બધાને હસાવનારા રાજપાલ યાદવ વિતાવી રહ્યા છે તિહાડ જેલમાં સજા, ત્યાં પણ કરી રહ્યા છે બધાનું મનોરંજન

બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જે જેલની હવા ખાઈ ચુક્યા છે. તેમાં સૌથી મોટા ક્લાકારના પણ નામો જોડાયેલા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ કહેવાતા અભિનેતા રાજપાલ યાદવની છેતરપીંડીના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે સમાચાર છે કે તિહાર જેલમાં તે પોતાની આજુ બાજુ રહેવા વાળા સાથીઓને હસાવે છે.

ફિલ્મોમાં ઉછળ કુદ કરવા વાળા રાજપાલ યાદવ વાસ્તવિક જીવનમાં પણ ખુશ રહેવા માંગે છે. પરિસ્થિતિએ કાંઈક એવું કરી દીધું અને તેને જેલમાં જવું પડ્યું. અને હાલમાં સૌને હસાવવા વાળા રાજપાલ યાદવ સજા ભોગવી રહ્યા છે તિહાર જેલમાં, પરંતુ પોતાના હુનરનો જાદુ રાજપાલ યાદવે ત્યાં પણ ચલાવી દીધો છે, અને જેલની અંદર જ તેમનો એક ચોક્કસ રીતે કાર્યક્રમ થાય છે જે ગણો મજાનો હોય છે.

સૌને હસાવનારા રાજપાલ યાદવ ભોગવી રહ્યા છે તિહાર જેલમાં સજા :

અભિનેતા રાજપાલ યાદવને પાંચ કરોડની લોનના ચેક બાઉન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટએ ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. તિહાર જેલમાં હાલના દિવસોમાં રાજપાલ યાદવ સજા ભોગવી રહ્યા છે, અને પોતાના સાથી કેદીઓનું મનોરંજન કરે છે. સમાચારોના જણાવ્યા મુજબ ગયા શુક્રવારે કેદી નંબર ૨૫૨ એટલે કે રાજપાલ યાદવે જેલમાં મંચ ઉપર કવી સંમેલન કાર્યક્રમ કર્યો, અને કોમેડી એક્ટ કર્યો. જે તમામ કેદીઓને હસવા માટે મજબુર કરી દેવા વાળો હતો. અને તે સ્થળ ઉપર હસવાનો ઘણો અવાજ આવી રહ્યો હતો.

રાજપાલ યાદવને જેલ નંબર ૭ માં રાખવામાં આવ્યો છે. અને જેલમાં રહેલા જેલરએ જણાવ્યું, કે રાજપાલ હવે એક નવા પ્લે ઉપર કામ કરી રહ્યો છે. જે તેને તેના કેદી સાથીઓએ ક્રીસમસ ઉપર રજુ કરવાનું કહ્યું છે. અને તેના થોડા અંશ રૂપે તે જેલમાં એક નાટક કાલે શરુ કરવાનો પણ પ્લાન બનાવી રહ્યો છે. જેલના સુપ્રીટેન્ડેન્ટ જોગીન્દ્ર સિંહ સહરાવતએ જણાવ્યું કે યાદવનું વર્તન ઘણું સારું છે, અને તેણે કોઈપણ પ્રકારની માંગણી પણ નથી કરી, અને ન તો પોતાને બીજાથી અલગ ટ્રીટમેંટની વાત કરી. તે લાઇબ્રેરીમાં સમય પસાર કરે છે અને અમે તેને સામાન્ય કેદીની જેમ જ ટ્રીટ કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે આ કેસ ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલો છે. જેના નિર્માતા રાજપાલ યાદવ જ હતા. આ ફિલ્મ માટે રાજપાલ યાદવએ દિલ્હીના એક બિઝનેસમેન પાસે પાંચ કરોડ રૂપિયા લીધા. પણ આ ફિલ્મ રીલીઝ પહેલા જ ઠંડા ડબલામાં જતી રહી, અને રાજપાલ યાદવ તે પૈસા તે બિઝનેસમેનને પાછા ન આપી શક્યા. તે બાબતને લઈને આ વેપારીએ રાજપાલ યાદવ, તેની પત્ની અને તેની કંપની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

ફિલ્મોમાં રાજપાલ યાદવને હંમેશાથી કાંઈક અલગ કરવા માટે ઓળખવામાં આવે છે. તેમણે બોલીવુડમાં ચુપ ચુપ કે, ઢોલ, ભૂલ ભુલૈયા, ખટ્ટા મીઠા, કુશ્તી, માલામાલ વીકલી, હંગામા, મેં મેરી પત્ની ઓર વો, ફિર હેરા ફેરી, ભૂતનાથ, ભાગમ ભાગ, બુલ્લું, જુડવા-૨, ક્રિસ-૩ અને મુજસે શાદી કરોગી જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ છે.