24 વર્ષના યુવકને કાનમા કઈંક ચાલવાની ફરિયાદ હતી, તપાસ કરાવી તો અંદર થી જે નીકળ્યું એ દહેલાવી દેશે

માણસના કાન સૌથી વધારે સેંસેટિવ અંગોમાંથી એક હોય છે. એમાં જરા પણ હલચલ થાય તો મગજ ખરાબ થઈ જાય છે. એટલે કે કાનની અંદર જો કોઈ નાનકડો કણ પણ ચાલ્યો જાય તો માણસ બેચેન થઈ જાય છે. એવામાં જરા વિચારો કે, ત્યારે શું થાય જયારે તમારા કાનની અંદર એક બે નહિ પણ આખોને આખો વંદાનો પરિવાર રહેતો હોય.

ખરેખર આના વિષે વિચારતા જ આપણા શરીરમાં ધ્રુજારી આવી જાય છે. પણ જણાવી દઈએ કે આવું હકીકતમાં થયું છે. આ વિચિત્ર ઘટના ચીનમાં રહેતા એક યુવક સાથે થઈ છે. આ વ્યક્તિના કાનની અંદર એવી વસ્તુ હતું જેને જોઈને ડોક્ટર પણ ચકિત રહી ગયા. એવો વિસ્તારથી જાણીએ કે મામલો શું હતો?

ચીનના હુઈઝોઉ પ્રાંતમાં 24 વર્ષના યુવકના કાનમાં વંદાનો આખો પરિવાર મળવાનો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં થોડા દિવસો પહેલા લવને સવારના સમયે કાનમાં એકદમ ભયંકર દુઃખાવો થયો અને અંદર કંઈક ચાલતું હોય એવો અનુભવ થયો. એટલે તે પોતાના ઈલાજ માટે હોસ્પિટલમાં પહોંચ્યો. ડોકટરે એની તપાસ કરી ઓ તે પણ ચોંકી ગયા, કારણ કે તેના કાનમાં વંદાનો એક આખો પરિવાર હતો.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, લવના કાનમાંથી 10 કરતા વધારે વંદના બાળકો નીકળ્યા. એના સિવાય એક મોટો વંદો પણ નીકળયો, જે એમની માં હતી. જો કે એ વાતની જાણ નથી થઈ કે તે ક્યારથી એના કાનમાં હતા. વંદાઓએ કાનના અંદરના ભાગને નુકશાન પણ પહોંચાડ્યું છે. લવ પોતાની પથારી પાસે એઠો ખોરાક મૂકી રાખતા હતા.

એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કદાચ એ કારણે જ એમના કાનમાં વંદો ભરાઈ ગયો હશે. જ્યારે આ વંદાકાનની અંદર ઝડપથી આમતેમ દોડવા લાગ્યા ત્યારે તો એમને કાનમાં દુઃખાવો થયો. એ પછી તપાસ કરાવવા પર એની જાણ થઈ. ગયા વર્ષે અમેરિકાના ફ્લોરિડામાં પણ એક મહિલાના કાનમાં પણ વંદો મળી આવ્યો હતો. એ વંદો મહિલાના કાનમાં 9 દિવસ સુધી જીવતો રહ્યો હતો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.