કોબ્રા સાંપ પાસે મળ્યો નાગમણિ, માથા પરથી નીકળી રહયો હતો લાલ રંગનો પ્રકાશ

દુનિયા ભલે 21 મી સદીમાં પહોંચી ગઈ હોય, પણ દેશમાં આજે પણ લોકો જૂની પરંપરાઓ અને અંધવિશ્વાસ પર ભરોસો રાખે છે. એવો જ એક અનોખો મામલો કર્ણાટકમાં જોવા મળ્યો. જ્યાં એક ખેતરમાં કોબ્રા સાંપ (cobra snake) ના માથા પરથી નીકળી રહેલા લાલ પ્રકાશને જોઈને લોકોએ પૂજા શરુ કરી દીધી. એમના અનુસાર તે સામાન્ય સાંપ નથી, પણ તેની પાસે નાગમણિ (Naagmani) છે.

જણાવવામાં આવે છે કે, કર્ણાટકના એક ગામમાં લોકોએ એક કોબ્રા સાંપ જોયો. જેના માથા પરથી લાલ રંગનો પ્રકાશ નીકળી રહ્યો હતો. લોકો એને ચમત્કાર સમજીને તે સાંપની પૂજા કરવા લાગ્યા. તેમજ ઘણા લોકો તે સાંપને જોવા માટે ત્યાં પહોંચી ગયા. લોકો અનુસાર તે સાંપ એક ખેતરમાં જોવા મળ્યો છે. એની જાણકારી એક કુતરાના ભસવા પર મળી.

એ તો તમને ખબર જ છે કે, હિંદુ ધર્મમાં સાંપ એટલે કે નાગને શિવના પ્રિય માનવામાં આવે છે. એટલા માટે નાગપંચમી પર એમની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં નાગ અને નાગમણિ સાથે જોડાયેલા ઘણા કિસ્સા રહેલા છે. જ્યોતિષ શાસ્ત્રના એક પ્રમુખ ગ્રંથ વૃહત્સસંહિતા અનુસાર સંસારમાં મણિધારી નાગ રહેલા છે.

નાગમણિ જો કે સાંપના માથા પર રહેલા હોય છે, એટલા માટે તેને સર્પ મણિ પણ કહે છે. નાગમણિમાં એટલી ચમક હોય છે કે, જ્યાં તે હોય છે ત્યાં આસપાસ તેજ પ્રકાશ ફેલાય જાય છે. નાગમણિ મોરના કંઠ સમાન અને અગ્નિ સમાન ચળકતું દેખાય છે. કહેવાય છે કે, તે મણિ જેની પાસે હોય છે તેના પર ઝેરનો પ્રભાવ નથી થતો. (આ ફેલાયેલા સમાચારોનું સંપાદન છે, અમે કોઈ પણ જાતના અંધવિશ્વાસને પ્રોત્સાહન નથી આપતા.)

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.