ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ કરી શકે છે તમારી ખુશીઓને બર્બાદ, આજે જ જાણી લો ઘડિયાળથી જોડાયેલા આ જરૂરી નિયમ

ઘડિયાળનું કામ હોય છે સાચો સમય દેખાડવાનું. પણ આ ઘડિયાળ જો ખોટી જગ્યાએ લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા બધાના ઘરોમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો હંમેશા ઘડિયાળને ઘરની કોઈ પણ દીવાલ ઉપર લગાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈપણ ઘડિયાળને વાસ્તુના હિસાબે જ લગાવવી જોઈએ. ખરેખર શું છે ઘડિયાળ લગાવવાની સાચી રીત? આવો તમને જણાવીએ.

આ દિશામાં લગાવવાની મનાઈ છે : દક્ષીણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ. કેમ કે શાસ્ત્રો મુજબ ઘરની દક્ષીણમાં કાળનો વાસ હોય છે. વાસ્તુના જણાવ્યા મુજબ દક્ષીણ દિશામાં ઘડિયાળ લગાવવું અશુભ હોય છે. કેમ કે દક્ષીણ દિશામાં મૃત પરવારજનોનો ફોટો લગાડવામાં આવે છે. એટલા માટે દક્ષીણ દિશામાં મૃત લોકોના ફોટા જ લગાવો. ઘડિયાળ નહિ. વાસ્તુ મુજબ ઘડીયાળ લગાવવાનું સાચું સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે આ ત્રણ દિશાઓ પોઝેટીવ એનર્જી વાળી હોય છે.

દરવાજા ઉપર ક્યારે પણ ન લગાવો ઘડિયાળ : વાસ્તુ મુજબ ઘડિયાળને ઘરના કોઈપણ દરવાજા ઉપર ન લગાવવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. દરવાજા ઉપર ઘડિયાળ લગાવવાનો અર્થ ઘરમાં તણાવને આમંત્રણ દેવાનું હોય છે. તેનાથી ઘરમાં ટેન્શનનું વાતાવરણ જળવાયેલું રહે છે. એવું એટલા માટે થાય છે કેમ કે દરવાજા માંથી પસાર થતી વખતે નકારાત્મક એનર્જીનો પ્રવાહ હોય છે.

લગાવો પેંડુલમવાળી ઘડિયાળ : જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં પેંડુમલ વાળી ઘડીયાળ લગાવશો તો તે વાસ્તુ મુજબ શુભ હોય છે. પેંડુમલ વાળી ઘડિયાળ દરેક કલાકે ટન ટનનો અવાજ કરે છે અને તમને સમયની જાણ કરે છે. જો તમે એવી ઘડિયાળ લગાવો છો તો ઘરમાં બરકત જળવાઈ રહેશે.

બંધ ઘડિયાળને રાખો ઘરથી દુર : ક્યારે પણ બંધ ઘડિયાળને ઘરમાં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળને અથવા તો રીપેર કરાવો કે ઘર માંથી બહાર કરી દો. કોઈપણ બંધ ઘડિયાળને ઘરમાં રાખવી અશુભ હોય છે, પછી ભલે તે દીવાલ ઘડિયાળ હોય, હાથની ઘડિયાળ હોય કે પછી ટેબલ ઘડિયાળ. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે, કે અટકેલો સમય તમારા જીવનને પણ અટકાવી દે છે. અને દરેક કામમાં અડચણ ઉભી કરે છે. એટલા માટે તમારા ઘરમાં પણ જો કોઈ બંધ બગડેલી ઘડિયાળ છે, તો તેને તરત રીપેર કરાવી લો કે પછી તેને ભંગારમાં આપી દો.

સમયથી આગળ પાછળ ન રાખો : કોઈપણ ઘડિયાળને સમયસર રાખવી ઘણું જરૂરી હોય છે. ઘડિયાળના સમયને આગળ પાછળ કરવો ન જોઈએ. વાસ્તુ મુજબ જો ઘડિયાળ પોતાના વાસ્તવિક સમયથી પાછળ ચાલશે તો વ્યક્તિએ પોતાના જીવનમાં વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. એટલા માટે સમયને યોગ્ય રાખો.

ઘડિયાળનો આકાર : વાસ્તુમાં ઘડિયાળનો આકાર પણ ઘણું મહત્વ ધરાવે છે. જો તમારા ઘરમાં ગોળ, ચોરસ, ઈંડાઆકાર, ૮ કે ૬ માથાના આકાર વાળી ઘડીયાળ છે તો તે શુભ માનવામાં આવે છે. ઘરમાં ત્રિકોણ આકારની ઘડિયાળ ન રાખવી જોઈએ. વાસ્તુ મુજબ આવા પ્રકારની ઘડિયાળ અશુભ હોય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)