તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ૧૧૪૩ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા કોમેડિયન બ્રહ્માનંદમને

સાઉથ ઇન્ડિયાની ફિલ્મોના જાણીતા હાસ્ય કલાકાર બ્રહ્માનંદમને સ્વાસ્થ સંબંધિત પ્રશ્ન થતા, હોસ્પિટલમાંમાં દાખલ કરવા પડ્યા છે. ૬૨ વર્ષીય બ્રહ્માનંદમને ૧૩ જાન્યુઆરીના દિવસે મુંબઈમાં આવેલ એએચઆઈ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ એમને હૃદયની બીમારી છે, જેને સારી કરવા માટે એમની ૧૫ જાન્યુઆરીએ બાયપાસ સર્જરી કરવામાં આવી.

બ્રહ્માનંદમની આ સર્જરી એસીયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુંબઇમાં જાણીતા હાર્ટ સ્પેશ્યલીસ્ટ ડૉક્ટર રમાંકાન્ત પાંડા દ્વારા કરવામાં આવી. રવિવારે બ્રહ્માનંદમને હૈદરાબાદમાં પોતાના ઘરે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, એ પછી એમને ફટાફટ હોસ્પિટલમાં પોહચડવામાં આવ્યા. ડોક્ટરોના મત અનુસાર બ્રહ્માનંદમ જયારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમની હાલત બહુ નાજુક હતી. એમને તાત્કાલિક સારવાર આપવામાં આવી પરંતુ હાલત વધારે બગડવા લાગી. આથી તેમને બાયપાસ સર્જરીની સલાહ આપવામાં આવી. ઘણા બધા ટેસ્ટ કર્યા પછી મંગળવારે એમના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યુ. હમણાં તેમને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યાં એમની હાલત હવે સ્થિર કહેવામાં આવી રહી છે. એમના બંને દીકરા ગૌતમ અને સિદ્ધાર્થ પણ હોસ્પિટલમાં એમની દેખરેખ કરવા માટે હાજર છે.

પોતાના રમુજી સંવાદ, હાવભાવ, અને હાસ્યાસ્પદ પાત્રો માટે પ્રખ્યાત બ્રહ્માનંદમએ ૧૯૮૬ માં ‘અહાના પેલાંતા’ નામની તેલુગુ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. એ હમણાં સુધી લગભગ અલગ અલગ ભાષાની ૧૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ કોઈ પણ એક્ટરની સૌથી વધારે ફિલ્મો હોવાનો (સ્ક્રિન ક્રેડિટ) વર્લ્ડ રેકોર્ડ છે. આ માટે બ્રહ્માનંદમનું નામ ગિનિસ બુકમાં પણ લખાયું છે. કલાના ક્ષેત્રમાં યોગદાન માટે ૨૦૦૯ ના વર્ષમાં ભારત સરકારે એમને દેશના ચોથા સૌથી મોટા સિવિલિયન એવોર્ડ પદ્મ શ્રી થી સમ્માનિત કર્યા હતા.

છેલ્લી વાર બ્રહ્માનંદમ ૯ જાન્યુઆરી ૨૦૧૯ એ રિલીઝ થયેલી જાણીતા કલાકાર અને રાજકારણી નેતા એન.ટી.રામાં રાવની બાયોપિક ‘એન.ટી આર.કથાનાયકુડું’ માં નજરે પડ્યા હતા. ફિલ્મમાં બ્રહ્માએ તેલુગુ ફિલ્મો માટે જાણીતા હાસ્યકલાકાર રેલાંગીનું પાત્ર ભજવ્યું હતું. આ દિવસોમાં એ ‘ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ ની પ્રાદેશિક આવૃત્તિ ‘ગ્રેટ તેલુગુ લાફટર ચેલેન્જ’ માં નિર્ણાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. આવનારા દિવસોમાં એ ૨૬/૧૧ મુંબઇ હુમલા પર બની રહેલી ફિલ્મ ૧૮૧૮ માં નજરે પડશે. સાથે જ એમની પ્રભાસ સાથે આવનાર ફિલ્મ ‘સાહો’ માં નજરે પડશે એવી માહિતી મળી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.