ફ્લીપ બોર્ડનું બીજું જરૂરી કામ શરુ થાય છે.
જેમ કે જણાવ્યું, નિર્દેશક પોતાની ફિલ્મ સમ્પાદન ટેબલ ઉપર લાવે છે અને તેમાં કાપ કૂપ કરીને ફ્લીપ બોર્ડ માં લખેલા નંબરો મુજબ દ્રશ્યો ને ક્રમ મુજબ ગોઠવીને આખી ફિલ્મ તૈયાર કરી લે છે. ત્યાર પછી ફિલ્મમાં કામ કરનારા બધા જ મુખ્ય કલાકારોને ફરી વખત ડબિંગ સ્ટુડિયોમાં એક એક કરીને બોલાવવામાં આવે છે. તે સમય સુધી નિર્દેશક ટુકડાઓને એક બીજા સાથે જોડીને જે ફિલ્મ તૈયાર કરે છે તેમાં ફ્લીપ બોર્ડ વાળું દ્રશ્ય ખરેખર જોડાયેલ રહે છે. હવે શરુ થાય છે ડાયલોગ ડબિંગ નું કામ. જે વ્યક્તિ ફિલ્મના દ્રશ્ય અને ક્રમાંક વિષે જોરથી બુમ મારીને બોલ્યા પછી ફ્લીપ બોર્ડ ની ઉપરની પટ્ટી પાડીને જોરથી “ઠક” જેવો અવાજ કરે છે, તે ધ્વની “માર્કિંગ” થાય છે, એટલે કે એક નિશાની હોય છે ત્યાંથી સંવાદ શરુ..
હવે ડબિંગ સ્ટુડિયોમાં ફિલ્મના પહેલા દ્રશ્યથી શરૂઆત કરવામાં આવે છે, અને જ્યાં જ્યાં ડબિંગ માટે આવેલ હીરો (કે હિરોઈન) નું દ્રશ્ય આવે છે ત્યાં ત્યાં અટકાવવામાં આવે છે, જેથી સંવાદોનું રેકોડીંગ કરી શકાય. ફ્લીપ બોર્ડ નો “ઠક” જેવો અવાજ આવતા જ હીરો પોતાનો સંવાદ ડબિંગ કરવાનું શરુ કરે છે અને નિર્દેશક ના “કટ” બોલવા સુધી નો સંવાદ પૂરો રેકોર્ડ કરાવાય છે. સ્વભાવિક છે કે આ કામમાં પણ ઘણી ઘણી વખત દોહરાવવું પડે છે, કેમ કે જરૂરી નથી પહેલી જ વખતમાં અભિનેતા પોતાનો સંવાદ એકદમ યોગ્ય સમય ઉપર અને યોગ્ય પદ્ધતિથી બોલી લે. ફ્લીપ બોર્ડ અહિયાં મદદ કરનારૂ બને છે. લાકડાના પાટિયા ઉપર “ઠક” જેવો અવાજ તે સુચના હોય છે જ્યાંથી શરુ કરવાનું છે, અને આ ફિલ્મમાં રહેલ છે, તેથી ગડબડ ની કોઈ શક્યતા રહેતી નથી.
આજકાલ ડીઝીટલ જમાનો છે તો લાકડાના ફ્લીપ બોર્ડની જરૂર નથી રહેતી, ડીઝીટલ સ્લેટ આવવા લાગી છે. પણ આજે પણ તેને “ફ્લીપ” જ કહેવામાં આવે છે. તેની મદદથી સાઉન્ડ ની, ડાયલોગની એકબીજા સાથે યોગ્ય મેચિંગ બેસી જાય છે. આવી રીતે સામાન્ય રીતે બે થી ત્રણ મહિનાની અંદર આખી ફિલ્મના સંવાદો, સંગીત અને ગીતો નું ડબિંગ પૂરું કરી લેવામાં આવે છે. બધું કામ પૂરું થયા પછી સૌથી છેલ્લે નિર્દેશક એક વખત ફરી આખી ફિલ્મ લઈને પોતાની ટેબલ ઉપર બેસે છે. દ્રશ્ય-પછી દ્રશ્ય, સંવાદ પછી અનુવાદ આખી ફિલ્મ ધ્યાન થી જુવે છે. જો તેને ક્યાય ગડબડ જણાય તો, તો તે કોઈ ખાસ દ્રશ્યનું શુટિંગ પણ ફરી વખત કરાવી શકે છે અથવા અભિનેતા ને બોલાવીને ફરી વખત કોઈ દ્રશ્યનું ડબિંગ પણ કરાવે છે.
આ તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ આ આખી ફિલ્મ માંથી ફ્લીપ બોર્ડ વાળા દ્રશ્ય દુર કરવામાં આવે છે. આ રીતે સખત મહેનતથી સેંકડો ટુકડાઓમાં વહેચાયેલી, અલગ સ્થળો ઉપર ફિલ્માવવામાં આવેલ, જુદા જુદા સમયે, જુદા જુદા કલાકારો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલ સંવાદો વાળી એક ફિલ્મ આપણી સામે રજુ કરવા માટે તૈયાર થાય છે. જેને આપણે સવા બે કલાક પછી બે મીનીટમાં જ “બકવાસ ફિલ્મ છે યાર” કહીને સેંકડો લોકોની મહેનત ઉપર પાણી ફેરવી દઈએ છીએ.