કોરોનાથી લાડવા માટે ઘણા ઉપાયો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે, ત્યાં આપણા કેટલાક હાસ્ય કલાકરો પણ પાછળ નથી રહ્યા, ખુબ જાણીતા અને માનીતા હાસ્ય કલાકાર સાઈરામ દવેનું ખુબ ફેમસ સોન્ગ બજારમાં હમણા જ લોન્ચ થયું છે અને ખુબ જોરથી વાઇરલ થઇ રહ્યું છે, આ સોંગની વાઇરલ થવાની ઝડપ કોરોનના ફેલાવાની ઝડપ કરતા પણ કેટલાય ઘણી વધુ છે, તમે સાંભળીને ખુશ થઇ જશો. આ સોન્ગ સાંભળતા એવું ચોક્કસ લાગે છે કે હવે કોરોના બહુ બહુ તો 15 દિવસ ટકી શકાશે, આપણા ગુજરાતીઓ સામે એનું બહુ ગજું નહિ લાગે. સાથે શબ્દો પણ આપ્યા છે, તો વાંચી સાંભળવાની અને સાથે ગાવાની ઘણી માજા આવશે. જો એક વાર ગાશો તો ચોક્કસ 2-3 વાર આ સોન્ગ સાંભળશો. ને કેટલાક બળિયા તો મોઢે પણ કરી દેશે. વિડીયો નીચે લીરીક્ષ છે.
વિડીયો જુઓ :-
કોરોના… કોરોના… કોરોના…
કોરોના કેમ થાય? થોડું સમજાવે “સાંઈ”.
થોડી ધીરજ ધરાય, કાઈ ફાટી ન પડાય. ફાટી ન પડાય… ફાટી ન પડાય.(1) કોરોના…
કોરોના કેમ થાય? થોડું સમજાવે “સાંઈ”.
થોડી ધીરજ ધરાય, કાઈ ફાટી ન પડાય. ફાટી ન પડાય… ફાટી ન પડાય.(2) કોરોના…
માંથુ દુઃખે, નાક વહે, થોડી ખાંસી થાય.
છીંક અને તાવ ગાળામાં દુઃખે ભાઈ
જે ને પ્રોબ્લમ થાય.
શરદીને ખાંસી પરથી સમજી શકાય.
હવાથી ફેલાતો નથી આ કોરોના.
ગરમીમાં ટકતો નથી આ કોરોના…
શેકહેન્ડ છોડી બધા કરો નમસ્તે
આકુંડો કોરોના ભાગે એના રસ્તે
એકબીજાનું જો બધા ધ્યાન રાખે
કોરોના શું એના બાપુજી પણ ભાગે.
થોડું સમજાવે “સાંઈ”, થોડી ધીરજ ધરાય, કાઈ ફાટી ન પડાય. ફાટી ન પડાય. (3) કોરોના…
થુકો નહિ છીંકો નહિ ચારે બાજુ ભઈ.
સાવચેતી રાખો જરા આજુબાજુ ભઈ
તુલસી મરીનો રોજ ઉકાળો પીવો.
રાય અને મીઠાની નાસ લિયો.
ગુગળ, લોબાન, રાય, મીઠું, લીમડો
કપૂર, નાગોળ,ઘીના ધૂપિયા કરાય. કોરોના…
ગયાના છાનાનો ધૂપ યજ્ઞ કરો. વૈદિક ભારત પાછા ફરો.
હળદર મીઠાના રોજ કોગળા કરો, કાળી દ્રાક્ષ ખાઈ પછી લેર કરો.
ટોળામાં જાઓ નહિ, ઘરે રહો ભાઈ
હોટલનું ખાવ નહિ, ઘરે રહોને ભાઈ
અફવા ફેલાવો નહિ, ઘરે રહોને ભાઈ
જાજા ડાહ્યા થાઓ નહિ, ઘરે રહોને ભાઈ
હોટલનું ખાઓ નહિ, હોટલનું ખાવ નહિ, અફવા ફેલાવો નહિ, જાજા ડાહ્યા થાઓ નહિ.
થોડું સમજાવે “સાંઈ”.
થોડી ધીરજ રખાય, કાઈ ફાટી ન પડાય. ફાટી ન પડાય…
ગુજરાતીઓએ જોયા કેટલાય દુકાળ
હરાવી ના શક્યા એને તોય કદી કાળ.
સુનામી, ભૂકંપ જોઈ. મચ્છુ વિકરાળ,
પ્લેગ જોયા, વાવાઝોડા જાણે મહાકાળ.
શાકાહારી બનાવાનો કરો નિર્ધાર.
ઝટ ઝટ માંસાહાર થાય તડીપાર.
નિયમનું પાલન જો કરશો નહિ, તો રેશન કાર્ડમાં કોઈ વધશો નહિ. 2
મહામારી છે માટે ભાઈ હસસો નહિ. સીરીયસ થાવ પણ ડરશો નહિ.
અફતાને હિંમતથી કરો હદપાર.
તો ચાઈનાનો રોગ ટકે નહિ જાજીવાર.
કોરોનાથી ડરો ના, આ સમજાવે “સાંઈ”.
થોડી ધીરજ ધરાય, કાઈ ફાટી ન પડાય. ફાટી ન પડાય… ફાટી ન પડાય.
એમ કોઈ ના થાય, માતાજીની દયા ભાઈ.