હવે સીએનજીની જગ્યાએ બાયોગેસનો થશે ઉપયોગ, જાણો એના વિષે વિસ્તારથી

કંપ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) થી દેશમાં સીએનજીની સંપૂણ માંગને પુરી કરી શકાય છે. આ વાત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહી. અધિકારીએ કહ્યું કે, જો બાયોગેસનું સંપૂર્ણ રીતે દોહન(દોહવું તે) કરવામાં આવે, તો દેશમાં દર વર્ષે 6.2 કરોડ ટન સીએનજી બરાબર કંપ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન થઈ શકે છે.

2023 સુધી 1.5 કરોડ ટન વાર્ષિક સીબીજી ઉત્પાદનનું લક્ષ્ય છે :

પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018 માં સતત (સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવાર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન) પહેલ અંતર્ગત એક મહત્વકાંક્ષી યોજના લોન્ચ કરી હતી. એના અંતર્ગત સરકારી તેલ અને ગેસ કંપનીઓને સીબીજી પ્લાન્ટ લગાવવા માટે વ્યક્તિગત ઉદ્યમીઓ પાસેથી અભિરુચિ પત્ર આમંત્રિત કરવાનું હતું.

સતત કાર્યક્રમમાં આખા દેશમાં 5,000 સીબીજી પ્લાન્ટ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અનુમાન છે કે એનાથી 2023 સુધી દર વર્ષે 1.5 કરોડ ટન સીબીજીનું ઉત્પાદન થશે. આ બધા સીબીજીને સરકારી કંપનીઓ ખરીદી લેશે.

1.5 કરોડ ટન સીબીજીથી સીએનજીની 40 ટકા માંગ થઈ શકે છે પુરી :

જો 1.5 કરોડ ટન સીબીજી ઉત્પાદનનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે, તો આ સીએનજીની હાલની વાર્ષિક જરૂરિયાતના 40 ટકા ભાગની પૂર્તિ કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર કારોબારી વર્ષ 2018-19 માં 4.4 કરોડ ટન સીએનજી વેચાયું હતું. કાર્યક્રમના સંચાલનની જવાબદારી ઈંડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ, ગેલ અને ઈંદ્રપ્રસ્થ ગેસને આપવામાં આવી છે.

મંત્રાલયના એક દિગ્દર્શક વિજય શર્માએ નવી મુંબઈની નજીક આ કંપનીઓ દ્વારા સતત કાર્યક્રમ પર આયોજિત એક રોડ શો માં કહ્યું હતું કે, જો સીબીજીનું સંપૂણ દોહન થાય છે, તો દર વર્ષે લગભગ 6.2 કરોડ ટન સીબીજીનું ઉત્પાદન થઈ શકે છે. એનાથી આખા દેશમાં ગેસની સંપૂર્ણ માંગ પુરી થઈ શકે છે.

સરકાર 2022 સુધી કાચા તેલની આયત 10 ટકા ઘટાડવા માંગે છે :

યોજનાની ઘોષણા સમયે પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આખા દેશમાં સીબીજી પ્લાન્ટ લગાવવા માટે લગભગ 1.75 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. વિચારવા જેવું છે કે, સરકાર 2022 સુધી કાચા તેલની આયાતને 10 ટકા ઓછી કરવા માંગે છે. આ સમય સીમામાં સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

સરકારને આશા છે કે, સતત યોજનાથી 75,000 લોકોને સીધી રીતે રોજગાર મળશે. સાથે જ આ યોજનાથી 5 કરોડ ટન જૈવિક ખાતર પણ બનશે. શર્માએ કહ્યું કે, પરિવહન ક્ષેત્રમાં સીબીજીના ઉપયોગથી વેસ્ટ મેનેજમેન્ટ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની વધારાની આવક જેવા વધારાના લાભ પણ મળશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.