હનુમાન પૂજા કરતા સમયે આ 3 રંગોના કપડાં પહેરવા હોય છે શુભ, મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે

હનુમાનજીના પૂજા પાઠ કરવાનો તમને અલગ આનંદ મળે છે. એવું કહેવામાં આવે છે કે બજરંગબલીની આરાધના કરવાથી તમારા જીવનના તમામ સંકટો દુર થઈ જાય છે. હનુમાનજી તમારું અને તમારા કુટુંબનું મુશ્કેલીમાં રક્ષણ કરે છે. જો તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી ચાલી રહી છે, તો તમે તેનું સમાધાન હનુમાન પૂજાના માધ્યમથી કરી શકો છો.

આ પૂજા તમારા ભાગ્યને પ્રબળ કરવાનું કામ પણ કરે છે. આમ તો હનુમાન પૂજાને એક ખાસ વિધિ અને નિયમોને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ. હનુમાન પૂજામાં ધ્યાનમાં રાખવા લાયક ઘણી બધી વાતો હોય છે, પરંતુ આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે, હનુમાન પૂજા દરમિયાન તમારે કેવા રંગના કપડા પહેરવા જોઈએ? તો આવો એના વિષે જાણીએ.

તમારામાંથી અમુક લોકોને કદાચ એ વાત થોડી વિચિત્ર લાગે કે, હનુમાન પૂજાને કપડાના રંગો સાથે શું લેવા દેવા છે? પરંતુ દરેક રંગ પોતાની રીતે કોઈ પોઝીટીવ કે નેગેટીવ ઉર્જાનું પ્રતિક પણ હોય છે. તેવામાં થોડા ખાસ રંગો ધારણ કરવાથી માણસની અંદરની ઉર્જામાં પરિવર્તન આવી જાય છે. કોઈ પણ દેવતાની પૂજા કરતી વખતે તમારી અંદરની ઉર્જા ઘણું મહત્વ ધરાવે છે.

એક પોઝીટીવ મુડથી કરવામાં આવેલી પૂજા વધુ લાભ પૂરો પાડે છે, જયારે એક નેગેટીવ કે ઉદાસ મુડથી થયેલી પૂજામાં કોઈ લાભ મળતો નથી. તેવામાં તમારા શરીર ઉપર પહેરવામાં આવેલા કપડાના રંગોનું મહત્વ ઘણું બધું વધી જાય છે. તે કારણ છે કે હનુમાન પૂજામાં પણ તેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

આ રંગ પહેરો :

હનુમાનજીની પૂજા દરમિયાન સફેદ, નારંગી, લાલ અને પીળા રંગના કપડા ધારણ કરવું શુભ માનવામાં આવે છે. આ ચારે રંગો શાંતિ અને ખુશાલીનું પ્રતિક માનવામાં આવે છે. તેને પહેરવા અને જોવાથી મન શાંત અને સ્થિર રહે છે. તેનાથી મુડ ફ્રેશ થાય છે. આ ચાર રંગો ઉપરાંત લીલો રંગ પણ પહેરી શકાય છે.

આ રંગો ન પહેરવા :

આવો હવે તમને જણાવીએ કે, હનુમાન પૂજામાં કયા રંગોના કપડા પહેરવાથી દુર રહેવું જોઈએ. ખાસ કરીને તે દરમિયાન તમારે કાળા અને ભૂરા રંગના કપડા ન પહેરવા જોઈએ. તે બંને રંગોથી એક પ્રકારની નેગેટીવ ઈફેક્ટ ઉભી થાય છે. આ પ્રકારના રંગનો સામાન્ય રીતે પૂજામાં પણ ઉપયોગ નથી કરવામાં આવતો. એટલા માટે જ્યાં સુધી બની શકે તો આ બંને રંગોને પૂજા દરમિયાન ન પહેરો. ખાસ કરીને ત્યારે જયારે તમે કોઈ ખાસ કાર્ય માટે હનુમાનજી પાસે કોઈ મનોકામના માગી રહ્યા છો.

આ વાતોનું પણ રાખો ધ્યાન :

કપડાના રંગ ઉપરાંત થોડી બીજી પણ બાબતો છે, જેનું ધ્યાન હનુમાન પૂજામાં રાખવું જોઈએ. જેમ કે તમારું મન શાંત હોય, પૂજા સ્થળ સ્વચ્છ હોય, દીવો તેલનો પ્રગટાવવામાં આવે, પૂજા સ્નાન પછી જ કરવામાં આવે (જો તમે શૌચ ગયા હો તો ફરી સ્નાન કરો), પૂજા દરમિયાન ઘરમાં શાંતિનું વાતાવરણ હોય વગેરે. જો તમે આ તમામ બાબતો ધ્યાનમાં રાખો છો, તો તે વાતની શક્યતા વધુ છે કે, હનુમાન ભગવાન તમારી વિનંતી જરૂર સાંભળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.