કલેકટર અચાનક પહુંચ્યા મહિલાના ઘરે, અંધારું જોઈને પૂછ્યું : આવામાં રહો છો? માજી બોલ્યા..

રોજિંદા જીવનમાં આપણને રોટી, કપડાં અને મકાન ખુબ જરૂરી છે. પણ જો મકાન મળી જાય પણ તેમાં વીજળી જ ન હોય તો તે મકાન કોઈ કામનું હોતું નથી. આજે અમે તમને એક એવી ઘટના જણાવીશું જેમાં એક મહિલા પોતાની વીજળીનું બિલ ભરી શકતી નથી. આ વૃદ્ધ મહિલાને ઘણી સમસ્યા હતી પણ તેનું નિરાકરણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ તેમના શહેરના કલેકટરને આ વાતની જાણ થઇ તો તેમને કેવી રીતે આ વૃદ્ધ મહિલાની મદદ કરી તે આજે આપણે આ લેખમાં જાણીશું.

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના કલેકટર ભીમ સિંહ અમૃત મિશન અને આવાસ યોજનાની પ્રગતિ જાણવા ગામમા નીકળ્યા હતા. કલેકટર ભીમ સિંહને અચાનક જોઈને લોકો તે જ સમયે ચકિત થઇ ગયા જયારે તે ગામમાં પહોચ્યા. ત્યાં તેમને પોતાના ઘર બહાર બેઠેલ વૃદ્ધ મહિલા તિલક બાઈ કુર્રે મળી.

તેમણે વૃદ્ધ તેમની તકલીફ પછી, વૃદ્ધએ જણાવ્યું કે ખપ્પર વાળું ઘર છે. ચોમાસામાં પરેશાન થઇ જઈએ છીએ. નાનકડા દરવાજાથી કલેકટર અંદર ગયા, એક રૂમનું ઘર હતુ, અંદર ખુબ અંધારું હતું, બહાર આવીને પૂછ્યું, અંધારામાં કેમ રહો છો. વીજળી કનેક્શન મળ્યું નથી કે? માજી એ જણાવ્યું કે વીજળી કનેક્શન તો છે બિલ ખુબ આવે છે એટલે નથી ચાલુ કરતી. કલેકટરે જણાવ્યું કે પરંતુ એક બત્તી ની વીજળીની સુવિધા છે.

આસપાસના લોકોએ જણાવ્યું કે એક બત્તી સુવિધા તેમના દીકરાએ રાખી લીધી છે, કલેકટર તરત તેને પાછી ચાલુ કરવાનો હુકમ આપ્યો, તેમના નિર્દેશ પર આજે કોર્પોરેશન સ્ટાફે તરત બલ્બ લગાવી દીધો. જેના દ્વારા વૃદ્ધ મહિલાના ઘરમાં વીજળીની સુવિધા આપવામાં આવી.

કલેકટરને માજીએ પેંશન સંબંધી સમસ્યા પણ જણાવી. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે આમનું એકાઉન્ટ પહેલા સ્ટેટ બેંકમાં હતું, હવે બીજી બેંકમાં શિફ્ટ થઇ ગયું છે એટલા માટે લગભગ નાણાં તેમાં આવ્યા હશે. કલેકટરે આના સમાધાનના નિર્દેશ અધિકારીઓને આપ્યા. તેમના નિર્ણય અનુસાર કામ કરવામાં આવ્યું અને તે મહિલાને મદદ કરી.

કલેકટરે બધી સંસ્થાઓ માં આધાર સંબંધિત સમસ્યાને લઈને પેંશનની સમસ્યા સહન કરી રહેલા લોકોને માર્કિંગ કરી આમની સમસ્યા દૂર કરવાના નિર્દેશ આપ્યો. તિલક બાઈના મકાન માટે પણ સર્વે કરવાનો નિર્દેશ તેમને નિગમ અધિકારીઓને આપ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

by