ખુબ જ જરૂરી હોય છે કારની ક્લચ, ડ્રાયવરની આ ટેવોના કારણે જ થઇ જાય છે ખરાબ

આજ કાલ વાહનોનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ મોટા ભાગના તેને ચલાવવા માટે યોગ્ય ટેકનીક સાથે ચલાવતા નથી હોતા, અને તેને કારણે કારના મહત્વના સ્પેરપાર્ટ જલ્દી ખરાબ થઇ જતા હોય છે. તો આવો આજે અમે તમને કારના ઉપયોગ વિષે થોડી જાણકારી આપીશું.

કાર ડ્રાઈવ કરવામાં ક્લચ, ગીયર અને બ્રેકની આખી રમત હોય છે, પરંતુ મેનુઅલ ટ્રાંસમિશન કાર ચલાવવા વાળા માટે ક્લચ ઘણી અગત્યની હોય છે. ગીયર બદલવામાં ક્લચનું કામ કેટલુ મહત્વનું હોય છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ ત્રણે પાર્ટ્સમાં ક્લચ જ ખુબ કામની હોય છે, કારની ક્લચ, ડ્રાઈવરની આ ટેવોને કારણે થઇ જાય છે ખરાબ કે ઘણું ઝડપી ખરાબ પણ થઇ જાય છે.

ખાસ કરીને ડ્રાઈવિંગ કરતી વખતે ડ્રાઈવર સામાન્ય રીતે કાંઈક એવી હરકતો કરે છે, જેને કારણે ક્લચ ઘણી ઝડપી ખરાબ થઇ જાય છે. એટલા માટે અમે તમને આ તેવો વિષે જણાવીશું જે ક્લચ ખરાબ થવા માટે જવાબદાર હોય છે.

ડ્રાઈવર કાર ચલાવતી વખતે ક્લચને ઘણું ઝડપી છોડી દે છે, જેને કારણે જ એન્જીન અને ટ્રાંસમિશન ઉપર નેગેટીવ ઇંપેક્ટ પડે છે.

વધુ પીક-અપ માટે ડ્રાઈવર ક્લચ પેડલને પૂરું છોડ્યા વગર એક્સલરેશન આપે છે. તેનાથી ક્લચ પ્લેટ ઘણી જલ્દી ડેમેજ થઇ જાય છે.

ક્લચ રાઈડીંગ એટલે ક્લચ છોડ્યા વગર કાર ડ્રાઈવ કરવી. તેનાથી પણ ક્લચ વહેલા ખરાબ થઇ જાય છે.

ટ્રાફિક સિગ્નલ ઉપર ગાડીને ન્યુટ્રલ મોડ ઉપર નાખવાને બદલે લોકો ક્લચને સતત દબાવીને રાખે છે. જેને કારણે જ ક્લચ ખરાબ થઇ જાય છે. ક્લચને સેફ રાખવા માટે જયારે કાર ઉભી હોય તે સમયે કારને ન્યુટ્રલમાં નાખી દેવી જોઈએ અને ક્લચ છોડી દેવી જોઈએ.

બને તો જયારે પણ ગાડી ડ્રાઈવ કરો ત્યારે જરૂરી નથી કે ડાબા પગને ક્લચ પર મૂકી જ રાખવો જો એમ કરવામાં આવે તો સાધારણ દબાણને કારણે પણ ક્લચ થોડો દબાયેલો રહે છે, અને ક્લચ ઝડપી ખરાબ થવા લાગે છે, માટે ડાબા પગને ક્લચ પરથી ઉઠાવીને બાજુમાં રિલેક્ષ મુકવો અને જયારે જરૂર પડે ત્યારે ઉઠાવીને ક્લચ પર મુકવો. આ રીતે પ્રેકટીસ કરી જુઓ બહુ મજા આવશે પગ પણ રિલેક્ષ રહશે અને ક્લચનું આયુષ્ય પણ વધી જશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.