સીએમ યોગીના શહેરમાં હવે ચાલશે આ IAS દંપતીનું રાજ, ઘરેથી લઈને ગોરખપુર સુધી સંભાળશે કમાન

જો કોઈ પ્રોફેશનમાં પતિ-પત્ની બંને સાથે કામ કરે તો કોઈને કોઈની ફરિયાદ નથી હોતી, પણ એવું દરેક સાથે થાય એ જરૂરી નથી. પરંતુ અહિયાં અમે જેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે એવું જ થયું. આ સમાચારમાં એક એવા દંપત્તિની વાત છે, જેમાં બંને આઈએસ ઓફિસર છે અને હવે તે ઘર સાથે શહેર પણ સંભાળશે. સીએમ યોગીના શહેરમાં હવે ચાલશે આ IAS દંપત્તિનું રાજ. કાંઈક આવી રીતે તેના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે.

સીએમ યોગીના શહેરમાં હવે ચાલશે આ IAS દંપત્તિનું રાજ :

હવે શહેરના બે મુખ્ય વિભાગ અને પ્રાધિનીકરણને આઈએએસ દંપત્તિ ચલાવવા જઈ રહ્યા છે. તે ગોરખપુર વિકાસ પ્રાધીનીકરણના ઉપાધ્યક્ષ અનુજ સિંહ અને તેની પત્ની અને ગોરખપુરના નવા મુખ્ય વિકાસ અધિકારી હર્ષિતા માથુર છે. અનુજને જેડીએના કામકાજને ગતિ આપવાની મહત્વની જવાબદારી મળી છે, અને તેની પત્નીએ ગ્રામીણ વિકાસની યોજનાઓને ઝડપથી પાર પાડવાની રહેશે. અનુજ અત્યારે ગોરખપુરમાં મુખ્ય વિકાસ અધિકારી હતા, તો હર્ષિતા સિદ્ધાર્થનગરના મુખ્ય વિકાસ અધિકારી છે.

આઈએએસ દંપત્તિને બુધવારે નવી જવાબદારી મળી. જેડીએ ઉપાધ્યક્ષ અનુજ સિંહ અને તેની પત્ની હર્ષિતા માથુર ૨૦૧૩ બેચ આઈએએસ છે. અનુજ બિહારના તો હર્ષિતા મધ્ય પ્રદેશની રહેવાસી છે, અને આઈએએસમાં સિલેકશન પછી બંનેની મુલાકાત ટ્રેનીંગ દરમિયાન મસુરીમાં થઇ હતી. તે બંનેએ એક બીજાને પસંદ કર્યા અને પછી તે નજીક આવ્યા. તાલીમ પછી આઈએએસને યુપી કેડર મળ્યું, પછી અલગ અલગ જીલ્લામાં તેમને જોઈન્ટ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્તિ મળી.

વર્ષ ૨૦૧૭ માં કુટુંબની સંમત્તિ મેળવી, પછી એક બીજા સાથે તેમણે લગ્ન કર્યા. વ્યસ્ત હોવા છતાં તેમણે કુશળતાથી આઈએએસ દંપત્તિ તરીકે પોતાની સરકારી અને કુટુંબની જવાબદારીઓ સંભાળી. આઈએએસ દંપત્તિનો દાવો છે કે, જીલ્લામાં એક સાથે પોસ્ટીંગથી સારું પરિણામ મળશે. અલગ અલગ જીલ્લામાં ફરજથી થોડી પારિવારિક સમસ્યાઓ પણ આવે છે, અને હવે એવું નહિ બને. નવા વર્ષમાં નવી ઉર્જા સાથે કામ કરશે અને રાજ્ય સરકારની વિકાસ યોજનાઓને લઈને આવશે.

આ રહી આઈએએસ દંપત્તિની પર્સનલ પ્રોફાઈલ :

અનુજ સિંહ :

નામ – અનુજ સિંહ.

વર્તમાન નિમણુક – ઉપાધ્યાય જીડીએ.

કેડર – યુપી.

આઈએએસની રેન્ક – ૭૪ મો.

શિક્ષણ – આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક (કેમિકલ એન્જીનીયર).

પિતા – સુરેન્દ્ર સિંહ (કારોબારી).

માતા – સંજુ સિંહ.

રહેવાસી – બિહારનો સારણ જીલ્લો.

અત્યાર સુધીની નિમણુક : બલીયામાંથી તાલીમ પછી જોઈન્ટ મેજીસ્ટ્રેટ બાંદ્રા અને બિજનોર, મુખ્ય વિકાસ અધિકારી ગોરખપુર.

હર્ષિતા માથુર :

વર્તમાન ફરજ – મુખ્ય વિકાસ અધિકારી ગોરખપુર.

કેડર – યુપી.

આઈએએસની રેન્ક – ૧૧૨ મો.

શિક્ષણ – નેશનલ લો કોલેજ ભોપાલમાંથી લો ગ્રેજ્યુએટ.

પિતા – પાર માથુર (મધ્ય પ્રદેશ કેડરના આઈપીએસ).

માતા – શકુંતલા માથુર.

રહેવાસી – મધ્ય પ્રદેશ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.