કિંગ કોબ્રાને બચાવવા માટે કુવામાં કૂદયો યુવક, પછી શું થયું જુઓ બહાદુર યુવકનો વિડિઓ

દેશ અને દુનિયામાં જ્યાં લોકો એક રૂપિયા માટે એક બીજાનો જીવ લઇ લેવા તૈયાર રહે છે, પણ ઘણા લોકો એવા પણ હોય છે, જે દેશ, ગામ, સમાજને કામ લાગે છે. તેના માટે ભલે પોતાનો જીવ જોખમમાં કેમ ન મુકવો પડે. તેનાથી પણ ગભરાતા નથી. જી હા એવો જ વિડીયો હાલના દિવસોમાં સોસીયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહેલ છે. કેમ કે વિડીયો તે બહાદુરનો છે, જેણે આખા ગામનો જીવ બચાવ્યો છે.

જરા વિચારો, ઘરમાં જો સાંપ નીકળી આવે તો લોકોનું વિચારવાનું બંધ થઇ જાય છે. મગજમાં કાઈ સુજતુ નથી, જો સાંપ કિંગ કોબ્રા હોય તો તેની સામે જવાની હિમ્મત થતી નથી. પણ એક બહાદુરે એવું શું કર્યું કે દેશ તેને સલામ કરી રહેલ છે.

સોશિયલ મીડિયામાં આવેલ ફોટા કર્ણાટકના એક ગામનો છે. જ્યાં એક ઝેરીલો સાંપ કુવામાં પડી ગયો. લોકો સાંપને જોઇને કુવાનું પાણી ઝેરીલું થઇ જવાના ડરથી દુર ભાગી રહ્યા હતા. તે સાંપ કુવામાંથી બહાર આવવા માટે સતત પ્રયત્ન કરી રહેલ હતો. પણ તેના પ્રયત્નો નિષ્ફળ રહેતા હતા.

ગામના યુવકે ઉપાડી જવાબદારી :

સાંપની હાલત એવી હતી કે તે ન તો બહાર નીકળી શકતો હતો, કે ન તો અંદર રહેવાની સ્થિતિમાં હતો. તે લોકોના ડરથી બહાર આવવાથી પણ બચી રહેલ હતો, અને ગામના લોકો તેના ઝેરથી બચવા માંગતા હતા. કેમ કે ગામમાં એક જ કુવો હોવાથી લોકોને પણ પાણીની તકલીફ હતી.

ગામના લોકોની તકલીફનો બીજો ઉકેલ થતો ન હતો. તેથી લોકોની તકલીફનો ઉકેલ લાવવા માટે એક યુવક તૈયાર થયો અને તે કુવામાંથી ઝેરીલા સાંપને કાઢવા માટે તૈયાર થયો. કુવાના સાંપને બહાર કાઢવા માટે યુવક કોઈ તૈયારી વગર જ કુવામાં ઉતરી ગયો.

પણ એક દોરડાની મદદથી હાથમાં લાકડી લઈને કુવામાં ઉતરેલ યુવક ઘણો સાહસી નીકળ્યો. તેણે કુવામાં ઉતરીને પહેલા સાંપનું લોકેશન લીધું, પછી લાકડીની મદદથી તેને દરમાંથી બહાર કાઢ્યો.
અને લાકડીથી પકડ્યો ઝેરીલો સાંપ.

કુવામાં તાત્કાલિક ભાગવાની જગ્યા નથી હોતી, ત્યાં યુવક ઝેરીલા સાંપને લાકડીથી પકડી રહ્યો હતો. ઘણા સમય સુધી મહેનત કર્યા પછી તેણે સાંપને લાકડીની મદદથી દબાવી લીધો.

કુવામાંથી બહાર નીકળતી વખતે યુવકને ઘણી મહેનત કરવી પડી. તે દરમિયાન ઘણી વખત સાંપ લાકડીમાંથી છુટી જતો હતો, પણ યુવક હિમ્મત હાર્યા વગર તેને કોઇપણ રીતે એક બીજા દોરડામાં લપેટીને બહાર કાઢ્યો. કુવામાંથી બહાર કાઢ્યા પછી સાંપે પોતાને સુરક્ષિત સમજીને ભાગવા લાગ્યો અને પોતાને છુપાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી યુવકે તેની પૂંછડી પકડીને તેને કાબુમાં કર્યો.

ગામની બહાર છોડ્યો સાંપ :

સાંપ જોવામાં એટલો ખતરનાક હતો કે કોઈપણની હાલત ખરાબ થઈ જાય. સાંપના ભયથી ગામના લોકોને બચાવવા માટે તેણે સૌ પહેલા એક ભૂંગળું કાઢીને તેમાં ઝેરીલા સાંપને ભરીને ગામથી દુર લઇ ગયો. ત્યાર પછી લોકોએ રાહત અનુભવી. જુઓ નીચેનો વિડીયો.

વિડીયો :